AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Good News for Taxpayers: હવે Income Tax પોર્ટલની સમસ્યાઓના હલ માટે નહિ કરવો પડે લાંબો સમય ઇંતેજાર

નવી આવકવેરા વેબસાઇટમાં સતત સમસ્યાઓ અંગે નાણામંત્રીએ કહ્યું કે આગામી થોડા દિવસોમાં આ સમસ્યા દૂર થશે. નંદન નિલેકણી પોતે આ સમસ્યા પર નજર રાખી રહ્યા છે. મોટાભાગની સમસ્યાઓ હલ થઈ ગઈ છે.

Good News for Taxpayers: હવે Income Tax પોર્ટલની સમસ્યાઓના હલ માટે નહિ કરવો પડે લાંબો સમય ઇંતેજાર
ITR FILING
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 17, 2021 | 8:41 AM
Share

Good News for Taxpayers: કેન્દ્ર સરકારે કરદાતાઓ માટે એક નવી વેબસાઇટ બનાવી જેના દ્વારા સામાન્ય કરદાતા સરળતાથી જાતે ITR ફાઇલ કરી શકે. પરંતુ શરૂઆતથી જ ઇન્ફોસિસ દ્વારા બનાવવામાં આવેલી નવી વેબસાઇટ પર અનેક પ્રકારની સમસ્યાઓ આવતી રહી છે. દાવો કરવામાં આવે છે કે વેબસાઇટની ખામીઓ જલ્દી સુધારી દેવામાં આવી રહી છે પરંતુ હજુ સમસ્યાઓ ઠેરની ઠેર છે.

નાણામંત્રી નિર્મલા સીતારમણે એક નિવેદનમાં કહ્યું હતું કે નવા ટેક્સ પોર્ટલની તકનીકી મુશ્કેલીઓ આગામી 2 થી 3 અઠવાડિયામાં સુધારી દેવામાં આવશે. આ અગાઉ વેબસાઇટ નિર્માતા ઇન્ફોસિસે પણ દાવો કર્યો હતો કે તે વેબસાઇટની તમામ ખામીઓને સુધારવા માટે ઝડપથી કામ કરી રહી છે.

નવી આવકવેરા વેબસાઇટમાં સતત સમસ્યાઓ અંગે નાણામંત્રીએ કહ્યું કે આગામી થોડા દિવસોમાં આ સમસ્યા દૂર થશે. નંદન નિલેકણી પોતે આ સમસ્યા પર નજર રાખી રહ્યા છે. મોટાભાગની સમસ્યાઓ હલ થઈ ગઈ છે અને કેટલીક એવી સમસ્યા છે જે શક્ય તેટલી વહેલી તકે ઉકેલાઈ જશે.

મહેસૂલ સચિવ ટેક્સ પોર્ટલની ખામીઓ પર સતત નજર રાખી રહ્યા છે. હવે જૂના પોર્ટલ પર પાછા જઈ શકાય તેમ નથી કારણ કે તેનાથી ઘણી મૂંઝવણ થશે. નંદન નિલેકણી વેબસાઈટ પર ચાલી રહેલા કામ અંગે દર અઠવાડિયે અપડેટ મોકલે છે. જો ટેક્સ રિટર્નની સમયમર્યાદા લંબાવવામાં આવે તો તમને સૂચિત કરવામાં આવશે.

આર્થિક સુધારા અંગે નાણામંત્રીએ કહ્યું કે આગામી તહેવારોની સિઝનમાં આર્થિક મોરચે સારા સમાચાર આવશે. તેમણે કહ્યું કે અમારો પ્રયાસ ચાલુ છે અને અમે ત્રીજી લહેરને રોકવામાં સક્ષમ રહીશું. રસીકરણની મદદથી લોકોનો વિશ્વાસ મજબૂત થઈ રહ્યો છે. આગામી તહેવારોની સીઝનમાં માંગ વધશે અને આર્થિક સુધારાને વેગ મળશે. ફુગાવા અંગે તેમણે જણાવ્યું હતું કે ફુગાવાનો દર 2-6 ટકાની રેન્જમાં રહેશે તેવી સારી તક છે. રાજકોષીય પરિસ્થિતિ અંગે તેમણે જણાવ્યું હતું કે હાલમાં લોન લેતા પહેલા સરકારે કરેલી જાહેરાત મુજબ લોન લેવામાં આવી રહી છે.

આ પણ વાંચો :  ALERT! જો તમે ચેક દ્વારા ચૂકવણી કરો છો, તો સાવચેત રહેજો , નવી સિસ્ટમમાં કરશો ચૂક તો દંડનો સામનો કરવો પડી શકે છે

આ પણ વાંચો :  IPO : ડેટા એનાલિટિક્સ કંપની 600 કરોડ એકત્રિત કરવા IPO લાવશે, જાણો કંપની અને તેની યોજનાઓ વિશે

Follow Us
ગુજરાતમાં ફૂડ વિભાગની મોટી કાર્યવાહી, 6.12 લાખનું શંકાસ્પદ ઘી જપ્ત
ગુજરાતમાં ફૂડ વિભાગની મોટી કાર્યવાહી, 6.12 લાખનું શંકાસ્પદ ઘી જપ્ત
રાજ્યમાં હજુ સાત દિવસ વરસાદી માહોલ રહેવાની હવામાન વિભાગની આગાહી
રાજ્યમાં હજુ સાત દિવસ વરસાદી માહોલ રહેવાની હવામાન વિભાગની આગાહી
જુનાગઢના જોષીપુરા વિસ્તારના રહીશોનો ટીપી સ્કીમ સામે આક્રોશ
જુનાગઢના જોષીપુરા વિસ્તારના રહીશોનો ટીપી સ્કીમ સામે આક્રોશ
રાજકોટમાં રોડ ખોદકામ દરમિયાન ગેસ પાઇપલાઇનમાં લીકેજ
રાજકોટમાં રોડ ખોદકામ દરમિયાન ગેસ પાઇપલાઇનમાં લીકેજ
સ્વતંત્રતા દિવસ પૂર્વે સુરતમાં વિશાળ તિરંગા રેલીનું આયોજન
સ્વતંત્રતા દિવસ પૂર્વે સુરતમાં વિશાળ તિરંગા રેલીનું આયોજન
વડોદરામાં અક્ષર ગ્રીન્સના ફાયર NOCમાં છેડછાડનો ખુલાસો
વડોદરામાં અક્ષર ગ્રીન્સના ફાયર NOCમાં છેડછાડનો ખુલાસો
લલિતા જ્વેલરી IPO: 17 ઓગસ્ટથી ખુલશે ₹1700 કરોડનો ઈશ્યૂ
લલિતા જ્વેલરી IPO: 17 ઓગસ્ટથી ખુલશે ₹1700 કરોડનો ઈશ્યૂ
સુરત ડોક્ટરના આપઘાત કેસમાં મોટો ખુલાસો,7થી 9 ડોક્ટર બન્યા રેગિંગનો ભોગ
સુરત ડોક્ટરના આપઘાત કેસમાં મોટો ખુલાસો,7થી 9 ડોક્ટર બન્યા રેગિંગનો ભોગ
કલોલ-માણસા હાઈવે પર ONGC પ્લાન્ટમાં લાગી આગ, બોઈલર ફાટતા બની ઘટના
કલોલ-માણસા હાઈવે પર ONGC પ્લાન્ટમાં લાગી આગ, બોઈલર ફાટતા બની ઘટના
રજાઓમાં સાપુતારા ફરવા જવાનું છે? તો ગાડીની સ્પીડ ઓછી રાખજો
રજાઓમાં સાપુતારા ફરવા જવાનું છે? તો ગાડીની સ્પીડ ઓછી રાખજો
g clip-path="url(#clip0_868_265)">