Aadhaar-UAN Linking: આજે છેલ્લી તારીખ, વહેલી તકે લિંક કરો નહીંતર મુશ્કેલીમાં પડશો, જાણો પ્રક્રિયા

કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન (EPFO- Employees’ Provident Fund Organization) દ્વારા એક પરિપત્ર બહાર પાડવામાં આવ્યો હતો. આ પરિપત્ર મુજબ, દરેક કર્મચારી માટે યુનિવર્સલ એકાઉન્ટ નંબરને આધાર નંબર સાથે જોડવો ફરજિયાત બનાવવામાં આવ્યો છે.

Aadhaar-UAN Linking: આજે છેલ્લી તારીખ, વહેલી તકે લિંક કરો નહીંતર મુશ્કેલીમાં પડશો, જાણો પ્રક્રિયા
EPFO
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 30, 2021 | 11:11 AM

જો તમે નોકરી કરો છો તો તમારા માટે આ એક અગત્યના સમાચાર છે.  યુનિવર્સલ એકાઉન્ટ નંબર (UAN) ને આધાર કાર્ડ સાથે લિંક કરવાની સમય મર્યાદા 30 નવેમ્બર  છે. ​​કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન (EPFO- Employees’ Provident Fund Organization) દ્વારા એક પરિપત્ર બહાર પાડવામાં આવ્યો હતો. આ પરિપત્ર મુજબ, દરેક કર્મચારી માટે યુનિવર્સલ એકાઉન્ટ નંબરને આધાર નંબર સાથે જોડવો ફરજિયાત બનાવવામાં આવ્યો છે.

UAN અને આધાર ઓનલાઇન આ રીતે લિંક કરો

IPL 2024 : આઈપીએલની મિસ્ટ્રી ગર્લ કોણ જાણો , જુઓ ફોટો
યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
કેળા સાથે ભૂલથી પણ ના ખાતા આ વસ્તુઓ, ફાયદાને બદલે થશે નુકસાન
આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ લહેંગો, હાથમાં ચૂડો અને હેવી જ્વેલરી..લગ્નમાં પરી જેવી લાગી આરતી સિંહ
  • આધાર નંબરને EPF સાથે લિંક કરવા માટે, તમારે EPFO ​​પોર્ટલ epfindia.gov.in પર લોગીન કરવું પડશે.
  • ત્યાર બાદ ‘ઓનલાઈન સર્વિસીસ’ ઓપ્શન પર ક્લિક કરો ત્યારબાદ ‘ઈ-કેવાયસી પોર્ટલ’ અને ‘યુએએન આધાર લિંક’ પર ક્લિક કરો.
  • ત્યારબાદ તમારો UAN નંબર અને રજિસ્ટર્ડ મોબાઇલ નંબર દાખલ કરો. પછી OTP અને તમારો 12 અંકનો આધાર નંબર દાખલ કરો.
  • આ પછી તમારા આધાર વેરીફીકેશન માટે તમારા આધાર નંબર સાથે જોડાયેલા તમારા રજિસ્ટર્ડ મોબાઇલ નંબર પર OTP જનરેટ કરો.

ઓફલાઇન લિંક કરવાની પ્રક્રિયા

  • ઈપીએફઓ ઓફિસમાં જઈને Aadhaar Seeding Application ફોર્મ ભરો. તમામ વિગતો સાથે ફોર્મમાં તમારું UAN અને આધાર દાખલ કરો. ફોર્મ સાથે તમારો યુએએન, પેન અને આધારની સ્વ પ્રમાણિત નકલો જોડો.
  • તેને EPFO ​​અથવા કોમન સર્વિસ સેન્ટર (CSC) આઉટલેટની કોઈ પણ ફિલ્ડ ઓફિસમાં એક્ઝિક્યુટિવ પાસે જમા કરો.
  • યોગ્ય ચકાસણી પછી, તમારું આધાર તમારા EPF એકાઉન્ટ સાથે લિંક થઈ જશે. તમને આ માહિતી એક મેસેજ દ્વારા મળશે. જે મેસેજ તમારા રજિસ્ટર્ડ મોબાઇલ નંબર પર આવશે.

જો તમે તમારો UAN નંબર જાણો છો પણ તે એક્ટિવ નથી, તો પણ તમે તેની સેવાઓનો ઉપયોગ કરી શકશો નહીં. તેને કેવી રીતે એક્ટિવ કરવું તે જાણો.

  •  EPF મેમ્બર પોર્ટલ પર જાઓ અને “Activate UAN” પર ક્લિક કરો. બીજી બાજુ ઉમંગ એપ પર જઈને તમે EPFO ની UAN Activation under Employee Centric Services પર ક્લિક કરીને તેની સેવા ફરી શરૂ કરી શકો છો.
  •  આમાંથી કોઈપણ પસંદ કરો – UAN, સભ્ય ID, આધાર અથવા PAN.
  •  નામ, જન્મ તારીખ, મોબાઇલ નંબર અને ઇમેઇલ આઈડી જેવી અન્ય વિગતો સાથે “Get Authorization PIN” પર ક્લિક કરો.
  •  આ પછી EPFO સાથે નોંધાયેલા મોબાઈલ નંબર પર ઓથોરાઈઝેશન પિન આવશે.
  •  આ પિન દાખલ કર્યા પછી, “Validate OTP and Activate UAN” પર ક્લિક કરો.
  •  આ સાથે તમારું યુએએન એક્ટિવેટ થઇ જશે અને પાસવર્ડ તમારા મોબાઇલ પર આવી જશે. આ સાથે, સભ્યો આ પાસવર્ડનો ઉપયોગ કરીને યુનિફાઇડ મેમ્બર પોર્ટલ પર લોગિન કરી શકે છે.

આ પણ વાંચો : Stock Update : શેરબજારમાં મજબૂત સ્થિતિ વચ્ચે આ સ્ટોક્સ રોકાણકારોને બનાવી શકે છે માલામાલ, કરો એક નજર

આ પણ વાંચો : Anil Ambani ની આ કંપની RBI એ પોતાના તાબા હેઠળ લીધી, કંપનીના શેરમાં સતત બીજા દિવસે લોઅર સર્કિટ નોંધાઈ

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">