શેરબજારમાં કડાકો : સેન્સેક્સમાં 1600 પોઇન્ટના ઘટાડાથી એક જ દિવસમાં રોકાણકારોને 6 લાખ કરોડનું નુકસાન

શેરબજારમાં કડાકો : સેન્સેક્સમાં 1600 પોઇન્ટના ઘટાડાથી એક જ દિવસમાં રોકાણકારોને 6 લાખ કરોડનું નુકસાન

શેરબજાર આજે ઐતિહાસિક કડાકો નોંધાયો છે. BSE સેન્સેક્સ બપોરે 1600 પોઇન્ટના ઘટાડાના પગલે  44,923.08 ના નીચલા સ્તરે પહોંચ્યો હતો  .દિગ્ગ્જ શેર્સમાં રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ 4 ટકાથી વધુ ગગડ્યો હતો. શુક્રવારે માર્કેટની કુલ માર્કેટ કેપ રૂ. 185 લાખ કરોડ હતી, જે આજે 6 લાખ કરોડ રૂપિયા ઘટીને 179 લાખ કરોડ રૂપિયા થઈ ગઈ છે. બજારમાં જબરદસ્ત તેજી […]

Ankit Modi

| Edited By: Bipin Prajapati

Dec 21, 2020 | 3:17 PM

શેરબજાર આજે ઐતિહાસિક કડાકો નોંધાયો છે. BSE સેન્સેક્સ બપોરે 1600 પોઇન્ટના ઘટાડાના પગલે  44,923.08 ના નીચલા સ્તરે પહોંચ્યો હતો  .દિગ્ગ્જ શેર્સમાં રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ 4 ટકાથી વધુ ગગડ્યો હતો. શુક્રવારે માર્કેટની કુલ માર્કેટ કેપ રૂ. 185 લાખ કરોડ હતી, જે આજે 6 લાખ કરોડ રૂપિયા ઘટીને 179 લાખ કરોડ રૂપિયા થઈ ગઈ છે. બજારમાં જબરદસ્ત તેજી બાદ આજે નફાવસૂલી થતા બપોર પછી અચાનક બજારમાં ઘટાડો થવા લાગ્યો હતો. વૈશ્વિક સ્તરે કેટલાક દેશોમાં લોકડાઉન અને કોરોના કેસોમાં વધારાની અસર ભારતીય શેરબજાર પર પડી રહી છે.

આરઆઈએલ, બજાજ, ઈન્ડસઇન્ડ બેન્ક, એચડીએફસી અને એસબીઆઈ, એમ એન્ડ એમના શેર ઈન્ડેક્સને ઘટાડા તરફ દોરી ગયા હતા. BSE માં કુલ 3,089 શેરમાં કારોબાર થયો છે જે પૈકી 2,024 કંપનીઓના શેર્સમાં ઘટાડો દેખાયો છે.સરેરાશની દૃષ્ટિએ 65% શેરમાં ઘટાડો થયો છે. BSE માં જેટ એરવેઝના શેરમાં લોઅર સર્કિટ જોવા મળી હતી.

નિફ્ટી 13131 સુધી નીચલા સ્તરે પહોંચ્યો હતો. માર્કેટમાં નિફ્ટી બેંક ઈન્ડેક્સ 801 પોઇન્ટના ઘટાડા સાથે 29,913 પર નોંધાયો હતો. ફેડરલ બેંકનો શેર 6% ની નીચે ટ્રેડ કરી રહ્યો છે. આજે આઇટી ક્ષેત્રમાં તેજી જોવા મળી રહી છે. નિફ્ટી મેટલ ઈન્ડેક્સ પણ 3% ની નીચે કારોબાર કરી રહ્યો છે. હિન્દુસ્તાન કોપરના શેર્સ 7% થી વધુ નીચે પહોંચ્યો છે.

ભારતીય શેરબજારની સ્થિતિ બપોરે ૩ વાગે

SENSEX 45,306.48 −1,654.21 (3.52%)

Open 46,932.18 High 47,055.69 Low 44,923.08

NIFTY 13,236.60 −523.95 (3.81%) Open13,741.90 High 13,777.50 Low 13,131.45

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati