AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Upcoming IPO : આગામી બે મહિનામાં IPO ની રહેશે ભરમાર, 30 કંપનીઓ 45 હજાર કરોડનું ભંડોળ એકત્ર કરવા રોકાણકારોને આમંત્રિત કરશે

મર્ચન્ટ બેન્કિંગ સૂત્રોએ જણાવ્યું હતું કે ઉભી થયેલી મૂડીનો મોટો હિસ્સો ટેકનોલોજી આધારિત કંપનીઓ પાસે જઈ શકે છે. ફૂડ સપ્લાય કંપની ઝોમેટોના સફળ આઈપીઓએ નવી ટેક કંપનીઓને આઈપીઓ માટે પ્રોત્સાહિત કર્યા છે. ઝોમેટોનો આઈપીઓ 38 ગણો સબ્સ્ક્રાઇબ થયો હતો.

Upcoming IPO : આગામી બે મહિનામાં IPO ની રહેશે ભરમાર, 30 કંપનીઓ 45 હજાર કરોડનું ભંડોળ એકત્ર કરવા રોકાણકારોને આમંત્રિત કરશે
Paytm IPO
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 27, 2021 | 9:07 PM
Share

ઇનિશિયલ પબ્લિક ઓફરિંગ (IPO)નું બજાર હાલ તેજીમાં છે. ચાલુ વર્ષે અત્યારસુધી IPO લાવનાર મોટાભાગની કંપનીઓ સફળ રહી છે. સારા રેકોર્ડના પગલે આગામી સમયમાં પણ ઘણી કંપનીઓ IPO લાવવા વિચારી રહી છે. એક અહેવાલ મુજબ ઓક્ટોબર-નવેમ્બરમાં ઓછામાં ઓછી 30 કંપનીઓ IPO દ્વારા શેર વેચીને કુલ રૂ 45,000 કરોડથી વધુ રકમ એકત્ર કરી શકે છે.

મર્ચન્ટ બેન્કિંગ સૂત્રોએ જણાવ્યું હતું કે ઉભી થયેલી મૂડીનો મોટો હિસ્સો ટેકનોલોજી આધારિત કંપનીઓ પાસે જઈ શકે છે. ફૂડ સપ્લાય કંપની ઝોમેટોના સફળ આઈપીઓએ નવી ટેક કંપનીઓને આઈપીઓ માટે પ્રોત્સાહિત કર્યા છે. ઝોમેટોનો આઈપીઓ 38 ગણો સબ્સ્ક્રાઇબ થયો હતો.

એન્જલ વનના વાઇસ પ્રેસિડન્ટ (ઇક્વિટી સ્ટ્રેટેજિસ્ટ) જ્યોતિ રોયે જણાવ્યું હતું કે ઝોમેટો જેવી કંપનીઓ સામાન્ય રીતે ખાનગી ઇક્વિટી કંપનીઓ પાસેથી ભંડોળ એકત્ર કરે છે અને આઇપીઓએ નવા જમાનાની ટેક કંપનીઓ માટે ભંડોળનો નવો સ્ત્રોત ખોલ્યો છે. મર્ચન્ટ બેન્કિંગ સ્ત્રોત અનુસાર જે કંપનીઓ ઓક્ટોબર-નવેમ્બર દરમિયાન IPO મારફતે ભંડોળ એકત્ર કરવાની અપેક્ષા રાખે છે તેમાં પોલિસી બજાર (રૂ. 6,017 કરોડ), એમક્યોર ફાર્માસ્યુટિકલ્સ (રૂ. 4,500 કરોડ), નાયકા (4,000 કરોડ), સીએમએસ ઇન્ફો સ્ટમ્સ (રૂ. 2,000 કરોડ) અને મોબીકવિક સિસ્ટમ્સ (રૂ. 1,900 કરોડ) નો સમાવેશ થાય છે.

આ IPO કતારમાં છે ઘણીકંપનીઓ IPO માટે કતારમાં છે જેમાં નોર્ધન આર્ક કેપિટલ (રૂ. 1,800 કરોડ), એક્સિગો (રૂ. 1600 કરોડ), નીલમ ફૂડ્સ (રૂ. 1500 કરોડ), ફિનકેર સ્મોલ ફાઇનાન્સ બેન્ક (રૂ. 1,330 કરોડ), સ્ટરલાઇટ પાવર (રૂ. 1,250 કરોડ), રેટેગિન ટ્રાવેલ ટેકનોલોજી (રૂ. 1,200 કરોડ) અને સુપ્રિયા લાઇફ સાયન્સ (રૂ 1,200 કરોડ) સમીક્ષા હેઠળના સમયગાળામાં તેમના આઇપીઓ જારી કરી શકે છે.

આગામી વર્ષોમાં IPO માં તેજી જોવા મળશે એન્જલ વનના રોયે જણાવ્યું હતું કે આગામી મહિનામાં ઘણા મોટા IPO ની તૈયારીનું એક કારણ મહામારી પછી અર્થતંત્રમાં અપેક્ષિત કરતાં વધુ મજબૂત રિકવરી છે. ઈન્વેસ્ટ 19 ના સ્થાપક અને સીઈઓ કૌશલેન્દ્ર સિંહ સેંગરે જણાવ્યું હતું કે, હાલની બજારની સ્થિતિ સમાન રહેશે તો આગામી વર્ષમાં આઈપીઓની તેજી વધવાની ધારણા છે. ટ્રુ બીકોન અને ઝેરોધાના સહ-સ્થાપક નિખિલ કામતાને પણ આવો જ અભિપ્રાય આપતા કહ્યું કે જો આગામી 1-2 વર્ષ સુધી વેગ ચાલુ રહેશે તો મોટી સંખ્યામાં આઈપીઓ આવતા રહેશે.

આ પણ વાંચો : Share Market : SENSEX એ 8 મહિનામાં લગાવી 10 હજાર પોઇન્ટની છલાંગ, ટૂંક સમયમાં 1 લાખના રેકોર્ડ સ્તરને સ્પર્શવાનું નિષ્ણાંતોનું અનુમાન

આ પણ વાંચો : Tax Free Income: તમારી આ આવક પર ટેક્સ લાગશે નહીં, જાણો નિયમ અને શરતો

ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
g clip-path="url(#clip0_868_265)">