31 March Last Date : આ ખાતાઓમાં મિનિમમ એમાઉન્ટ જમા નહિ કરો તો આવતીકાલથી દંડનો સામનો કરવો પડશે
એવી સંખ્યાબંધ કર બચત યોજનાઓ છે જેમાં દરેક નાણાકીય વર્ષમાં ન્યૂનતમ થાપણની જરૂર હોય છે. આ યોજનાઓમાં પબ્લિક પ્રોવિડન્ટ ફંડ (PPF), નેશનલ પેન્શન સ્કીમ (NPS) અને સુકન્યા સમૃદ્ધિ યોજના (SSY)નો સમાવેશ થાય છે. આ યોજનાઓમાં દર વર્ષે નિયત ઓછામાં ઓછી રકમ જમા કરાવવી પડે છે.
નાણાકીય વર્ષ 2021-22 (FY 2021-22)આજે સમાપ્ત થઇ રહ્યું છે. એવી સંખ્યાબંધ કર બચત યોજનાઓ છે જેમાં દરેક નાણાકીય વર્ષમાં ન્યૂનતમ થાપણની જરૂર હોય છે. આ યોજનાઓમાં પબ્લિક પ્રોવિડન્ટ ફંડ (PPF), નેશનલ પેન્શન સ્કીમ (NPS) અને સુકન્યા સમૃદ્ધિ યોજના (SSY)નો સમાવેશ થાય છે. આ યોજનાઓમાં દર વર્ષે નિયત ઓછામાં ઓછી રકમ જમા કરાવવી પડે છે. આમ કરવામાં નિષ્ફળતા આ યોજનાઓ સાથે સંકળાયેલા ખાતાઓને નિષ્ક્રિય કરે છે જેના કારણે પોલિસીધારકને વધુ રોકાણ માટે તેને નિયમિત ભરવાની જરૂર પડશે. તમારે એકાઉન્ટને નિયમિત કરવામાં ઘણો સમય પસાર કરવો પડી શકે છે અને સાથે જ તમારે દંડ પણ ચૂકવવો પડી શકે છે. તે કિસ્સામાં, તમારા માટે નાણાકીય વર્ષ સમાપ્ત થાય તે પહેલાં આ ખાતાઓમાં ઓછામાં ઓછી રકમ જમા કરાવવી વધુ સારું રહેશે.
પબ્લિક પ્રોવિડન્ટ ફંડ (PPF)
જો તમે આજે એટલેકે 31 માર્ચ સુધીમાં તમારા PPF ખાતામાં ન્યૂનતમ રકમ જમા કરાવવામાં સક્ષમ ન હો, તો તમને રૂ.50 નો દંડ આપવામાં આવશે. નાણાકીય વર્ષ માં PPF ખાતામાં ઓછામાં ઓછી રૂ.500/- ડિપોઝીટ જમા કરાવવી જરૂરી છે. તમે તમારા ખાતામાં જેટલા વર્ષો સુધી પૈસા જમા નહીં કરાવો ત્યાં સુધી તમારે લેટ ફી અને ન્યૂનતમ રકમ જમા કરાવવી પડશે. તેમજ જો તમે કોઈપણ નાણાકીય વર્ષમાં રૂ. 500 જમા નહીં કરાવો તો તમારુ ખાતું નિષ્ક્રિય ખાતું ગણવામાં આવશે. નિષ્ક્રિય ખાતાને લોન અથવા ડિપોઝિટના આંશિક ઉપાડ જેવી સુવિધા મળતી નથી સિવાય કે તે તેનું એકાઉન્ટ ફરીથી સક્રિય કરે. નિષ્ક્રિય ખાતાને પાકતી તારીખ પહેલા સક્રિય કરવું પડશે. પાકતી તારીખ પછી એકાઉન્ટ એક્ટિવેટ કરી શકાતું નથી.
રાષ્ટ્રીય પેન્શન યોજના (NPS)
NPS ના ટિયર-1 ખાતા માં દરેક નાણાકીય વર્ષ માં લઘુત્તમ થાપણ રૂ.1000 જમા કરવાની હોઈ છે આ ખાતા માં થાપણ જમા કરવાની કોઈ મહત્તમ મર્યાદા નથી. ટિયર-2 ખાતાઓમાં કોઈ ન્યૂનતમ થાપણની આવશ્યકતા નથી. પણ અગર જો તમારું ટીયર-૧ ખાતું છે અને તમે ન્યૂનતમ રકમ જમા કરાવી નથી, તો તમારું એકાઉન્ટ ફ્રીઝ થઈ શકે છે. આ પછી તમારે દંડની રકમ રૂ.100. એકાઉન્ટ અનફ્રીઝ કરવા માટે ભરવાના રહેશે.
સુકન્યા સમૃદ્ધિ યોજના (SSY)
સુકન્યા સમૃદ્ધિ ખાતું ચાલુ રાખવા માટે દરેક નાણાકીય વર્ષમાં રૂ.250 ની લઘુત્તમ ડિપોઝીટ જરૂરી છે. જો મિનિમમ રકમ એકાઉન્ટ માં જમા ન થાય તો એકાઉન્ટને ડિફોલ્ટ એકાઉન્ટ તરીકે ગણવામાં આવે છે. ડિફોલ્ટ ખાતું ખોલવાની તારીખથી 15 વર્ષની અંદર નિયમિત થઈ શકે છે. જોકે આ માટે રૂ. 50/- વાર્ષિક લઘુત્તમ રકમ સાથે દંડ ચૂકવવાની પડશે.