AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

વેક્સીનેશન ડ્રાઈવ માટે સલમાન ખાનની મદદ લેશે મહારાષ્ટ્ર સરકાર: રાજેશ ટોપેનું નિવેદન

રસીકરણ અંગે જાગૃતિ વધારવા માટે મહારાષ્ટ્ર સરકાર સલમાન ખાનની મદદ લેવાનું વિચારી રહી છે. આ માહિતી મહારાષ્ટ્રના આરોગ્ય મંત્રી રાજેશ ટોપેએ આપી છે.

વેક્સીનેશન ડ્રાઈવ માટે સલમાન ખાનની મદદ લેશે મહારાષ્ટ્ર સરકાર: રાજેશ ટોપેનું નિવેદન
Salman Khan
TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 14, 2021 | 6:23 PM
Share

મુંબઈમાં રસીકરણ (Vaccination in Mumbai) માટે પાત્રતા ધરાવતા 100 ટકા લોકોને રસીનો પ્રથમ ડોઝ મળી ગયો છે. દેશમાં આવો રેકોર્ડ બનાવનાર મુંબઈ પ્રથમ મહાનગર છે. મુંબઈમાં 65 ટકા લોકોએ રસીનો બીજો ડોઝ પણ લીધો છે. સમગ્ર મહારાષ્ટ્રની વાત કરીએ તો રસીકરણની બાબતમાં તે દેશના અગ્રણી રાજ્યોમાંનું (Vaccination in Maharashtra) એક છે.

પરંતુ ઔરંગાબાદ જેવા કેટલાક જિલ્લાઓમાં રસીકરણની ગતિ ઘણી ધીમી છે. કેટલાક વિસ્તારો એવા છે જ્યાં રસીકરણની ગતિ ધીમી પડી રહી છે, જ્યાં મુસ્લિમોની સંખ્યા નોંધપાત્ર છે. આવી સ્થિતિમાં રસીકરણ અંગે જાગૃતિ વધારવા માટે મહારાષ્ટ્ર સરકાર ભાઈજાન તરીકે જાણીતા સુપરસ્ટાર સલમાન ખાનની (Salman Khan) મદદ લેવાનું વિચારી રહી છે. મહારાષ્ટ્રના સ્વાસ્થ્ય મંત્રી રાજેશ ટોપેએ (Rajesh Tope) આ માહિતી આપી છે. આ માટે સલમાન ખાનનો સંપર્ક કરવામાં આવી રહ્યો છે.

મહારાષ્ટ્રમાં એન્ટિ-કોરોના વાયરસ રસીનો બીજો ડોઝ લેનારા લોકોની સંખ્યા લગભગ 35 ટકા છે. એટલે કે રસી લેવા માટે લાયક 35 ટકા લોકોને બીજો ડોઝ મળ્યો છે. જો આ આંકડામાં સુધારો કરવો હોય અને રસીકરણની ઝુંબેશને વેગ આપવો હોય તો કોવિશિલ્ડ રસીના (Covishield vaccine) બે ડોઝ વચ્ચેનું અંતર ઘટાડવું જરૂરી છે.

મહારાષ્ટ્રના આરોગ્ય મંત્રી રાજેશ ટોપેએ કેન્દ્ર સરકારને આ પ્રસ્તાવ મૂક્યો છે. તેમણે કહ્યું કે તેમણે કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવિયાને (Mansukh Mandaviya) પણ પોતાનો અભિપ્રાય આપ્યો છે. તેમણે આ પ્રસ્તાવ મનસુખ માંડવિયાને વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા શુક્રવારે યોજાયેલી મહત્વની બેઠકમાં આપ્યો હતો.

કોવિશિલ્ડ રસીના બે ડોઝ વચ્ચે 84 દિવસનું અંતર ઘટાડવું જોઈએ – રાજેશ ટોપે

ટોપેએ કહ્યું કે કોવેક્સીનના બે ડોઝ વચ્ચેનું અંતર 28 દિવસનો છે જ્યારે કોવિશિલ્ડ રસીના બે ડોઝ વચ્ચેનું અંતર 84 દિવસનો છે. શું આ અંતર ઘટાડી શકાય? આ અંગે નિષ્ણાતો સાથે વાત કરવાની જરૂર છે. આમાં ICMR અને તેના પર સંશોધન કરી રહેલી અન્ય સંસ્થાઓનો અભિપ્રાય મહત્વપૂર્ણ રહેશે.

30 નવેમ્બર સુધીમાં રાજ્ય સરકાર રસીકરણ માટે પાત્રતા ધરાવતા 100% લોકોને રસીનો પ્રથમ ડોઝ આપવાનો પ્રયાસ કરી રહી છે. આ માટે હાલ પ્રથમ ડોઝ બેથી અઢી કરોડ લોકોને આપવામાં આવશે. રસી માટે કડકતા કાયદાકીય રીતે કરી શકાતી નથી, પરંતુ તે જનહિત માટે જરૂરી છે. આ માટે કાયદાની મદદ કેવી રીતે લઈ શકાય તે અંગે રાજ્યના એડવોકેટ જનરલની સલાહ લેવામાં આવી રહી છે.

પત્રકારો સાથે વાત કરતા આરોગ્ય મંત્રીએ કહ્યું કે રસી અંગે લોકોમાં જે આશંકા છે તે પાયાવિહોણી છે. ધાર્મિક વ્યક્તિને રસીની જરૂર નથી અથવા રસી તેમના માટે ફાયદાકારક નથી એવું માનવું એ અંધશ્રદ્ધા અને અજ્ઞાનતા છે. તેને દૂર કરવાની જરૂર છે. આ માટે લોકોમાં જાગૃતિ આવે તે જરૂરી છે. આ માટે સલમાન ખાન જેવા સુપરસ્ટારની મદદ લેવાનો પ્રયાસ થઈ શકે છે.

આ પણ વાંચો :  કોરોનાથી સાજા થયેલા લોકો બની રહ્યા છે ડાયાબિટીસનો શિકાર, જાણો શું છે તેની પાછળનું કારણ ?

Follow Us
વડોદરામાં પરંપરાગત ગરબા નિહાળી વિદેશી ડેલિગેટ્સ થયા મંત્રમુગ્ધ
વડોદરામાં પરંપરાગત ગરબા નિહાળી વિદેશી ડેલિગેટ્સ થયા મંત્રમુગ્ધ
નવરાત્રિમાં માત્ર 8 દિવસ ખૂલતું જૂનાગઢનું અનોખું શક્તિપીઠ!
નવરાત્રિમાં માત્ર 8 દિવસ ખૂલતું જૂનાગઢનું અનોખું શક્તિપીઠ!
જામનગરના સળગતા અંગારા પર રાસ ગરબા-જુઓ વીડિયો
જામનગરના સળગતા અંગારા પર રાસ ગરબા-જુઓ વીડિયો
સરકારી અધિકારીઓ અમને અંદરની માહિતી આપી રહ્યા છે: રાહુલ ગાંધી
સરકારી અધિકારીઓ અમને અંદરની માહિતી આપી રહ્યા છે: રાહુલ ગાંધી
અમરેલીમાં તેલનું ટેન્કર પલટ્યું, તેલ લેવા માટે લોકોએ કરી પડાપડી
અમરેલીમાં તેલનું ટેન્કર પલટ્યું, તેલ લેવા માટે લોકોએ કરી પડાપડી
જો કોઈ મોટી દુર્ઘટના થાય તો ખેલૈયાઓની સુરક્ષાની જવાબદારી કોની?
જો કોઈ મોટી દુર્ઘટના થાય તો ખેલૈયાઓની સુરક્ષાની જવાબદારી કોની?
નવસારી મહાનગરપાલિકામાં 600થી વધુ કર્મચારીઓની હડતાળ
નવસારી મહાનગરપાલિકામાં 600થી વધુ કર્મચારીઓની હડતાળ
વડોદરા યુનાઈટેડ વે ગરબામાં પ્રથમ નોરતે મોબાઈલ ચોરીનો વિવાદ
વડોદરા યુનાઈટેડ વે ગરબામાં પ્રથમ નોરતે મોબાઈલ ચોરીનો વિવાદ
દિલ્લી-NCRમાં વાતાવરણમાં પલટો, ધોધમાર વરસાદથી રસ્તાઓ પર પાણી ભરાયાં
દિલ્લી-NCRમાં વાતાવરણમાં પલટો, ધોધમાર વરસાદથી રસ્તાઓ પર પાણી ભરાયાં
મોરબીના હળવદમાં જૂથ અથડામણ, રસ્તા પરની બોલાચાલી
મોરબીના હળવદમાં જૂથ અથડામણ, રસ્તા પરની બોલાચાલી
g clip-path="url(#clip0_868_265)">