AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

દર મહિને મળશે ₹50,000 પેન્શન! કેન્દ્ર સરકારની આ ખાસ સ્કીમથી રિટાયરમેન્ટ પછી લાઇફ બનશે ‘ટેન્શન-ફ્રી’

રિટાયરમેન્ટ પછી પોતાની નાણાકીય સ્વતંત્રતા જાળવી રાખવા માટે યોગ્ય સમયે યોગ્ય જગ્યાએ રોકાણ કરવું ખૂબ જ જરૂરી છે. આ જ જરૂરિયાતને ધ્યાનમાં રાખીને કેન્દ્ર સરકાર દ્વારા એક વિશેષ બચત યોજના ચલાવવામાં આવી રહી છે. આ સરકારી યોજનામાં નિયમિત બચત કરીને તમે નિવૃત્તિ વખતે એકસાથે મોટું ફંડ અને દર મહિને રૂ. 50,000 સુધીનું નિશ્ચિત પેન્શન મેળવી શકો છો.

દર મહિને મળશે ₹50,000 પેન્શન! કેન્દ્ર સરકારની આ ખાસ સ્કીમથી રિટાયરમેન્ટ પછી લાઇફ બનશે 'ટેન્શન-ફ્રી'
| Updated on: Aug 09, 2026 | 10:25 PM
Share

રિટાયરમેન્ટ પછી પોતાની નાણાકીય આઝાદી અને જરૂરિયાતોને પૂરી કરવા માટે યોગ્ય સમયે યોગ્ય જગ્યાએ રોકાણ કરવું ખૂબ જ જરૂરી છે. આથી, કર્મચારીઓની આ જ જરૂરિયાતને ધ્યાનમાં રાખીને કેન્દ્ર સરકારે ‘નેશનલ પેન્શન સિસ્ટમ’ (NPS) યોજના ચલાવી રાખી છે. આ એક લોંગ ટર્મ રિટાયરમેન્ટ સ્કીમ છે, જે રોકાણકારોને 60 વર્ષની ઉંમર પછી નિશ્ચિત પેન્શન અને એકસાથે મોટું ફંડ બનાવવાની તક આપે છે.

આ યોજનાનું રેગ્યુલેશન PFRDA દ્વારા કરવામાં આવે છે. શેરબજાર (Equity) અને બોન્ડના કોમ્બિનેશનના કારણે NPSમાં પરંપરાગત બચત યોજનાઓની સરખામણીમાં સરેરાશ 9% થી 12% રિટર્ન મળે છે.

50,000 રૂપિયા પેન્શન મેળવવાનું ‘ગણિત’

જો તમે 60 વર્ષની ઉંમરે દર મહિને 50,000 રૂપિયાનું પેન્શન મેળવવા માંગો છો, તો તે માટે જરૂરી રોકાણ તમારી વર્તમાન ઉંમર પર નિર્ભર કરે છે. જો તમારી ઉંમર 25 વર્ષ છે અને તમારો રોકાણનો સમયગાળો 35 વર્ષનો છે, તો નીચે દર્શાવેલ રીતે રોકાણ કરવાથી રિટાયરમેન્ટ સમયે એકસાથે 3 કરોડ રૂપિયા અને દર મહિને 50,000 રૂપિયા પેન્શન મેળવી શકશો.

  1. માસિક રોકાણ: લગભગ 14,000 થી 15,000 રૂપિયા
  2. 60 વર્ષની ઉંમરે કુલ ફંડ (Corpus): 5 કરોડ રૂપિયા
  3. એકસાથે રોકડ ઉપાડ: 60% હિસ્સો સંપૂર્ણપણે ટેક્સ ફ્રી એટલે કે 3 કરોડ રૂપિયા
  4. પેન્શન માટે રોકાણ (40% એન્યુટી હિસ્સો): બે કરોડ રૂપિયા
  5. માસિક પેન્શન: 50,000 રૂપિયા

નોંધ: આ ગણતરી રોકાણ પર સરેરાશ 10% વાર્ષિક રિટર્ન અને રિટાયરમેન્ટ પછી એન્યુટી પર 6% વ્યાજ દરના અંદાજ પર આધારિત છે. તેમાં રિટાયરમેન્ટ પર કુલ કોર્પસનો 40% હિસ્સો એન્યુટીમાં જમા કરવામાં આવ્યો છે.

NPS યોજના કેવી રીતે કામ કરે છે?

NPS યોજનામાં રોકાણકારો દ્વારા જમા કરાયેલા નાણાંને એક્સપર્ટ ફંડ મેનેજર્સ દ્વારા ઈક્વિટી (Equity), સરકારી બોન્ડ (GSec) અને કોર્પોરેટ બોન્ડમાં રોકાણ કરવામાં આવે છે. આ યોજનામાં મેચ્યોરિટી માટેની વયમર્યાદા 60 વર્ષ રાખવામાં આવી છે.

આ યોજના હેઠળ રિટાયરમેન્ટ પર તમે કુલ જમા ફંડનો 60% હિસ્સો એકસાથે ઉપાડી શકો છો, જે આવકવેરા કાયદા હેઠળ સંપૂર્ણપણે ટેક્સ ફ્રી હોય છે. બાકી બચેલો 40% હિસ્સો પેન્શન ફંડમાં લોક થાય છે, જેના દ્વારા કોઈ ઈન્સ્યોરન્સ કંપની તરફથી દર મહિને નિશ્ચિત પેન્શન આપવામાં આવે છે.

NPSના લાભો અને વિશેષતાઓ

NPS યોજનામાં આવકવેરા કાયદાની કલમ 80C હેઠળ 1.5 લાખ રૂપિયા સુધી અને કલમ 80CCD (1B) હેઠળ અલગથી 50,000 રૂપિયાની વધારાની ટેક્સ છૂટ મળે છે, જે કુલ મળીને 2 લાખ રૂપિયા થઈ જાય છે. PFRDA દ્વારા સંચાલિત હોવાને કારણે આ એક પારદર્શક અને સંપૂર્ણપણે સુરક્ષિત યોજના છે.

આ એક અનિવાર્ય પેન્શન ખાતું છે, જેમાંથી રિટાયરમેન્ટ પહેલાં સંપૂર્ણ ઉપાડની મંજૂરી હોતી નથી. આ એક બચત ખાતું છે, જેમાં તમે નાણાં જમા કરાવી શકો છો અને જરૂર પડે ત્યારે ઉપાડી શકો છો. 18 થી 70 વર્ષની વયનો કોઈ પણ ભારતીય નાગરિક પોતાનું NPS ખાતું ખોલાવીને પોતાના ઉજ્જવળ ભવિષ્યની શરૂઆત કરી શકે છે.

મમ્મીના નામે ‘ઘર’ લીધું છે, તો શું તમને Home Loan પર ‘ટેક્સ છૂટ’ મળશે? જાણો ઇન્કમ ટેક્સ વિભાગનો આ ખાસ નિયમ

Follow Us
દુબઈના આ પબ્લિક ટોયલેટનો Video કેમ થઈ રહ્યો છે Viral?
દુબઈના આ પબ્લિક ટોયલેટનો Video કેમ થઈ રહ્યો છે Viral?
4 સિસ્ટમ સક્રિય, આગામી દિવસોમાં મુશળધાર વરસાદની શક્યતા
4 સિસ્ટમ સક્રિય, આગામી દિવસોમાં મુશળધાર વરસાદની શક્યતા
નઘરોળ તંત્રના પાપે સ્થાનિકોએ સ્વખર્ચે બનાવવુ પડ્યુ ડાયવર્ઝન
નઘરોળ તંત્રના પાપે સ્થાનિકોએ સ્વખર્ચે બનાવવુ પડ્યુ ડાયવર્ઝન
શરીરના ગુપ્ત ભાગમાં સોનું છુપાવી અમદાવાદ આવ્યો, એરપોર્ટ ઝડપાયો...
શરીરના ગુપ્ત ભાગમાં સોનું છુપાવી અમદાવાદ આવ્યો, એરપોર્ટ ઝડપાયો...
ગુજરાત હાઈકોર્ટને મળશે નવા ન્યાયાધીશ
ગુજરાત હાઈકોર્ટને મળશે નવા ન્યાયાધીશ
નવસારીનો ‘વિકાસ’ પાણીમાં! ₹1,000 કરોડના કાર્યો ધોધમાર વરસાદમાં ધોવાયા
નવસારીનો ‘વિકાસ’ પાણીમાં! ₹1,000 કરોડના કાર્યો ધોધમાર વરસાદમાં ધોવાયા
ગીરનાર પર્વતનો અદ્દભૂત નજારો આવ્યો સામે, રોપવે શરૂ થતા ઉમટ્યા પ્રવાસીઓ
ગીરનાર પર્વતનો અદ્દભૂત નજારો આવ્યો સામે, રોપવે શરૂ થતા ઉમટ્યા પ્રવાસીઓ
25 દિવસમાં 5,000 ખાડા પડતાં AMC સામે 'જનઆક્રોશ', ખુલી 'તંત્રની પોલ'
25 દિવસમાં 5,000 ખાડા પડતાં AMC સામે 'જનઆક્રોશ', ખુલી 'તંત્રની પોલ'
ક્લિનિક બહારથી ડોક્ટર દ્વારા ચાલતા ડિજિટલ જુગારનો પર્દાફાશ
ક્લિનિક બહારથી ડોક્ટર દ્વારા ચાલતા ડિજિટલ જુગારનો પર્દાફાશ
જિમ્નાસ્ટિક્સમાં ગુજરાતના ખેલાડીઓએ મેડલ્સની ભરી ઝોળી ! Video
જિમ્નાસ્ટિક્સમાં ગુજરાતના ખેલાડીઓએ મેડલ્સની ભરી ઝોળી ! Video
g clip-path="url(#clip0_868_265)">