AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

અદાણી ગ્રીન સોલર એનર્જી કોર્પોરેશન સાથે 8000 મેગાવોટના ઉત્પાદનને સાંકળતા ટેન્ડર માટે પાવર પરચેઝ એગ્રીમેન્ટ સંપન્ન

અદાણી ગ્રીન સોલર એનર્જી કોર્પોરેશન સાથે 8000 મેગાવોટના સમગ્ર ઉત્પાદનને સાંકળતા ટેન્ડર માટે પાવર પરચેઝ એગ્રીમેન્ટ સંપન્ન કરવામાં આવ્યો છે. જેમા 25 વર્ષ માટે 1799 મેગાવોટ સોલાર પાવર પુરો પાડવાને સાંકળતો કરાર છે.

અદાણી ગ્રીન સોલર એનર્જી કોર્પોરેશન સાથે 8000 મેગાવોટના ઉત્પાદનને સાંકળતા ટેન્ડર માટે પાવર પરચેઝ એગ્રીમેન્ટ સંપન્ન
TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 25, 2023 | 4:06 PM
Share

ભારતની વિરાટ અને વિશ્વના અગ્રણી રિન્યુએબલ એનર્જીના ક્ષેત્રમાં ગજું કાઢનાર અદાણી ગ્રીન એનર્જી લિ. (AGEL)એ 1,799 મેગાવોટ સોલાર પાવર સપ્લાય કરવા માટે સોલાર એનર્જી કોર્પોરેશન ઓફ ઈન્ડિયા (SECI) સાથે પાવર પરચેઝ એગ્રીમેન્ટ (PPA) ના અમલીકરણની જાહેરાત કરી છે. જૂન 2020 માં SECI દ્વારા તેને આપવામાં આવેલ સમગ્ર 8,000 MWના ઉત્પાદનને સાંકળતા સોલાર ટેન્ડર માટે પાવર ઑફ ટેક ટાઈ-અપ આ બાકી PPA પર હસ્તાક્ષર કરવા સાથે અદાણી ગ્રીન એનર્જીએ પૂર્ણ કર્યું છે, જે વિશ્વનું સૌથી મોટું સોલાર ટેન્ડર હોવાનો રેકોર્ડ નોંધાવ્યો છે.

બે ગિગાવોટના PV સેલ અને મોડ્યુલ ઉત્પાદન સુવિધાઓની સ્થાપનાના સમાવેશ સાથે અદાણી ગ્રીન એનર્જી લિ.એ સોલાર એનર્જી કોર્પોરેશન ઓફ ઇંડીયા સાથેના ઉત્પાદન-સંકલિત સોલાર પીવી ટેન્ડરની કંપનીની પ્રતિબદ્ધતાઓ પરત્વે પ્રગતિ કરી છે. અદાણી એનર્જીએ તેની સહયોગી કંપની મુન્દ્રા સોલર એનર્જી લિ. (MSEL) દ્વારા વાર્ષિક 2 ગિગાવોટની ક્ષમતા સાથે સોલાર પીવી સેલ અને મોડ્યુલ મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટ કાર્યરત કરી દીધો છે. ગુજરાતના મુન્દ્રા ખાતે આવેલ આ પ્લાન્ટમાં AGEL તેની સંપૂર્ણ માલિકીની પેટાકંપની અદાણી રિન્યુએબલ એનર્જી હોલ્ડિંગ ફોર લિ. દ્વારા MSEL ના 26% શેર ધરાવે છે.

અદાણી ગ્રીન એનર્જી લિ.ના મુખ્ય કારોબારી અધિકારી અમિત સિંઘે કહયું હતું કે “અદાણી ગ્રીન માત્ર ભારતના ડીકાર્બોનાઇઝેશન લક્ષ્યોને પામવા માટે જ નહીં પરંતુ આત્મનિર્ભર ભારતના સપનાને સાકાર કરવામાં પણ યોગદાન આપવા માટે પ્રતિબદ્ધ છે. અમે સૌથી મોટા ગ્રીન પીપીએને આખરી કરવા સાથે ટકાઉ ઊર્જા લેન્ડસ્કેપને સક્ષમ કરતા આનંદ અનુભવીએ છીએ.અદાણી ગ્રીને હવે આ સાથે 19.8 GW ના PPA સાથે જોડાણ કર્યું છે અને તેના 20.6 GW લૉક-ઇન પોર્ટફોલિયોમાં બાકીની મર્ચન્ટ ક્ષમતા છે.

ભારતના સંસાધન સમૃદ્ધ વિસ્તારોમાં બે લાખ એકરથી વધુ જમીન પહેલેથી જ આવરી લેવાયેલી હોવાથી 2030 સુધીમાં 45 ગીગાવોટ ક્ષમતાના અમલ માટે પોર્ટફોલિયો સંપૂર્ણપણે જોખમમુક્ત છે. ચાલુ દાયકાના અંત સુધીમાં 500 ગિગાવોટની બિન-અશ્મિભૂત ઇંધણ ક્ષમતાના ભારતના લક્ષ્યાંકને અનુરૂપ અદાણી ગ્રીન 45 GW થી વધુ રિન્યુએબલ એનર્જી પહોંચાડવા માટે પ્રતિબદ્ધ છે. અમારા હાલના ઓપરેટિંગ પોર્ટફોલિયો કરતાં આ પાંચ ગણો વધારો છે. સસ્તી અને સુલભ સ્વચ્છ ઊર્જા પૂરી પાડવાના અમારા સંકલ્પની આ બાબત પુનઃપુષ્ટી કરે છે.” એમ તેમણે ઉમેર્યું હતું.

IPLમાં બાંગ્લાદેશી ખેલાડીઓને તક અપાતા BCCIની ભૂમિકા અંગે વિરોધ
IPLમાં બાંગ્લાદેશી ખેલાડીઓને તક અપાતા BCCIની ભૂમિકા અંગે વિરોધ
રીલના રોમાંચમાં કાયદાનો તમાશો! બે દિવસમાં 10ની ધરપકડ
રીલના રોમાંચમાં કાયદાનો તમાશો! બે દિવસમાં 10ની ધરપકડ
રાજકોટની મુખ્ય બજારોના વેપારીઓ ફેરિયાઓ સામે લડી લેવાના મૂડમાં
રાજકોટની મુખ્ય બજારોના વેપારીઓ ફેરિયાઓ સામે લડી લેવાના મૂડમાં
ચાઈનીઝ દોરીની ફેકટરી સુધી કેવી રીતે પહોંચી અમદાવાદ ગ્રામ્ય SOG, જાણો
ચાઈનીઝ દોરીની ફેકટરી સુધી કેવી રીતે પહોંચી અમદાવાદ ગ્રામ્ય SOG, જાણો
શેત્રુંજી પર્વત પર સાવજ જોવા મળ્યો, યાત્રિકોમાં ભયનો માહોલ
શેત્રુંજી પર્વત પર સાવજ જોવા મળ્યો, યાત્રિકોમાં ભયનો માહોલ
નિર્માણાધીન બ્રિજનો ભાગ ધરાશાયી
નિર્માણાધીન બ્રિજનો ભાગ ધરાશાયી
અમદાવાદમાં બેવડી ઋતુના કારણે રોગચાળો વકર્યો,વાયરલ ઇન્ફેકશનના કેસ વધ્યા
અમદાવાદમાં બેવડી ઋતુના કારણે રોગચાળો વકર્યો,વાયરલ ઇન્ફેકશનના કેસ વધ્યા
જાહેરમાં ફટાકડા ફોડી નિયમનો ભંગ ઉદ્યોગપતિ વિરુદ્ધ નોંધાયો ગુનો
જાહેરમાં ફટાકડા ફોડી નિયમનો ભંગ ઉદ્યોગપતિ વિરુદ્ધ નોંધાયો ગુનો
આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા
આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
g clip-path="url(#clip0_868_265)">