ગાયના છાણમાંથી બનેલો CNG ગેસ પેટ્રોલ ડીઝલના વધતા ભાવનું સોલ્યુશન, મોંઘવારીમાં મળશે રાહત : ગૌ આયોગ

દેશભરમાં પેટ્રોલ ડીઝલના ભાવ દિવસેને દિવસે વધી રહ્યા છે. ત્યારે તેના ઉપાય તરીકે ગાયના છાણમાંથી બનેલા CNG ગેસને ગૌ આયોગ દ્વારા રજુ કરવામાં આવ્યું છે.

  • tv9 webdesk37
  • Published On - 14:50 PM, 23 Feb 2021
A solution to the rising price of CNG gas petrol diesel made from cow dung
પ્રતિકાત્મક તસ્વીર

શું મોંઘા પેટ્રોલ અને ડીઝલનો ઉપાય ગાયના છાણમાં છુપાયેલ છે? રાષ્ટ્રીય ગાય આયોગ અનુસાર આ પ્રશ્નનો જવાબ હા છે. વધતા જતા ઇંધણના ભાવ વચ્ચે રાષ્ટ્રીય ગાય આયોગે લોકોને ગાયના છાશમાંથી બનાવેલ કુદરતી ગેસ (સી.એન.જી.) નો ઉપયોગ કરવા જણાવ્યું છે. જેથી લોકોને ‘સસ્તું અને મેડ ઇન ઇન્ડિયા ઈંધણ’ મળશે. આયોગે આ સલાહ એક દસ્તાવેજમાં આપી છે જે રાષ્ટ્રીય ગાય વિજ્ઞાન પરીક્ષામાં ભાગ લેવા જતા વિદ્યાર્થીઓ માટેની વેબસાઇટ પર અપલોડ કરવામાં આવી છે. આ પરીક્ષા 25 ફેબ્રુઆરીએ યોજાનાર છે.

રાષ્ટ્રીય કામધેનુ આયોગએ ગાયના છાણના સીએનજી પમ્પ, બળદ વીર્ય બેંક અને ગાય પર્યટન જેવા સૂચનો આપ્યા છે. ગાય ઉદ્યોગસાહસિકતા’ને પ્રોત્સાહન આપવા માટે આ સૂચનો આપ્યા છે. આરકેએએ વેબસાઇટ પર જણાવ્યું હતું કે, “આરકેએના ઘણા વેબિનારમાં ગાય ઉદ્યોગસાહસિકતાના વિચારની ચર્ચા થઈ છે. નવી ટેકનોલોજીથી સદીઓ જૂની બુદ્ધિનો ઉપયોગ કરીને વિશ્વભરના ઘણા ઉદ્યમીઓ નવી સંભાવનાઓની શોધ કરી રહ્યા છે.”

દસ્તાવેજમાં જણાવાયું છે કે, “બાયોગેસ લાંબા સમયથી બળતણ તરીકે ઉપયોગમાં લેવાય છે. અને તેને સિલિન્ડરમાં ભરાય છે બાદમાં રસોઈ માટે વપરાય છે. ગાયના છાણમાંથી ઉર્જા ઉત્પન્ન કરીને તેનો ઉપયોગ વાહન વ્યવહાર માટે પણ થઈ શકે છે. તેના મોટા પ્રમાણમાં ઉત્પાદન બાદ કોઈ સીએનજી પમ્પ પણ ઇન્સ્ટોલ કરી શકે છે. આ પરિવહન ઉદ્યોગને સસ્તા અને સરળતાથી ઉપલબ્ધ મેડ ઇન ઇન્ડિયા ઇંધણ પ્રદાન કરશે. ”
નોંધપાત્ર વાત એ છે કે દેશમાં પેટ્રોલ અને ડીઝલની કિંમત રેકોર્ડ પાર કરી રહી છે. દેશના ઘણા ભાગોમાં પેટ્રોલનો ભાવ પ્રતિ લિટર 100 રૂપિયાને પાર કરી ગયો છે. દિલ્હીમાં એક લિટર પેટ્રોલ માટે ગ્રાહકોએ 89.29 રૂપિયા ખર્ચ કરવો પડે છે, જ્યારે ડીઝલનો ભાવ લિટર 79.70 રૂપિયા છે. રાજસ્થાન અને મધ્યપ્રદેશમાં પેટ્રોલ 100 રૂપિયા પ્રતિ લિટર છે. અને ગુજરાતમાં પણ પેટ્રોલના ભાવ દિવસેને દિવસે વધી રહ્યા છે.

કેન્દ્ર સરકારના પશુપાલન વિભાગ હેઠળ કાર્યરત આયોગે દાવો કર્યો છે કે ગાયનું છાણ વધારે નફો આપે છે. જેના થકી વ્યાપારની સંભાવના વધુ છે.