AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ઉડ્ડયન ક્ષેત્રમાં તેજીની લહેર ! ફેબ્રુઆરીમાં 4,20,000 લોકોએ કરી હવાઇ મુસાફરી, કોવિડ બાદ બન્યો નવો રેકોર્ડ

કોવિડ દરમિયાન ઘણા મહિનાઓ સુધી હવાઈ ટ્રાફિક બંધ થયો અને હવે ફેબ્રુઆરીમાં દરરોજ 4,20,000 લોકો હવાઈ મુસાફરી કરે છે. ભારતીય ઉડ્ડયન ક્ષેત્રે તાજેતરના વર્ષોમાં ઘણા ઉતાર-ચઢાવ જોયા છે અને રોજેરોજ નવા રેકોર્ડ સર્જાઈ રહ્યા છે. જાણો શું કહે છે આંકડા...

ઉડ્ડયન ક્ષેત્રમાં તેજીની લહેર ! ફેબ્રુઆરીમાં 4,20,000 લોકોએ કરી હવાઇ મુસાફરી, કોવિડ બાદ બન્યો નવો રેકોર્ડ
Aviation Sector
TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 21, 2023 | 1:16 PM
Share

ભારતમાં ઉડ્ડયન ક્ષેત્ર રોજબરોજ સફળતાનો નવો રેકોર્ડ બનાવી રહ્યું છે. એવિએશન રેગ્યુલેટર ડીજીસીએના ડેટા અનુસાર જાન્યુઆરીમાં ડોમેસ્ટિક એર પેસેન્જર્સની સંખ્યા 1.25 કરોડને વટાવી ગઈ છે. તો બીજી તરફ, એરો ઈન્ડિયા અને G20 સંબંધિત ઘણી બેઠકોએ ફેબ્રુઆરીમાં ઉડ્ડયન ક્ષેત્રની વૃદ્ધિની ગતિ જાળવી રાખી હતી.

જો આપણે એકંદર હવાઈ મુસાફરી વિશે વાત કરીએ, તો ફેબ્રુઆરીમાં ડોમેસ્ટિક એર પેસેન્જર ટ્રાફિકની સંખ્યા દરરોજ લગભગ 4,20,000 હતી. આ ડિસેમ્બરમાં 4,10,000 હતી. આટલું જ નહીં, ફેબ્રુઆરીમાં હવાઈ મુસાફરોની સંખ્યા તહેવારોની સિઝન કરતાં પણ વધુ છે એટલે કે ઓક્ટોબરમાં દરરોજ 3,70,000 મુસાફરો રહ્યા.

કોવિડ પછી રેકોર્ડ આવી ગયા હતા તળીયે

દેશમાં કોવિડ દરમિયાન મહિનાઓ સુધી હવાઈ મુસાફરી પર પ્રતિબંધ હતો. આ પછી જ્યારે એર ટ્રાફિક શરૂ થયો ત્યારે એવું લાગી રહ્યું હતું કે એવિએશન સેક્ટર સંપૂર્ણ રીતે બહાર આવી ગયું છે. પરંતુ ધીમે ધીમે એવિએશન ઇન્ડસ્ટ્રી આમાંથી ઉભરી આવી છે. ઉલ્લખનીય છે કે ડિસેમ્બરમાં હવાઇ મુસાફરીએ રેકોર્ડ બનાવ્યો હતો, મોટી બાબત એ છે કે ફક્ત બે જ મહિનામાં આ રેકોર્ડ બ્રેક પણ થઇ ગયો હતો.

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, 19 ફેબ્રુઆરીએ દેશમાં 4,44,845 હવાઈ મુસાફરોએ ઉડાન ભરી હતી. 12 ફેબ્રુઆરીના રોજ આ સંખ્યા 4,37,800 હતી. જ્યારે ડિસેમ્બરમાં 24મીએ 4,35,500 નંબરનો રેકોર્ડ બન્યો હતો.

આ પણ વાંચો : Tata Group Stock: ટાટાનો આ શેર એક વર્ષમાં મજબૂત રિટર્ન આપશે તેવું બ્રોકરેજ હાઉસનું અનુમાન, જાણો શેરની સ્થિતિ વિશે

જાન્યુઆરીમાં એર ટ્રાફિક બમણો થયો

DGCAએ સોમવારે જાન્યુઆરી 2023માં દેશના હવાઈ ટ્રાફિકના આંકડા જાહેર કર્યા. આ મુજબ ગયા વર્ષના જાન્યુઆરીની સરખામણીએ આ વર્ષે સ્થાનિક હવાઈ મુસાફરોના ટ્રાફિકમાં લગભગ બમણો વધારો નોંધાયો છે. જાન્યુઆરી 2022 માં, હવાઈ મુસાફરોની કુલ સંખ્યા લગભગ 64 લાખ હતી, જ્યારે જાન્યુઆરી 2023 માં તે વધીને 1.25 કરોડ થઈ ગઈ. એટલે કે એર ટ્રાફિકમાં અંદાજે 96 ટકાનો વધારો જોવા મળ્યો છે.

ઈન્ડિગોનો માર્કેટ શેર ઘટ્યો

જાન્યુઆરીમાં દેશની સૌથી મોટી એરલાઈન્સનો માર્કેટ શેર ઘટ્યો છે. તે હવે ઘટીને 54.6 ટકા પર આવી ગયું છે, જો કે તે હજુ પણ બજારમાં સૌથી વધુ હિસ્સો ધરાવે છે. ઓગસ્ટ 2022માં ઈન્ડિગોનો માર્કેટ શેર 59.72 ટકા હતો. જાન્યુઆરી 2023માં ઈન્ડિગોથી ઉડાન ભરનારા મુસાફરોની સંખ્યા 68.47 લાખ હતી.

એ જ રીતે, જાન્યુઆરીમાં એર ઈન્ડિયા અને વિસ્તારાના ડોમેસ્ટિક એર પેસેન્જર ટ્રાફિક અનુક્રમે 11.55 લાખ અને 11.05 લાખ હતા. તેમનો બજાર હિસ્સો અનુક્રમે 9.2 ટકા અને 8.8 ટકા હતો. GoFirstનો ડોમેસ્ટિક એર પેસેન્જર ટ્રાફિક 10.53 લાખ હતો, જ્યારે AirAsia India 9.30 લાખ પેસેન્જર વહન કરે છે. બીજી તરફ, આ સમયગાળા દરમિયાન 9.14 લાખ લોકોએ સ્પાઈસ જેટની ફ્લાઈટ્સ દ્વારા મુસાફરી કરી હતી.

(ભાષા ઇનપુટ સાથે)

"ક્લબિંગ પણ કરે છે અને ભજન પણ ગાય છે": RSS પ્રચાર પ્રમુખ સુનિલ આંબેકર
વ્યાજખોર ચિરાગ ગોટી સામે સુરતમાં નોંધાઈ વધુ એક પોલીસ ફરિયાદ
વ્યાજખોર ચિરાગ ગોટી સામે સુરતમાં નોંધાઈ વધુ એક પોલીસ ફરિયાદ
વડવાળા મંદિરના વિકાસ માટે હર્ષ સંઘવીએ કરી ₹2 કરોડની ગ્રાન્ટની જાહેરાત
વડવાળા મંદિરના વિકાસ માટે હર્ષ સંઘવીએ કરી ₹2 કરોડની ગ્રાન્ટની જાહેરાત
મોરારીબાપુએ તલગાજરડા થી સાળંગપુરના નવા રૂટની ST બસનો કરાવ્યો પ્રારંભ
મોરારીબાપુએ તલગાજરડા થી સાળંગપુરના નવા રૂટની ST બસનો કરાવ્યો પ્રારંભ
મોદીના ભગીરથ પાટીલ, પાણી, અને પડકારની વાતો જાણો
મોદીના ભગીરથ પાટીલ, પાણી, અને પડકારની વાતો જાણો
આંતરધર્મીય લગ્ન મુદ્દે હોબાળો! યુવતીને વકીલના વેશમાં કોર્ટમાં લવાઈ
આંતરધર્મીય લગ્ન મુદ્દે હોબાળો! યુવતીને વકીલના વેશમાં કોર્ટમાં લવાઈ
થિંક ફેસ્ટ મંચ પર હર્ષ સંઘવીએ લવ જેહાદ અને સોમનાથ પર કરી વાત
થિંક ફેસ્ટ મંચ પર હર્ષ સંઘવીએ લવ જેહાદ અને સોમનાથ પર કરી વાત
ઈરાન-ઈઝરાયલના યુદ્ધમાં દિવના યુવાને જીવ ગુમાવ્યો
ઈરાન-ઈઝરાયલના યુદ્ધમાં દિવના યુવાને જીવ ગુમાવ્યો
અમદાવાદમાંથી રૂ.89 લાખના કિંમતની જૂની ચલણી નોટ ઝડપાઈ
અમદાવાદમાંથી રૂ.89 લાખના કિંમતની જૂની ચલણી નોટ ઝડપાઈ
ઉનાળાની આકરી ગરમી માટે રહેજો તૈયાર, હવામાન વિભાગે કરી આગાહી
ઉનાળાની આકરી ગરમી માટે રહેજો તૈયાર, હવામાન વિભાગે કરી આગાહી
g clip-path="url(#clip0_868_265)">