Akshya Tritiya 2022:અક્ષય તૃતીયાના પર્વ પર કઈ રીતે ઘરે બેઠાં ખરીદી શકાશે 100 ટચ શુદ્ધ સોનું, જાણો ખાસ વિગતો
Google Pay કહે છે કે જ્યારે તમે તેની એપ પરથી ડિજિટલ સોનું ખરીદો છો ત્યારે તમને 24 કેરેટ એટલે કે 99.99 ટકા શુદ્ધ સોનું આપવામાં આવે છે. તે પણ MMTC-PAM તરફથી મળે છે.
Akshya Tritiya 2022: ભારતમાં તહેવારો પર સોનું ખરીદવું શુભ માનવામાં આવે છે. દિવાળી(Diwali) અને અક્ષય તૃતીય(Akshya Tritiya)આમાં મુખ્ય છે. અક્ષય તૃતીયા પર સોનું ખરીદવું એ ધન અને સૌભાગ્યની નિશાની માનવામાં આવે છે. આવી સ્થિતિમાં દરેક વ્યક્તિ ઈચ્છે છે કે તેણે સોનું ખરીદવું જોઈએ. સોનાની ખરીદી કોઈપણ સોનાની દુકાન અથવા ઓનલાઈન પ્લેટફોર્મ(Online Platform) પરથી કરી શકાય છે જ્યાં તે સસ્તું અને અનુકૂળ હોય. જોકે, કોરોના રોગચાળાએ ઓનલાઈન શોપિંગનું ચલણ વધાર્યું છે. સોનાની ખરીદી(Gold Shopping) પણ આનાથી વંચિત નથી. જો તમે ઇચ્છો તો તમે તેને સરળતાથી મોબાઇલ વોલેટમાંથી ખરીદી શકો છો.
એવું જરૂરી નથી કે સોનું તેના ભૌતિક સ્વરૂપમાં જ હોવું જોઈએ. હાલના સમયમાં જ્યારે બધું ડિજિટલ થઈ રહ્યું છે ત્યારે સોનું શા માટેઆનાથી દૂર રહેવું જોઈએ? હવે સોનું ડીજીટલ સ્વરૂપે પણ વેચાઈ રહ્યું છે જેને ડીજીટલ ગોલ્ડ કહેવાય છે. ભલે તમે તેને ગળામાં ન પહેરી શકો પરંતુ ફાયદો તે સોનાના ઘરેણાં કરતાં વધુ આપી શકે છે. જો તમારે તેને ખરીદવું હોય તો તમારો મોબાઈલ ઉપાડો, તેમાં ગૂગલ પે એપ ખોલો અને તેને ઝડપથી ખરીદો.
Google Pay કહે છે કે જ્યારે તમે તેની એપ પરથી ડિજિટલ સોનું ખરીદો છો ત્યારે તમને 24 કેરેટ એટલે કે 99.99 ટકા શુદ્ધ સોનું આપવામાં આવે છે. તે પણ MMTC-PAM તરફથી મળે છે. આ સોનું ડિજિટલ હોવાથી તે માત્ર MMTC જ તેને રાખે છે. આમાં સંપૂર્ણ સલામતીની ખાતરી આપવામાં આવે છે અને તેનું રિટર્ન પણ સમય સાથે વધતું રહે છે. હવે ચાલો જાણીએ કે તમે તેને Google Pay સાથે કેવી રીતે ખરીદી અને વેચી શકો છો.
સોનું કેવી રીતે ખરીદવું
- ગૂગલ પે ખોલો
- ન્યુ પર ટેપ કરો
- સર્ચ બારમાં ‘ગોલ્ડ લોકર’ લખો પછી તે સર્ચ કરો
- ગોલ્ડ લોકર પર ટેપ કરો
- ‘બાય’ પર ટેપ કરો. સોનાની વર્તમાન બજાર ખરીદી કિંમત (ટેક્સ સહિત) દેખાશે
- તમે ખરીદી શરૂ કરો તે પછી આ કિંમત 5 મિનિટ માટે લૉક કરવામાં આવે છેકારણ કે ખરીદીની કિંમત દિવસભર બદલાઈ શકે છે
- તમે INR માં ખરીદવા માંગો છો તે સોનાની રકમ દાખલ કરો
- ચેક માર્ક ટિક માર્ક પર ટૅપ કરો
- દેખાતી વિન્ડોમાં તમારી પસંદગીની ચુકવણી પદ્ધતિ પસંદ કરો
- પેમેન્ટ કરવા માટે આગળ વધો પર ટેપ કરો
- એકવાર ટ્રાન્ઝેક્શન કન્ફર્મ થઈ જાય પછી થોડીવારમાં સોનું તમારા લોકરમાં દેખાશે
સોનું કેવી રીતે વેચવું
- ગૂગલ પે ખોલો
- ન્યુ પર ટેપ કરો
- સર્ચ બારમાં, ‘ગોલ્ડ લોકર’ લખી સર્ચ કરો
- ગોલ્ડ લોકરને ટેપ કરો
- સેલ પર ક્લિક કરો. સોનાની વર્તમાન બજાર વેચાણ કિંમત દર્શાવવામાં આવશે
- આ કિંમત વેચાણ વ્યવહાર શરૂ કર્યા પછી 8 મિનિટ માટે લૉક કરવામાં આવે છે, કારણ કે વેચાણની કિંમત આખા દિવસ દરમિયાન બદલાઈ શકે છે
- તમે મિલિગ્રામમાં વેચવા માંગો છો તે સોનાનો જથ્થો દાખલ કરો. વર્તમાન બજાર કિંમત સોનાના જથ્થા હેઠળ INR માં બતાવવામાં આવશે. જ્યારે લઘુત્તમ વેચાણ રૂ 1 સોનાનું છે, તો તમે રૂ. 2 લાખ સુધી અથવા તમારા લોકરમાં રહેલ સોનાની કુલ રકમ બેમાંથી જે ઓછું હોય તે વેચી શકો છો.
- ચેક માર્ક ટિક માર્ક પર ટૅપ કરો
- એકવાર તમારા વેચાણની પુષ્ટિ થઈ જાય પછી થોડીવારમાં પૈસા તમારા ખાતામાં દેખાશે.