20 ટકા વેપારથી ભારતીય એરલાઈન્સ કંપનીઓની હાલત ખરાબ, સરકાર પાસે 11 હજાર કરોડની વ્યાજમુક્ત લોનની કરી માંગણી

20 ટકા વેપારથી ભારતીય એરલાઈન્સ કંપનીઓની હાલત ખરાબ, સરકાર પાસે 11 હજાર કરોડની વ્યાજમુક્ત લોનની કરી માંગણી

કોરોના મહામારીએ એવિએશન ઈન્ડસ્ટ્રીને મરણતોલ ફટકો માર્યો છે. કોરોનાના પગપેસારાથી ઓગસ્ટ સુધીમાં લોકલ એર ટ્રાફિક માત્ર 20 ટકા નોંધાયો છે. નહિવત વેપારથી એરલાઈન્સ કંપનીઓએ બિઝનેસ ટકાવી રાખવા 11 હજાર કરોડ રૂપિયાની વ્યાજમુક્ત લોનની સરકાર પાસે માંગણી કરી છે. એરલાઈન્સ કંપનીઓ દ્વારા જાહેર કરાયેલા અંક અનુસાર છેલ્લા 5 મહિનાઓમાં 600 લાખ સરેરાશ મુસાફરો સામે માત્ર 120 લાખ લોકોએ હવાઈ યાત્રા કરી છે. જે અગાઉના વર્ષોની સરખામણીએ 80 ટકા ઓછું માનવામાં આવી રહ્યું છે.

20 taka vepar thi bhartiya airlines companyo ni halat kharab sarkar pase 11 hajar crore ni vyajmukt loan ni kari mangani

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

ઈન્ટરનેશનલ એર ટ્રાન્સપોર્ટ એસોસિએશન પણ ખોટના મામલે પાછળ નથી. IATA અનુસાર ખોટના પગલે 30 લાખ લોકોએ નોકરીઓ ગુમાવી છે, જયારે ક્ષેત્રને 80.97 હજાર કરોડ રૂપિયાનું નુકશાન પહોંચ્યું છે, ત્યારે કંપનીઓ પાસે દરવાજે તાળાં લટકાવવા સિવાય વિકલ્પ નજરે પડતો નથી. કોરોના મહામારીના કારણે એવિએશન ઈન્ડસ્ટ્રીઝની હાલત ખુબ નબળી થઈ છે, ત્યારે આથી સહાયથી જ ઉદ્યોગો અસ્તિત્વ ટકાવી શકે તેમ હોવાથી તેઓ સરકાર તરફ મીટ માંડી રહ્યા છે.

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો


  • Follow us on Facebook

Click on your DTH Provider to Add TV9 Gujarati