7th Pay Commission: આ બે વિભાગના કર્મચારીઓએ DA માં વધારા માટે હજુ રાહ જોવી પડશે, જાણો શું છે કારણ?

નાણાં મંત્રાલયે 1 જુલાઇ, 2021 થી કેન્દ્ર સરકારના કર્મચારીઓ માટે 28% મોંઘવારી ભથ્થું (DA) વધારો લાગુ કરવા આદેશ આપ્યો છે. આ વધારામાં 1 જાન્યુઆરી 2020 થી 1 જુલાઈ 2020 સુધીના વધારાના હપ્તાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે.

7th Pay Commission: આ બે  વિભાગના કર્મચારીઓએ DA માં વધારા માટે હજુ  રાહ જોવી પડશે, જાણો શું છે કારણ?
7th pay commission
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 22, 2021 | 6:29 AM

તાજેતરમાં સરકારે મોંઘવારી ભથ્થું (DA) માં વધારાની લાંબા સમયથી આશામાં બેઠેલા કર્મચારીઓને રાહત આપી હતી અને DA માં વધારો આપવાનો નિર્ણય કર્યો હતો. જોકે આ લાભ માટે રેલ્વે કર્મચારીઓ અને સશસ્ત્ર દળના જવાનોને થોડી વધુ રાહ જોવી પડશે. આ મુદ્દા પર સંબંધિત મંત્રાલયો દ્વારા તેમના માટે અલગ ઓર્ડર જારી કરવામાં આવશે. આ પછી તેઓ DA માં વધારાનો લાભ મેળવી શકશે.

નાણાં મંત્રાલયના ખર્ચ વિભાગ (DOI) એ તેના તાજેતરના આદેશમાં કહ્યું છે કે સુધારેલા પગાર માળખામાં ‘બેઝિક પગાર’ શબ્દનો અર્થ “પગાર મેટ્રિક્સમાં નિર્ધારિત સ્તરે પગાર” એટલે કે 7 માં પગાર પંચની ભલામણો ને મંજૂરી આપવામાં આવી છે. જો કે તેમાં અન્ય કોઇ પ્રકારનો પગાર જેવા કે ખાસ પગારનો સમાવેશ નથી. સશસ્ત્ર દળના જવાનો અને રેલ્વે કર્મચારીઓના સંદર્ભમાં સંરક્ષણ મંત્રાલય અને રેલ્વે મંત્રાલય દ્વારા અલગ આદેશો જારી કરવામાં આવશે.

DOIએ આ સંદર્ભમાં એક મેમોરેન્ડમ પણ જારી કર્યું હતું અને કહ્યું હતું કે DA “મહેનતાણું એક વિશિષ્ટ તત્વ” બની રહેશે અને એફટી 9 (21) ના કાર્યક્ષેત્રમાં પગાર તરીકે ગણવામાં આવશે નહીં. ઉપરાંત ડીએ ચુકવણીમાં 50 પૈસા અને તેથી વધુના અંશ શામેલ છે તે આગામી ઉચ્ચતર રૂપિયામાં શામેલ થશે.

બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર
અક્ષય તૃતીયા પર જો સોના-ચાંદીનું બજેટ ન હોય તો શુભ સમયે ખરીદો આ 5 સસ્તી વસ્તુઓ
કથાકાર જયા કિશોરીએ જણાવ્યું પરિવારનું 'ટોપ સિક્રેટ'
મેટ ગાલામાં આલિયા ભટ્ટનો જલવો, સબ્યસાચીની સાડીમાં લાગી હુશ્નની પરી, જુઓ-Photo
એક, બે, ત્રણ... ઉમેદવાર કેટલી બેઠકો પર ચૂંટણી લડી શકે?
સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?

28 ટકા વધારાનો આદેશ આપ્યો હતો નાણાં મંત્રાલયે 1 જુલાઇ, 2021 થી કેન્દ્ર સરકારના કર્મચારીઓ માટે 28% મોંઘવારી ભથ્થું (DA) વધારો લાગુ કરવા આદેશ આપ્યો છે. આ વધારામાં 1 જાન્યુઆરી 2020 થી 1 જુલાઈ 2020 સુધીના વધારાના હપ્તાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. અત્યાર સુધીમાં DA 17 ટકાના દરે આપવામાં આવી રહ્યો હતો.

HRA પણ વધ્યો મોંઘવારી ભથ્થું ઉપરાંત સરકારે હાઉસ રેન્ટ અલાઉન્સ (HRA) માં પણ 27 ટકાનો વધારો કર્યો છે. ખર્ચ ખાતાએ 7 જુલાઈ, 2017 ના રોજ એક આદેશ જારી કર્યો હતો જેમાં એવું કહેવામાં આવ્યું હતું કે જ્યારે મોંઘવારી ભથ્થું 25 ટકાને પાર કરશે ત્યારે HRAમાં સુધારો કરવામાં આવશે. 1 જુલાઇથી, મોંઘવારી ભથ્થું વધીને 28 ટકા થઈ ગયું છે જેના કારણે HRAમાં પણ સુધારો કરવામાં આવ્યો છે.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">