AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Campa Cola માટે અંબાણીનો જબરદસ્ત પ્લાન, મુરલીની સ્પિનથી કોકા કોલા-પેપ્સીને ક્લીન બોલ્ડ કરશે

સિલોન બેવરેજીસનો શ્રીલંકા સ્થિત પ્લાન્ટ ત્યાંની સૌથી મોટી બેવરેજ કેનિંગ અને ફિલિંગ કંપનીઓ પૈકીની એક છે. તેની 300 મિલિયન પીણાના કેન ભરવાની ક્ષમતા  છે. સિલોન બેવરેજિસ વિશ્વભરની પીણા કંપનીઓને કેન સપ્લાય કરે છે. કંપનીનું પ્રતિ કલાક ઉત્પાદન 48000 કેનથી વધુ છે.

Campa Cola માટે અંબાણીનો જબરદસ્ત પ્લાન, મુરલીની સ્પિનથી કોકા કોલા-પેપ્સીને ક્લીન બોલ્ડ કરશે
TV9 Gujarati
| Edited By: | Updated on: May 02, 2023 | 8:19 AM
Share

રિલાયન્સ રિટેલ કેમ્પા કોલાને દેશમાં જોરદાર લોન્ચ કરવા માટે વિવિધ કંપનીઓ સાથે ડીલ કરી રહી છે. મુકેશ અંબાણીએ કેમ્પા કોલાને જાણીતી અને લોકપ્રિય બ્રાન્ડ બનાવવું  માટે એક ખાસ  યોજના પણ બનાવી છે. હવે કંપનીએ શ્રીલંકાની સિલોન બેવરેજીસ ઈન્ટરનેશનલ કંપની સાથે ભાગીદારી કરી છે. સિલોન બેવરેજીસ ઈન્ટરનેશનલની માલિકી આંતરરાષ્ટ્રીય ક્રિકેટના જાણીતા સ્પિનર ​​અને  શ્રીલંકન ક્રિક્ર્ટ ટીમના ભૂતપૂર્વ ખેલાડી મુથૈયા મુરલીધરનની છે. આ ડીલ કેમ્પા કોલાના વિસ્તરણમાં મદદ કરશે અને  કેમ્પા કોલાનું માર્કેટ વિસ્તરશે. આ ડીલ પછી કોકા કોલા અને પેપ્સીમાં તણાવ વધશે તે સ્વાભાવિક માનવામાં આવી રહ્યું છે. અગાઉથી જ રિલાયન્સની પ્રાઇસ વોરે હાલમાં બજાર ઉપર દબદબો જમાવીને બેઠેલી આ કોલ્ડ ડ્રિંક્સ કંપનીઓનું ટેન્શન વધારી દીધું છે.

 મુકેશ અંબાણીની યોજના શું છે?

રિલાયન્સ રિટેલના સૂત્રો ત્રંગથી મળતી માહિતી મુજબ  કેમ્પા કોલાના  કેનના કો-પેકિંગ માટે સિલોન બેવરેજીસ ઈન્ટરનેશનલ કામ હાથમાં લઈ શકે છે. આ ઉપરાંત  બંને કંપનીઓ વચ્ચે મેન્યુફેક્ચરિંગ યુનિટ સ્થાપવા માટે પણ સમજૂતી થઈ છે. અહીં સિલોન બેવરેજીસ ઇન્ટરનેશનલની કેટલીક બ્રાન્ડ્સના વિતરણ અધિકારો રિલાયન્સ કન્ઝ્યુમર પ્રોડક્ટ્સ (RCPL)ને મળે તેવી શક્યતા છે. શ્રીલંકાની સૌથી મોટી બેવરેજ કેન અને ફિલિંગ કંપનીઓ કેમ્પા કોલા માટે પેકિંગ કરશે તેવા અહેવાલ પ્રાપ્ત થઈ રહ્યા છે.

આ પણ વાંચો: શેરબજારમાંથી કમાણી કરવા માંગો છો? આ રીતે કરો પ્લાનિંગ અને મેળવો વધારે નફો

રિલાયન્સ રિટેલ વેન્ચર્સને મોટો ફાયદો થશે

સિલોન બેવરેજીસનો શ્રીલંકા સ્થિત પ્લાન્ટ ત્યાંની સૌથી મોટી બેવરેજ કેનિંગ અને ફિલિંગ કંપનીઓ પૈકીની એક છે. તેની 300 મિલિયન પીણાના કેન ભરવાની ક્ષમતા  છે. સિલોન બેવરેજિસ વિશ્વભરની પીણા કંપનીઓને કેન સપ્લાય કરે છે. કંપનીનું પ્રતિ કલાક ઉત્પાદન 48000 કેનથી વધુ છે. આ ડીલથી રિલાયન્સ રિટેલ વેન્ચર્સને મોટો ફાયદો થવાનો છે. કંપની નાના અને મધ્યમ કદના વિતરકો સુધી તેની પહોંચ ઝડપથી પહોંચાડવા માંગે છે. કંપની કોકા-કોલા અને પેપ્સિકો જેવા મોટા ખેલાડીઓ સાથે સીધો સામનો કરે છે. આ કંપનીઓ સામે સ્પર્ધા કરવા માટે કેમ્પા કોલાએ તેનું નેટવર્ક વિસ્તારવું પડશે અને સપ્લાયને ઝડપી બનાવવી પડશે. રિલાયન્સ આ ડીલથી મોટી પીણા કંપનીઓ સાથે સ્પર્ધા કરશે.

ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

બિઝનેસના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…

Follow Us
કોંગ્રેસની પ્રથમ યાદી જાહેર: 7 મહાનગરપાલિકા માટે 243 ઉમેદવારો મેદાને
કોંગ્રેસની પ્રથમ યાદી જાહેર: 7 મહાનગરપાલિકા માટે 243 ઉમેદવારો મેદાને
રસમલાઈ અને પોપટ છાપ ગોળના નમૂના ફેલ, ખાતા પહેલા સાવધાન!
રસમલાઈ અને પોપટ છાપ ગોળના નમૂના ફેલ, ખાતા પહેલા સાવધાન!
7 એપ્રિલે ગુજરાતમાં માવઠાની આગાહી: ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રમાં એલર્ટ
7 એપ્રિલે ગુજરાતમાં માવઠાની આગાહી: ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રમાં એલર્ટ
વડિયાના સુરવો ડેમનો દરવાજો ખોલાયો, ઉનાળે નદીઓ થઈ વહેતી
વડિયાના સુરવો ડેમનો દરવાજો ખોલાયો, ઉનાળે નદીઓ થઈ વહેતી
30 વર્ષના શાસન પછી પણ કોંગ્રેસીઓના ભરોસે કેમ ચાલે છે 'ભાજપ'?
30 વર્ષના શાસન પછી પણ કોંગ્રેસીઓના ભરોસે કેમ ચાલે છે 'ભાજપ'?
ઈન્કમટેક્સ વિભાગે ભોપાળું વાળ્યું! ફેરિયાને આપી અધધ 19.84 કરોડની નોટિસ
ઈન્કમટેક્સ વિભાગે ભોપાળું વાળ્યું! ફેરિયાને આપી અધધ 19.84 કરોડની નોટિસ
જુનાગઢમાં કડિયાવાડ વિસ્તારમાં ઈમારતનો ભાગ ધરાશાયી થતા મહિલના ગંભીર ઈજા
જુનાગઢમાં કડિયાવાડ વિસ્તારમાં ઈમારતનો ભાગ ધરાશાયી થતા મહિલના ગંભીર ઈજા
જુનાગઢમાં બિસમાર રસ્તાને કારણે દર્દીએ રસ્તા પર લેવી પડી સારવાર
જુનાગઢમાં બિસમાર રસ્તાને કારણે દર્દીએ રસ્તા પર લેવી પડી સારવાર
આજે તમારા માટે થોડો સમય કાઢો, તમારું સ્વાસ્થ્ય સંપૂર્ણ સ્વસ્થ રહેશે
આજે તમારા માટે થોડો સમય કાઢો, તમારું સ્વાસ્થ્ય સંપૂર્ણ સ્વસ્થ રહેશે
AMCનો આદેશ: હોટલોએ પનીર 'મિલ્ક' છે કે 'એનાલોગ' તે ફરજિયાત જણાવવું પડશે
AMCનો આદેશ: હોટલોએ પનીર 'મિલ્ક' છે કે 'એનાલોગ' તે ફરજિયાત જણાવવું પડશે
g clip-path="url(#clip0_868_265)">