અટલ ઈનોવેશન મિશન હેઠળ 21 રાજ્યોને આપવામાં આવ્યા 220.55 કરોડ, કુલ 2,324 સ્ટાર્ટઅપનું થયું ઈન્ક્યુબેશન

TV9 GUJARATI

|

Updated on: Oct 02, 2021 | 9:07 PM

આશિષ દ્વારા દાખલ કરવામાં આવેલી RTIના જવાબ મુજબ 59 એઆઈસીને અટલ ઈનોવેશન મિશન (AIM) અને નીતિ આયોગ દ્વારા ભંડોળ પૂરું પાડવામાં આવ્યું છે.

અટલ ઈનોવેશન મિશન હેઠળ 21 રાજ્યોને આપવામાં આવ્યા 220.55 કરોડ, કુલ 2,324 સ્ટાર્ટઅપનું થયું ઈન્ક્યુબેશન

સરકારી સંશોધન સંસ્થા નીતિ આયોગે અટલ ઈનોવેશન મિશન હેઠળ દેશના 21 રાજ્યોમાં અટલ ઈન્ક્યુબેશન કેન્દ્રો (AIC)ને 220.55 કરોડ રૂપિયાનું વિતરણ કર્યું છે. માહિતી અધિકાર (RTI) હેઠળ માંગવામાં આવેલી માહિતી બાદ આ હકીકત સામે આવી છે. અટલ ઈન્ક્યુબેશન સેન્ટર નવીન સ્ટાર્ટઅપ કંપનીઓને પ્રોત્સાહન આપવા માટે પોતાનો ટેકો પૂરો પાડે છે.

ભોપાલના આશિષ કોલારકરે RTI મારફતે જવાબ માંગ્યો હતો

માહિતી અનુસાર અટલ ઈનોવેશન મિશનને લઈને મધ્યપ્રદેશની રાજધાની ભોપાલના રહેવાસી આશિષ કોલારકરે  માહિતી અધિકાર હેઠળ નીતિ આયોગ પાસેથી આ અંગે માહિતી માંગી હતી. આશિષ કોલારકરે RTI હેઠળ 31 ઓગસ્ટ સુધી રાજ્યવાર આ AICને  મળેલી મંજૂરીઓ અને તેમના દ્વારા કરવામાં આવેલા વિતરણની વિગતો માંગી હતી.

59 AICને ધિરાણ આપ્યું

આશિષ દ્વારા દાખલ કરવામાં આવેલા RTI હેઠળ આપવામાં આવેલા જવાબમાં કહેવામાં આવ્યું છે કે 59 એઆઈસીને અટલ ઈનોવેશન મિશન (AIM) અને નીતિ આયોગ દ્વારા ભંડોળ પૂરું પાડવામાં આવ્યું છે. 31 ઓગસ્ટ, 2021 સુધી કુલ 2,324 સ્ટાર્ટઅપ્સનું ‘ઇનક્યુબેશન’ કરવામાં આવ્યું છે. નીતિ આયોગે 21 રાજ્યોના ઈન્ક્યુબેશન કેન્દ્રોને અત્યાર સુધીમાં કુલ 220.55 કરોડ રૂપિયા આપ્યા છે.

કર્ણાટકમાં સૌથી વધુ અને ગોવામાં સૌથી ઓછું ભંડોળ છે

આરટીઆઈ દ્વારા આપેલા જવાબમાં વિવિધ રાજ્યોને વહેંચવામાં આવેલા ભંડોળની વિગતો આપતા જણાવાયું છે કે આ મિશન હેઠળ કર્ણાટકને મહત્તમ ભંડોળ મળ્યું છે, જ્યારે ગોવાને સૌથી ઓછુ ફંડ આપવામાં આવ્યું છે.

અટલ ઈનોવેશન મિશન હેઠળ કર્ણાટકને 38.07 કરોડ રૂપિયા, તમિલનાડુને 25.58 કરોડ રૂપિયા, મહારાષ્ટ્રને 23.49 કરોડ રૂપિયા, તેલંગાણાને 21.51 કરોડ રૂપિયા, દિલ્હીને 21.68 કરોડ રૂપિયા, ગુજરાતને 14.15 કરોડ રૂપિયા, મધ્યપ્રદેશને 12.16 કરોડ રૂપિયા, ઉત્તરપ્રદેશને 12.2 કરોડ રૂપિયા,  કેરળને 8.31 કરોડ રૂપિયા.

રાજસ્થાનને 8.5 કરોડ રૂપિયા, આંધ્ર પ્રદેશને 5.75 કરોડ રૂપિયા, આસામને 3.42 કરોડ રૂપિયા, છત્તીસગઢને 3.86 કરોડ રૂપિયા, બિહારને 2 કરોડ રૂપિયા, ગોવાને 1.82 કરોડ રૂપિયા, હરીયાણાને 2 કરોડ રૂપિયા, જમ્મુ કશ્મીરને 2 કરોડ રૂપિયા, ઓડિશાને 4 કરોડ રૂપિયા, પુડુચેરીને 2.77 કરોડ રૂપિયા, સિક્કિમને 4.1 કરોડ રૂપિયા અને પંજાબને 3.1 કરોડ રૂપિયા આપવામાં આવ્યા છે.

આ પણ વાંચો :  Petrol Diesel Price: મોંઘવારીએ સામાન્ય માણસની કમર તોડી નાખી! ક્રૂડ ઓઇલના ભાવમાં ફરી આગ લાગી, જાણો તમારા શહેરમાં આજે પેટ્રોલ અને ડીઝલ કેટલું મોંઘુ થયું

Latest News Updates

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati