NCLAT એમેઝોનના CCIના આદેશ સામેની અરજી પર સુનાવણી કરશે, ફ્યુચર કૂપન્સની ડીલને કરી હતી સ્થગિત
નેશનલ કંપની લો એપેલેટ ટ્રિબ્યુનલ (NCLAT) 14 ફેબ્રુઆરીએ વેપાર નિયમનકાર CCIના આદેશ પર સ્ટે મૂકવાની ઈ-કોમર્સ કંપની Amazonની વચગાળાની અરજી પર સુનાવણી કરશે.

નેશનલ કંપની લો એપેલેટ ટ્રિબ્યુનલ (NCLAT) 14 ફેબ્રુઆરીએ વેપાર નિયમનકાર CCIના આદેશ પર સ્ટે મૂકવાની ઈ-કોમર્સ કંપની (E Commerce) એમેઝોન (Amazon) ની વચગાળાની અરજી પર સુનાવણી કરશે. કોમ્પિટિશન કમિશન ઓફ ઈન્ડિયા (CCI) એ એમેઝોનની ફ્યુચર કૂપન્સ પ્રાઈવેટ લિમિટેડ (FCPL) સાથેની ડીલ માટે બે વર્ષથી વધુ જૂની મંજૂરીને સ્થગિત કરી દીધી હતી. આ મામલામાં સોમવારે ત્રણ સભ્યોની બેંચે વચગાળાનો આદેશ પસાર કરવા માટે એમેઝોનની અરજીને 14 ફેબ્રુઆરીએ લિસ્ટ કરવાનો આદેશ આપ્યો હતો. ખંડપીઠે ગયા વર્ષે ડિસેમ્બરમાં કોમ્પિટિશન કમિશન ઓફ ઈન્ડિયા દ્વારા આ મુદ્દે કોઈ નિર્ણય લેવામાં ન આવે ત્યાં સુધી આપેલા આદેશ પર સ્ટે મૂકવાનો પણ નિર્દેશ આપ્યો છે.
NCLAT બેન્ચે કહ્યું કે નોંધાયેલ મામલાને 14 ફેબ્રુઆરીએ સુનાવણી માટે સૂચિબદ્ધ કરવાનો નિર્દેશ આપવામાં આવ્યો છે. એપેલેટ ટ્રિબ્યુનલે કોન્ફેડરેશન ઓફ ઓલ ઈન્ડિયા ટ્રેડર્સ (CAIT) અને ઓલ ઈન્ડિયા કન્ઝ્યુમર પ્રોડક્ટ ડિસ્ટ્રિબ્યુટર્સ ફેડરેશન દ્વારા દાખલ કરવામાં આવેલી અપીલોની યાદી સમાન તારીખે આપવાનો પણ નિર્દેશ આપ્યો છે.
નોંધનીય છે કે, ડિસેમ્બર 2021 માં, સીસીઆઈએ એમેઝોન-એફસીપીએલ કરારને એમ કહીને સ્થગિત કરી દીધો, કે ઈ-કોમર્સ અગ્રણીએ તે સમયે ટ્રાન્ઝેક્શન માટે મંજૂરી માંગતી વખતે માહિતીને દબાવી દીધી હતી.
કેવી રીતે શરૂ થયો કંપનીઓ વચ્ચે વિવાદ ?
તમને જણાવી દઈએ કે ઓગસ્ટ 2019માં, એમેઝોને ફ્યુચર રિટેલની પ્રમોટર કંપની, ફ્યુચર કુપન્સમાં લગભગ 1,500 કરોડ રૂપિયામાં 49 ટકા હિસ્સો ખરીદ્યો હતો. એમેઝોને ફ્યુચર સાથે એક કરાર પણ કર્યો હતો કે તે 3 થી 10 વર્ષ વચ્ચેની માહિતીની વિગતો પણ ખરીદી શકે છે. ફ્યુચર ગ્રૂપની BSE લિસ્ટેડ કંપની ફ્યુચર રિટેલમાં ફ્યુચર કૂપન્સ 7.3 ટકા હિસ્સો ધરાવે છે.
એક વર્ષ પછી, ઓગસ્ટ 2020 માં, ફ્યુચર ગ્રૂપે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ સાથે 3.4 બિલિયન ડોલર એસેટ-સેલ ડીલ પર હસ્તાક્ષર કર્યા હતા. 29 ઓગસ્ટ 2020 ના રોજ, ફ્યુચર ગ્રૂપે રિલાયન્સ સાથેના તેના કરારની જાહેરાત કરી, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ સાથે તેનો કરાર 24,713 કરોડ રૂપિયાનો છે. ત્યારથી આ વિવાદ શરૂ થયો હતો.
એમેઝોને સિંગાપોરના ઇન્ટરનેશનલ આર્બિટ્રેશન સેન્ટરમાં ફ્યુચર-રિલાયન્સ ડીલ સામે પોતાનો વાંધો મૂક્યો છે. આ સુનાવણી રદ કરવાની માંગ ફ્યુચર ગ્રુપ દ્વારા કરવામાં આવી હતી. એમેઝોને ઓક્ટોબર 2020માં આ મામલો સિંગાપોર આર્બિટ્રેશન સેન્ટર સમક્ષ મુક્યો હતો. એમેઝોનનું કહેવું છે કે FRL એ રિલાયન્સ ગ્રુપની કંપની રિલાયન્સ રિટેલ સાથે 24,500 કરોડ રૂપિયાનો વેચાણ કરાર કરીને 2019માં તેની સાથે થયેલા રોકાણ કરારનું ઉલ્લંઘન કર્યું છે.
આ પણ વાંચો : Share Market Crash : સપ્તાહના પહેલા દિવસે કડાકો બોલ્યો, Sensex 1023 અને Nifty 302 અંક ઘટાડા સાથે બંધ થયા