Stock Update : આજના કારોબારમાં આ સ્ટોક્સ રોકાણકારોને બનાવી શકે છે માલામાલ, કરો એક નજર

મહિલાઓ માટે બોટમ વેર બનાવતી કંપની ગો ફેશનનો આઈપીઓ(Go Fashion IPO) આજે 30 નવેમ્બરના રોજ શેરબજારમાં લિસ્ટ થયો છે.શેર ઈશ્યુ પ્રાઇસથી ૯૦ ટકા ઉપર 1310 ના ભાવે લિસ્ટ થયો છે.

Stock Update : આજના કારોબારમાં આ સ્ટોક્સ રોકાણકારોને બનાવી શકે છે માલામાલ, કરો એક નજર
Happy Investors
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 30, 2021 | 11:48 AM

Stock Update :સારા વૈશ્વિક સંકેતો વચ્ચે શેરબજારમાં આજના કારોબારમાં જોરદાર તેજી જોવા મળી રહી છે. સેન્સેક્સ અને નિફ્ટી બંને સૂચકાંકો મજબૂત થયા છે. નિફ્ટી 17270ને પાર કરી ગયો છે. સેન્સેક્સમાં પણ 700 થી વધુ પોઈન્ટનો વધારો થયો છે. PSU બેંકો અને IT શેરોમાં ઘણી ખરીદી છે. નિફ્ટી પર બંને સૂચકાંકો 1 ટકાથી વધુ વધ્યા છે. ફાર્મા સેક્ટરને છોડીને લગભગ દરેક મોટા સેક્ટરમાં ખરીદી જોવા મળી રહી છે. ઓટો, ફાઇનાન્શિયલ, એફએમસીજી, મેટલ અને રિયલ્ટી ઇન્ડેક્સ પણ લીલા નિશાનમાં છે.

આજે આ શેર્સ તેજી ટોપ ગેઈનર્સમાં ટેક મહિન્દ્રા, એક્સિસ બેંક, બજાજ ફાઇનાન્સ અને બજાજ ફિનસર્વ 2-2% વધ્યા હતા. આ સિવાય રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ પણ Titan, ITC, TCS, ICICI બેંક, એરટેલ અને એશિયન પેઈન્ટ્સ સાથે વધી રહી છે. સેન્સેક્સે 57,796ની ઊંચી સપાટી બનાવી અને 57,252ની નીચી સપાટી બતાવી છે. બજારનું માર્કેટ કેપ આજે રૂ. 260.09 લાખ કરોડ છે.

ગોફેશન 1310 રૂપિયા પર લિસ્ટ થયો મહિલાઓ માટે બોટમ વેર બનાવતી કંપની ગો ફેશનનો આઈપીઓ(Go Fashion IPO) આજે 30 નવેમ્બરના રોજ શેરબજારમાં લિસ્ટ થયો છે. ગ્રે માર્કેટના નિષ્ણાતોના મતે ગો ફેશનના શેર લગભગ 65-70%ના પ્રીમિયમ પર સ્ટોક એક્સચેન્જમાં લિસ્ટ થવાના અનુમાન હતા. શેર ઈશ્યુ પ્રાઇસથી ૯૦ ટકા ઉપર 1310 ના ભાવે લિસ્ટ થયો છે. ગો કલર્સ બ્રાન્ડનું સંચાલન કરતી કંપની મહિલાઓના બોટમ-વેર માર્કેટમાં લગભગ 8% હિસ્સો ધરાવે છે.

ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત
1 શેર પર ટાટા કંપની ઈતિહાસનું સૌથી મોટું ડિવિડન્ડ આપશે

નિષ્ણાંતો અનુસાર ગ્રે માર્કેટમાં ગો ફેશનના શેર 65-75% (રૂ. 450-520)ના ભારે પ્રીમિયમ પર ટ્રેડ થવાનું અનુમાન હતું. ગો ફેશન IPO માટે અપર પ્રાઇસ બેન્ડ રૂ. 690 હતી. જોકે ગ્રે માર્કેટમાં તેના શેર રૂ 1,140 થી રૂ 1,210 પ્રતિ શેરના ભાવે ટ્રેડ થઈ રહ્યા હતા પણ લિસ્ટિંગ બમ્પર થયું હતું.

તમામ નિફ્ટી ઇન્ડેક્સમાં વૃદ્ધિ નિફ્ટી નેક્સ્ટ 50, નિફ્ટી મિડકેપ, નિફ્ટી બેન્ક અને નિફ્ટી ફાઇનાન્સિયલ ઇન્ડેક્સમાં વધારો થયો છે. તેના 50 શેરોમાંથી 43 શેરો લાભમાં છે જ્યારે 7માં ઘટાડો છે. ઇન્ડેક્સમાં પણ એક્સિસ બેંક, પાવર ગ્રીડ, ટાટા મોટર્સ અને બજાજ ફાઇનાન્સ લીડ પર છે. મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા, હીરો મોટોકોર્પ, અદાણી પોર્ટ અને ગ્રાસિમ સાથે બ્રિટાનિયાના શેરમાં ઘટાડો છે.

સેન્સેક્સના 28 શેર્સમાં તેજી સેન્સેક્સ 30ના 28 શેરો લીલા નિશાનમાં છે. આજના ટોપ ગેનર્સમાં POWERGRID, TECHM, AXISBANK, SBI, TITAN, Infosys, HCLTECH, ITC અને TCS નો સમાવેશ થાય છે.

ગઈ કાલે બજાર વધારા સાથે બંધ થયું હતું આ પહેલા ગઈકાલે બોમ્બે સ્ટોક એક્સચેન્જ (BSE) સેન્સેક્સ 153 પોઈન્ટ (0.27%)ના વધારા સાથે 57,260 પર બંધ રહ્યો હતો. જ્યારે નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી 27.50 (0.16%) પોઈન્ટના વધારા સાથે 17,053 પર બંધ થયો હતો.

નોંધ : શેરમાં રોકાણ શેરબજારના જોખમને આધીન છે. અહેવાલનો હેતુ માત્ર તમારા સુધી માહિતી પહોંચાડવાનો છે. રોકાણ દ્વારા નફા કે નુકસાન સાથે અહેવાલનો કોઈ સંબંધ રહેશે નહિ. કૃપા કરી રોકાણ પહેલા તમારા આર્થિક સલાહકારની મદદ અવશ્ય લેવી.

આ પણ વાંચો : Anil Ambani ની આ કંપની RBI એ પોતાના તાબા હેઠળ લીધી, કંપનીના શેરમાં સતત બીજા દિવસે લોઅર સર્કિટ નોંધાઈ

આ પણ વાંચો : Share Market : મજબૂત વૈશ્વિક સંકેત સાથે પ્રારંભિક કારોબારમાં તેજી દેખાઈ, સેન્સેક્સ 650 અને નિફટીમાં 183 અંક નો ઉછાળો

Latest News Updates

મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
g clip-path="url(#clip0_868_265)">