અદાણી ગ્રુપનો ઘટી રહ્યો છે ગ્રાફ, 180 મિનિટમાં 25 હજાર કરોડ ગુમાવ્યાં
બીએસઈના ડેટા અનુસાર અદાણી ગ્રુપની 7 મોટી કંપનીઓમાંથી 5 કંપનીના શેરમાં 5 ટકાની નીચલી સર્કિટ છે. બાકીની બે કંપનીઓના શેરમાં ઘટાડો જોવા મળ્યો છે.
સોમવારે પણ અદાણી ગ્રુપની કંપનીઓના શેરના ગ્રાફમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. જેના કારણે ગૌતમ અદાણીએ નેટવર્થમાંથી માત્ર 3 કલાક એટલે કે 180 મિનિટમાં જ 25 હજાર કરોડ રૂપિયા ગુમાવ્યા છે. બીએસઈના ડેટા અનુસાર અદાણી ગ્રુપની 7 મોટી કંપનીઓમાંથી 5 કંપનીના શેરમાં 5 ટકાની નીચલી સર્કિટ છે. બાકીની બે કંપનીઓના શેરમાં ઘટાડો છે. ફોર્બ્સની યાદી અનુસાર હાલમાં ગૌતમ અદાણી વિશ્વમાં 22મા સ્થાને આવી ગયા છે. આપને એ પણ જણાવીએ કે, આજે સવારે 9.15 થી 12.15 વાગ્યા સુધીના ત્રણ કલાકમાં જ અદાણી ગ્રુપ અને તેના માલિક ગૌતમ અદાણીને કેટલુ નુકસાન થયું છે ?
ગ્રુપ કંપનીઓને 3 કલાકમાં નુકસાન
- અદાણી એન્ટરપ્રાઈઝના શેરમાં 7 ટકાથી વધુનો ઘટાડો નોંધાયો છે, અને તેની કિંમત 1714.60 રૂપિયા થઈ ગઈ છે.
- અદાણી પોર્ટ એન્ડ સેઝનો શેર 5.52 ટકાના ઘટાડા સાથે રૂ. 551.60 પર ટ્રેડ થઈ રહ્યો છે.
- અદાણી પાવરના શેરમાં 5 ટકાની નીચલી સર્કિટ લાગી છે, ત્યારબાદ ભાવ રૂ. 156.10 પર ટ્રેડ થઈ રહ્યો છે.
- અદાણી ટ્રાન્સમિશનના શેરમાં 5 ટકાની નીચલી સર્કિટ લાગી છે, ત્યારબાદ ભાવ રૂ. 1126.85 પર ટ્રેડ થઈ રહ્યો છે.
- અદાણી ગ્રીન એનર્જીના શેરમાં 5 ટકાની નીચલી સર્કિટ લાગી છે, ત્યારબાદ ભાવ રૂ. 687.75 પર ટ્રેડ થઈ રહ્યો છે.
- અદાણી ટોટલ ગેસના શેરમાં 5 ટકાની નીચલી સર્કિટ લાગી છે, ત્યારબાદ ભાવ રૂ. 1195.35 પર ટ્રેડ થઈ રહ્યો છે.
- અદાણી વિલ્મરના શેરમાં 5 ટકાની નીચલી સર્કિટ લાગી છે, ત્યારબાદ ભાવ રૂ. 414.30 પર ટ્રેડ થઈ રહ્યો છે.
અદાણીની નેટવર્થ 25 હજારથી વધુ છે
જ્યારે બપોરે 12.15 વાગ્યા સુધી અદાણી ગ્રૂપની કંપનીઓના શેર 5% થી 7% સુધી ઘટતા જોવા મળ્યા હતા, ત્યાં સુધીમાં ગૌતમ અદાણીની નેટવર્થમાં પણ 5% થી વધુનો ઘટાડો જોવા મળ્યો હતો. ફોર્બ્સના રિપોર્ટ અનુસાર આ સમયગાળા દરમિયાન 3.1 અબજ ડોલર એટલે કે 25 હજાર કરોડ રૂપિયાથી વધુનો ઘટાડો જોવા મળ્યો છે. મતલબ કે દર મિનિટે 142 કરોડ રૂપિયાનું નુકસાન થઈ રહ્યું છે. ગૌતમ અદાણીની કુલ નેટવર્થ $55 બિલિયનની નીચે આવી ગઈ છે.