AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Business Ideas: ₹5 લાખથી ઓછા બજેટમાં શરૂ કરો આ 5 સુપરહિટ બિઝનેસ- દર મહિને થશે લાખોની કમાણી, જાણો તમામ વિગતો !

નોકરી છોડીને પોતાનો વેપાર શરૂ કરવા માગતા લોકો માટે ₹5 લાખ સુધીના રોકાણમાં શરૂ થઈ શકે તેવા 5 શ્રેષ્ઠ બિઝનેસ આઇડિયા. ટિશ્યૂ પેપરથી લઈને ઇકો-ફ્રેન્ડલી ડિસ્પોઝેબલ અને ઓન-ડિમાન્ડ ક્લિનિંગ સુધીના ક્ષેત્રોમાં મેળવો શાનદાર પ્રોફિટ માર્જિન.

Business Ideas: ₹5 લાખથી ઓછા બજેટમાં શરૂ કરો આ 5 સુપરહિટ બિઝનેસ- દર મહિને થશે લાખોની કમાણી, જાણો તમામ વિગતો !
| Updated on: Oct 13, 2026 | 8:46 PM
Share

પોતાનો વ્યવસાય શરૂ કરવાનું સ્વપ્ન દરેક વ્યક્તિ જોતી હોય છે. મોટાભાગના લોકો નોકરીના બંધનમાંથી મુક્ત થઈને પોતાનો વ્યવસાય કે સ્ટાર્ટઅપ શરૂ કરવા માગે છે. મધ્યમ વર્ગ સમક્ષ બિઝનેસ શરૂ કરવામાં સૌથી મોટો પડકાર મૂડીનો હોય છે. જો તમારી પાસે પણ બજેટની મર્યાદા હોય તો ચિંતા કરવાની જરૂર નથી! ₹5 લાખ સુધીની મૂડી એક નફાકારક વ્યવસાય શરૂ કરવા માટે પૂરતી છે. ઓછા રોકાણવાળા બિઝનેસ માત્ર ઝડપથી આગળ નથી વધતા, પરંતુ તેમાં જોખમ પણ ઓછું રહે છે. અહીં એવા 5 દમદાર બિઝનેસ આઇડિયા રજૂ કર્યા છે, જેને શરૂ કરીને તમે ઉત્તમ નફો કમાઈ શકો છો.

ટિશ્યૂ પેપર મેન્યુફેક્ચરિંગ બિઝનેસ

ટિશ્યૂ પેપરની માંગ નાના સ્ટોલથી લઈને મોટી હોટલ અને રેસ્ટોરન્ટ સુધી સર્વત્ર રહે છે. તમે એક નાના રૂમમાંથી પણ ટિશ્યૂ પેપર બનાવવાનું યુનિટ શરૂ કરી શકો છો. આ મશીનની કિંમત આશરે ₹5 લાખ આસપાસ હોય છે. આ મશીનો પ્રતિ મિનિટ 300 થી 750 શીટ્સ તૈયાર કરી શકે છે. તેમાં જમ્બો રોલ લગાવ્યા બાદ પ્રિન્ટિંગ, એમ્બોસિંગ, ફોલ્ડિંગ અને કટિંગનું કામ ઓટોમેટિક થાય છે

  • એક જ મશીનથી વિવિધ પ્રોડક્ટ્સ: સિંગલ મશીનથી તમે ટિશ્યૂ પેપર, નેપકીન અને ટોયલેટ રોલ બનાવી શકો છો. આ બિઝનેસમાં 15% થી 25% જેટલું પ્રોફિટ માર્જિન સરળતાથી મળે છે.
  • જરૂરી દસ્તાવેજો: GST રજિસ્ટ્રેશન, MSME ઉદ્યમ રજિસ્ટ્રેશન, સ્થાનિક ટ્રેડ લાયસન્સ અને પોલ્યુશન કંટ્રોલ બોર્ડ તરફથી NOC/ફેક્ટરી લાયસન્સ.

ઇકો-ફ્રેન્ડલી ડિસ્પોઝેબલ પ્રોડક્ટ્સ

પ્લાસ્ટિક પર પ્રતિબંધ લાગ્યા બાદ ઇકો-ફ્રેન્ડલી ડિસ્પોઝેબલ ઉત્પાદનોની માંગમાં જંગી ઉછાળો આવ્યો છે. લગ્નપ્રસંગો, પાર્ટીઓ અને કેટરિંગ ક્ષેત્રે પેપર અને બાયો-ડિગ્રેડેબલ વાસણોની સતત જરૂર રહે છે. આ બિઝનેસ પણ ₹5 લાખની અંદર શરૂ કરી શકાય છે.

  • ઉત્પાદન પ્રક્રિયા: સોપારીના પાનમાંથી પ્લેટ-વાટકા બનાવવા માટે હાઇડ્રોલિક પ્રેસ મશીન અથવા પેપર-બેઝ્ડ પ્લેટ્સ માટે સેમી/ફુલ્લી ઓટોમેટિક મશીન લગાવી શકાય છે. મશીનરી અને કાચા માલના સ્ટોરેજ માટે 1,000 થી 2,000 ચોરસ ફૂટ જગ્યા અને કોમર્શિયલ વીજ કનેક્શનની જરૂર પડે છે.
  • જરૂરી દસ્તાવેજો: GST નંબર, ઉદ્યમ રજિસ્ટ્રેશન, ટ્રેડ લાયસન્સ અને પોલ્યુશન કંટ્રોલ બોર્ડ સર્ટિફિકેટ.

રમકડાં બનાવવાનું સેટઅપ (Toy Manufacturing)

રમકડાંનો વેપાર ક્યારેય મંદી ન અનુભવતો એવરગ્રીન બિઝનેસ છે. જો તમારી પાસે ક્રિએટિવિટી હોય તો પ્લાસ્ટિક, લાકડું કે સોફ્ટ/સ્ટફ્ડ રમકડાં બનાવીને સારો નફો રળી શકાય છે. આ વ્યવસાય પણ ₹5 લાખના રોકાણ સાથે સરળતાથી શરૂ થઈ શકે છે.

  • ગુણવત્તા અને સ્ટાન્ડર્ડ: ભારતમાં રમકડાં માટે ‘IS 9873’ માપદંડોનું પાલન કરવું અને ISI માર્ક મેળવવો ફરજિયાત છે.
  • જરૂરી બાબતો: પ્રોપ્રાઇટરશિપ કે કંપની રજિસ્ટ્રેશન, GST નંબર, ફેક્ટરી લાયસન્સ અને પોલ્યુશન NOC.

આર્ટ એન્ડ ક્રાફ્ટ બિઝનેસ

જો તમે સર્જનાત્મક વિચારસરણી ધરાવતા હોવ તો આર્ટ એન્ડ ક્રાફ્ટનો વ્યવસાય ઉત્તમ વિકલ્પ છે. તેને માત્ર ₹10,000 થી ₹50,000 ની નાની મૂડીથી ઘરબેઠા શરૂ કરી શકાય છે. આ ક્ષેત્રમાં મહેનત અને કળા જોડાયેલી હોવાથી 40% થી 70% સુધીનું ઊંચું નફાનું માર્જિન મળે છે.

  • પ્રોડક્ટ્સ રેન્જ: હોમ ડેકોર (વોલ હેંગિંગ્સ, મેક્રેમ, રેઝિન આર્ટ, લેમ્પ), કસ્ટમાઇઝ્ડ ગિફ્ટ્સ (હેન્ડમેડ કાર્ડ્સ, ફોટો ફ્રેમ્સ) અને હેન્ડમેડ ટેરાકોટા જ્વેલરી.
  • વેચાણના માધ્યમો: સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ ઉપરાંત Amazon, Flipkart અને Meesho જેવી ઈ-કોમર્સ સાઇટ્સ પર પ્રોડક્ટ લિસ્ટ કરીને દેશભરમાં વેચી શકાય છે.

ઓન-ડિમાન્ડ ક્લિનિંગ સર્વિસ

સ્વચ્છતા અને સ્વાસ્થ્ય પ્રત્યે વધી રહેલી જાગૃતિને કારણે ડીપ ક્લિનિંગ સર્વિસની માંગ ઝડપથી વધી રહી છે. કોર્પોરેટ ઓફિસો, હોસ્પિટલ્સ અને ઘરોમાં પ્રોફેશનલ ક્લિનિંગની ખૂબ માંગ રહે છે. આ સર્વિસ બિઝનેસમાં મોટા મૂડીરોકાણ વગર સારો નફો કમાઈ શકાય છે.

  • સેવાઓ: હોમ ડીપ ક્લિનિંગ, સોફા-કાર્પેટ શેમ્પૂઇંગ, ઓફિસ ક્લિનિંગ અને શિફ્ટિંગ ક્લિનિંગ.
  • બિઝનેસ મોડેલ: તમે પોતાની તાલીમબદ્ધ ટીમ રાખી શકો છો અથવા સ્થાનિક ક્લિનર્સને જોડીને ‘અર્બન કંપની’ની જેમ એપ/વેબસાઇટ દ્વારા કામ કરી શકો છો.
  • જરૂરી બાબતો: બિઝનેસ રજિસ્ટ્રેશન, GST નંબર અને બેંક કરંટ એકાઉન્ટ.

નોંધ:

કોઈ પણ પ્રકારનો કાર્ય શરૂ કરતાં પહેલા સંબંધિત નિષ્ણાતની સલાહ લો. સમાચારમાં કરવામાં આવેલા દાવાઓની સ્વતંત્ર રીતે TV9 ગુજરાતી દ્વારા પુષ્ટિ કરવામાં આવી નથી.

5 ટકાથી વધુ ઉછળ્યો સુઝલોન શેરનો ભાવ, બ્રોકરેજે કહ્યું- 73 ટકા વધી શકે છે: જાણો 5 મોટા કારણો

Follow Us
ભરૂચ અધૂરા રોડના શ્રેય માટે ભાજપ-કોંગ્રેસ વચ્ચે જામી રાજકીય હોડ
ભરૂચ અધૂરા રોડના શ્રેય માટે ભાજપ-કોંગ્રેસ વચ્ચે જામી રાજકીય હોડ
જામનગરમાં જાહેરમાં બાયોમેડિકલ વેસ્ટ ફેંકનાર તબીબને કરાયો 20,000નો દંડ
જામનગરમાં જાહેરમાં બાયોમેડિકલ વેસ્ટ ફેંકનાર તબીબને કરાયો 20,000નો દંડ
કોંગ્રેસની બાગડોર રાહુલે સંભાળી ત્યારથી તેઓ દેશમાં હારે છેઃ અમિત શાહ
કોંગ્રેસની બાગડોર રાહુલે સંભાળી ત્યારથી તેઓ દેશમાં હારે છેઃ અમિત શાહ
બાળકે તુકારામ મુંઢેને કહ્યું: "વડાપાવની દુકાન ખોલાવી દો ને..."
બાળકે તુકારામ મુંઢેને કહ્યું:
અલ નીનોની અસર-ઓક્ટોબરમાં રાજ્યમાં ગરમીનો પારો પહોંચ્યો 39 ડિગ્રીને પાર
અલ નીનોની અસર-ઓક્ટોબરમાં રાજ્યમાં ગરમીનો પારો પહોંચ્યો 39 ડિગ્રીને પાર
સુરતમાં નવરાત્રિમાં બાઉન્સર તરીકે કામ કરતા 4 વિધર્મી ઝડપાયા
સુરતમાં નવરાત્રિમાં બાઉન્સર તરીકે કામ કરતા 4 વિધર્મી ઝડપાયા
સુરતના અબ્રામાથી નકલી ઘીનો કારોબાર ઝડપાયો
સુરતના અબ્રામાથી નકલી ઘીનો કારોબાર ઝડપાયો
મોડાસામાં ATMમાં ટેકનિકલ ખામી, ₹1,000 ઉપાડતાં નીકળ્યા ₹5,000! Video
મોડાસામાં ATMમાં ટેકનિકલ ખામી, ₹1,000 ઉપાડતાં નીકળ્યા ₹5,000! Video
ગાંધીનગર મનપામાં ફરી ભાજપનું શાસન, 44માંથી 38 બેઠકો મેળવ્યો ભવ્ય વિજય
ગાંધીનગર મનપામાં ફરી ભાજપનું શાસન, 44માંથી 38 બેઠકો મેળવ્યો ભવ્ય વિજય
નવરાત્રિમાં ખાણીપીણીના સ્ટોલ્સ પર AMCની તપાસ, 148 સ્ટોલ્સ ચેક કરાયા
નવરાત્રિમાં ખાણીપીણીના સ્ટોલ્સ પર AMCની તપાસ, 148 સ્ટોલ્સ ચેક કરાયા
g clip-path="url(#clip0_868_265)">