Adani Wilmar IPO: 8 ફેબ્રુઆરીએ આઈપીઓનું લિસ્ટીંગ, GMPમાં ઘટાડાને કારણે કમાણીની આશા નહીવત
અદાણી વિલ્મર આઈપીઓના જીએમપીમાં સતત ઘટાડો થઈ રહ્યો હોવાથી મંગળવારે લિસ્ટિંગ દરમિયાન ઘણી કમાણી થવાની શક્યતાઓ હવે ઓછી છે. છેલ્લા ચાર દિવસથી જીએમપીમાં ઘટાડો થવાનો ટ્રેન્ડ ચાલુ છે.
અદાણી વિલ્મર આઈપીઓ (Adani Wilmar IPO) આવતીકાલે એટલે કે 8 ફેબ્રુઆરીએ લિસ્ટ થવા જઈ રહ્યો છે. લિસ્ટિંગના એક દિવસ પહેલા શેરબજારમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. સેન્સેક્સ અને નિફ્ટી બંને ઈન્ડેક્સ દબાણ હેઠળ છે. નિફ્ટીમાં 200 પોઈન્ટ સુધીનો ઘટાડો જોવા મળી રહ્યો છે. વાસ્તવમાં છેલ્લા 4 દિવસથી શેરબજારોમાં ઘટાડાનો ટ્રેન્ડ ચાલી રહ્યો છે. જેની અસર અદાણી વિલ્મર આઈપીઓના ગ્રે માર્કેટ પ્રીમિયમ (GMP) પર પણ જોવા મળી રહી છે. એવી અપેક્ષા હતી કે આજે અદાણી વિલ્મરના જીએમપીમાં સુધારો જોવા મળી શકે છે. પરંતુ આજે પણ ઘટાડો ચાલુ છે.
જીએમપી ઘટવાથી કમાણીની આશા ઓછી
અદાણી વિલ્મર IPO પાસેથી રોકાણકારોને ઘણી અપેક્ષાઓ છે. પરંતુ ઘટી રહેલા જીએમપીથી લોકો નિરાશ છે, જો બજાર આ રીતે પ્રતિક્રિયા આપશે, તો રોકાણકારો મંગળવારે નિરાશ થઈ શકે છે. આંકડા અનુસાર, સોમવારે ગ્રે માર્કેટમાં અદાણી વિલ્મરનો શેર ઘટાડા સાથે 28 રૂપિયાના પ્રીમિયમ પર ટ્રેડ થઈ રહ્યો છે. તમને જણાવી દઈએ કે, રવિવારે પણ અદાણી વિલ્મર આઈપીઓનો GMP માત્ર 28 રૂપિયા હતો. આવી સ્થિતિમાં, આવતીકાલે હવે મોટી કમાણી એટલે કે લિસ્ટિંગમાં મોટો ફાયદો થવાની આશા ઓછી છે. હવે તમામની નજર આવતીકાલે તેના લિસ્ટિંગ પર રહેશે.
જો આપણે ઘટતા જીએમપી વિશે વાત કરીએ તો શનિવારે અદાણી ગ્રુપની પેટાકંપની અદાણી વિલ્મરના આઈપીઓનો જીએમપી 30 રૂપિયા હતો. જ્યારે ત્રણ દિવસ પહેલા જીએમપી 45 રૂપિયા હતો. એટલું જ નહીં, એક સમયે આ કંપનીને ગ્રે માર્કેટમાં 100 રૂપિયાથી વધુનું પ્રીમિયમ મળતું હતું.
અદાણી વિલ્મરનો IPO 27 જાન્યુઆરીએ ખુલ્યો હતો અને 31 જાન્યુઆરીએ બંધ થયો હતો. તે 17 થી વધુ વખત સબ્સ્ક્રાઇબ થયું હતું. કંપનીએ IPO પહેલા એન્કર રોકાણકારો પાસેથી 940 કરોડ રૂપિયા એકત્ર કર્યા હતા. આ IPO માટે પ્રાઇસ બેન્ડ 218 થી 230 રૂપિયા નક્કી કરવામાં આવી હતી. કંપની આ ઈસ્યુમાંથી 3,600 કરોડ રૂપિયા એકત્ર કરવામાં સફળ રહી છે.
કંપનીના મુખ્ય પ્રોડક્ટ્સ
અદાણી વિલ્મરના ખાદ્ય તેલમાં ઘણા ઉત્પાદનો છે. ફોર્ચ્યુન ઓઈલ ઘર ઘરની પસંદ છે. આ ઉપરાંત, કંપની ચોખા, સોયાબીન, ચણાનો લોટ, કઠોળ, શાકભાજી, ખીચડી, સાબુ, લોટ, ખાંડ સહિત ડઝનેક પ્રોડક્ટ તૈયાર કરે છે. મોટાભાગના ઉત્પાદનો ફોર્ચ્યુન બ્રાન્ચ નામ હેઠળ આવે છે. તે ખાદ્ય તેલના બજારમાં દેશનું સૌથી મોટું વિતરણ નેટવર્ક ધરાવે છે. તે ખાદ્ય તેલના બજારમાં દેશનું સૌથી મોટું વિતરણ નેટવર્ક ધરાવે છે.
તેની પ્રોડક્ટ દેશભરમાં લગભગ 15 લાખ રિટેલ આઉટલેટ્સ પર ઉપલબ્ધ છે. સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખીને કંપનીએ સ્પેશિયલ ઓઈલ રાઇસ બ્રાન્ડ અને વિવો લોન્ચ કર્યા છે. જ્યારે કંપનીની અન્ય ખાદ્યતેલ બ્રાન્ડ રૂપચંદા બાંગ્લાદેશમાં માર્કેટ લીડર છે. કંપનીની ત્યાં બે મોટી રિફાઇનરીઓ પણ છે.
આ પણ વાંચો : NCLAT એમેઝોનના CCIના આદેશ સામેની અરજી પર સુનાવણી કરશે, ફ્યુચર કૂપન્સની ડીલને કરી હતી સ્થગિત