પ્રદુષણ વધવાને કારણે એર પ્યુરિફાયરનું વેચાણ વધ્યું, સેલ્સમાં 30 ટકાનો ઉછાળો

ગયા વર્ષની જેમ આ વર્ષે પણ દિવાળી પછી એર પ્યુરીફાયરનું વેચાણ વધી રહ્યું છે. આ વર્ષે એર પ્યુરીફાયરનો બિઝનેસ વધીને 500 કરોડ રૂપિયા થઈ ગયો છે.

પ્રદુષણ વધવાને કારણે એર પ્યુરિફાયરનું વેચાણ વધ્યું, સેલ્સમાં 30 ટકાનો ઉછાળો
Delhi - Air Pollution
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 15, 2021 | 12:03 AM

પ્રદૂષણના વધતા સ્તર વચ્ચે દિલ્હી અને આસપાસના વિસ્તારોમાં રૂમ એર પ્યુરિફાયર (હવા શુદ્ધ કરવાના ઉપકરણો)ના વેચાણમાં તેજી જોવા મળી છે. ગયા વર્ષની જેમ આ વર્ષે પણ દિવાળી પછી એર પ્યુરીફાયરનું વેચાણ વધી રહ્યું છે. આ દરમિયાન દેશમાં એર પ્યુરીફાયરનો બિઝનેસ  500 કરોડ રૂપિયાને પાર કરી ગયો છે.

આ પ્રોડક્ટના કુલ વેચાણમાં દિલ્હી-NCR સહિત ઉત્તર ભારતનો હિસ્સો ત્રણ ચતુર્થાંશ છે. આ સિઝનમાં નવા મોડલની રજૂઆત સાથે એર પ્યુરિફાયર કંપનીઓ માત્ર ખરાબ હવાની ગુણવત્તાથી જ નહીં, પરંતુ SARS-CoV-2 વાયરસના જોખમથી પણ રક્ષણ આપવાનો દાવો કરી રહી છે.

IPL Auction ની શરૂઆતમાં જ કાવ્યા મારનને પ્રીટિ ઝિન્ટાએ આપ્યો ઝટકો ! આ ફાસ્ટ બોલર હાથમાંથી ગયો
અમદાવાદમાં હવે અંબાણીની જેમ કરી શકાશે પાણી વચ્ચે લગ્નનું આયોજન, જાણો ક્યાં
કુંડળીમાં ગ્રહોને મજબૂત કરવા લલાટ પર કરો આ તિલક
Amla with Honey : આમળા અને મધ એકસાથે ખાવાથી થાય છે ગજબના ફાયદા
આજનું રાશિફળ તારીખ : 24-11-2024
અદાણી લાંચ કેસમાં માત્ર કાકા-ભત્રીજા જ નહીં, આ 7 લોકો પણ ફસાયા

યુરેકા ફોર્બ્સના મેનેજિંગ ડિરેક્ટર અને CEO માર્જિન આર શ્રોફે જણાવ્યું હતું કે, “અમને વિશ્વાસ છે કે અમારી પ્રોડક્ટ્સની નવી શ્રેણી 2021 દરમિયાન નોંધપાત્ર બજાર હિસ્સો મેળવશે. વધુ મહત્ત્વની વાત એ છે કે તે દેશભરના હજારો પરિવારોને જરૂરી રાહત આપશે.

વેચાણમાં 30 ટકાનો ઉછાળો

આંકડા આપ્યા વિના તેમણે કહ્યું કે આ શ્રેણીમાં કંપનીના વેચાણમાં ગયા વર્ષની સરખામણીમાં 30 ટકાનો વધારો થયો છે. કેન્ટ આરઓના સ્થાપક અને ચેરમેન મહેશ ગુપ્તાએ જણાવ્યું હતું કે ગયા વર્ષની સરખામણીએ કંપનીએ આ સિઝનમાં વેચાણમાં પહેલેથી જ વધારો જોયો છે અને શિયાળાના અંત સુધી આ જ ગતિ ચાલુ રહેવાની આશા રાખે છે.

70 ટકા વેચાણ માત્ર દિલ્હી-એનસીઆરમાં થાય છે

તેમણે કહ્યું કે અગાઉ 70 ટકા કેન્ટ એર પ્યુરીફાયર દિલ્હી એનસીઆરમાં વેચાતા હતા, પરંતુ આ વર્ષે તેમની માંગ અન્ય શહેરોમાંથી પણ વધી છે. દિલ્હીમાં વાયુ પ્રદૂષણ ગંભીર સ્તરની નજીક છે. આને ધ્યાનમાં રાખીને દિલ્હી સરકારે શનિવારે એક અઠવાડિયા માટે શાળાઓ બંધ રાખવા સહિત અનેક કટોકટીના પગલાંની જાહેરાત કરી હતી.

પ્રદુષણને લઈને સુપ્રીમ કોર્ટે પણ ચિંતા વ્યક્ત કરી હતી

દિલ્હી અને ગુરુગ્રામ સહિત આસપાસના વિસ્તારોમાં છેલ્લા કેટલાક દિવસોમાં પ્રદૂષણની સ્થિતિ વણસી છે. શુક્રવારે એર ક્વોલિટી ઈન્ડેક્સ 471 પર પહોંચ્યો હતો, જે સિઝનનું સૌથી ખરાબ સ્તર છે. સુપ્રીમ કોર્ટે શનિવારે પરિસ્થિતિ પર ચિંતા વ્યક્ત કરી અને કહ્યું કે લોકો ઘરની અંદર પણ માસ્ક પહેરે છે.

આપને જણાવી દઈએ કે દિલ્હીમાં CPCBએ રાજધાનીમાં લોકોને આઉટડોર પ્રવૃત્તિઓ મર્યાદિત કરવા, તેમજ સરકારી અને ખાનગી કચેરીઓને ઓછામાં ઓછા 30 ટકા વાહનોનો ઉપયોગ ઘટાડવા જણાવ્યું હતું. શુક્રવારે સેન્ટ્રલ પોલ્યુશન કંટ્રોલ બોર્ડ (Central Pollution Control Board)ના એક બુલેટિન અનુસાર દિલ્હીમાં એર ક્વોલિટી ઈન્ડેક્સ (AQI) 471 હતો, જે આ સિઝનમાં અત્યાર સુધીનો સૌથી ખરાબ હતો. અને ગુરુવારે તે એર ક્વોલિટી ઈન્ડેક્સ 411 હતો.

g clip-path="url(#clip0_868_265)">