દિવાળી બાદ ક્રિસમસનાં તહેવાર પહેલા ખરીદીમાં ઉત્સાહનો અભાવ, સુરતનાં કપડા વેપારીઓમાં ચિંતાનું મોજુ

દિવાળી બાદ ક્રિસમસનાં તહેવાર પહેલા ખરીદીમાં ઉત્સાહનો અભાવ, સુરતનાં કપડા વેપારીઓમાં ચિંતાનું મોજુ

કોરોનાની મહામારીને પગલે તમામ ધંધા રોજગારને ગ્રહણ લાગ્યું છે. અનલોક દરમિયાન સુરતના કાપડ ઉદ્યોગને આશા અપેક્ષાઓ હતી કે વિદેશમાંથી પણ ખરીદદારો ખરીદી માટે આવશે, જોકે દિવાળી બાદ ક્રિસમસનાં તહેવાર પહેલા જોઈએ તેવી ખરીદી ન આવતા ઉદ્યોગકારોમાં નિરાશા ફેલાઈ છે. કોરોનાની મહામારીનો ફટકો મોટાભાગે તમામ ઉદ્યોગ-ધંધાઓને થયો છે. જેમાંથી સુરતનો કાપડ ઉદ્યોગ પણ બાકાત નથી. કોરોનાની […]

Pinak Shukla

|

Dec 18, 2020 | 5:54 PM

કોરોનાની મહામારીને પગલે તમામ ધંધા રોજગારને ગ્રહણ લાગ્યું છે. અનલોક દરમિયાન સુરતના કાપડ ઉદ્યોગને આશા અપેક્ષાઓ હતી કે વિદેશમાંથી પણ ખરીદદારો ખરીદી માટે આવશે, જોકે દિવાળી બાદ ક્રિસમસનાં તહેવાર પહેલા જોઈએ તેવી ખરીદી ન આવતા ઉદ્યોગકારોમાં નિરાશા ફેલાઈ છે.

કોરોનાની મહામારીનો ફટકો મોટાભાગે તમામ ઉદ્યોગ-ધંધાઓને થયો છે. જેમાંથી સુરતનો કાપડ ઉદ્યોગ પણ બાકાત નથી. કોરોનાની મહામારી ફેલાતા માર્ચ મહિનાથી સુરત સહિત દેશભરમાં ધંધા રોજગારો પર તાળા લાગી ગયા હતા. સરકાર તરફથી લૉકડાઉન લાગૂ કરતાં સુરતના કાપડ ઉદ્યોગને મોટો ફટકો પડ્યો હતો કારણ કે કારીગરો વતન ચાલ્યા ગયા હતા. હાલમાં અનલોક ચાલી રહ્યું છે અને ધંધા રોજગાર પણ ધીમે ધીમે શરુ થયા છે, જો કે સુરતના કાપડ ઉદ્યોગમાં હજુ સારા દિવસો નથી આવ્યા દિવાળીમાં સારી ખરીદી ન થઈ તો ક્રિસમસ દરમિયાન ખરીદી થશે તેવી આશા હતી પરંતુ તે પણ ઠગારી નીવડી છે.

સુરતમાં બનતા કાપડનો મોટો ભાગ એક્સપોર્ટ થતો હોય છે. બીજી તરફ સરકાર તરફથી 20 હજાર કોરોડનું જે પેકેજ જાહેર કરવામાં આવ્યું છે, તેનો પણ કોઈ ફાયદો વેપારીઓ અને ઉદ્યોગકારોને થયો નથી, કારણ કે બેંકો લોન આપવામાં ઠાગા-ઠૈયા કરી રહી છે. વેપારીઓ અને ઉદ્યોગકારોની માગ છે કે જો યોજનાનો લાભ ઉદ્યોગકારોને નહીં મળે તો, ઉદ્યોગોને તો નુકસાન થશે જ સાથે સરકારને પણ તેની અસર થશે.

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati