બેટરી માટે સરકારની 18,000 કરોડની PLI સ્કીમમાં રિલાયન્સ સહિત આ કંપનીઓએ રસ દાખવ્યો

ભારે ઉદ્યોગ મંત્રાલયે જણાવ્યુ હતુ કે "આ યોજનાને સ્થાનિક તેમજ વૈશ્વિક રોકાણકારો તરફથી પ્રોત્સાહક પ્રતિસાદ મળ્યો છે. ACC PLI સ્કીમને કારણે ક્રૂડ ઓઈલની આયાતમાં નોંધપાત્ર ઘટાડો થવાને કારણે રાષ્ટ્રને બચત થવાની અપેક્ષા છે."

બેટરી માટે સરકારની 18,000 કરોડની  PLI સ્કીમમાં રિલાયન્સ સહિત આ કંપનીઓએ રસ દાખવ્યો
10 bidders for govt PLI scheme for batteries (File Photo)
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 16, 2022 | 4:10 PM

PLI Scheme: સરકારે 18,100 કરોડના બજેટરી ખર્ચ સાથે ભારતની ઉત્પાદન ક્ષમતા વધારવા માટે 50 ગીગા વોટ કલાક (GWh)ની ઉત્પાદન ક્ષમતા હાંસલ કરવા માટે PLI સ્કીમ (Production linked incentives) ‘નેશનલ પ્રોગ્રામ ઓન એડવાન્સ્ડ કેમિસ્ટ્રી સેલ (ACC)‘ને મંજૂરી આપી છે. જેમાં રિલાયન્સ સહિત ઘણી કંપનીઓએ રસ દાખવ્યો છે.

ભારે ઉદ્યોગ મંત્રાલય દ્વારા આ દરખાસ્ત બહાર પાડવામાં આવી

RILની પેટાકંપની રિલાયન્સ ન્યુ એનર્જી સોલર, હ્યુન્ડાઈ ગ્લોબલ મોટર્સ, ઓલા ઈલેક્ટ્રીક, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા અને લાર્સન એન્ડ ટુબ્રોએ 10 કંપનીઓમાં સામેલ છે જેણે ભારતમાં બેટરી ઉત્પાદન માટે 18,100 કરોડની પ્રોડક્શન લિન્ક્ડ ઈન્સેન્ટિવ સ્કીમ હેઠળ બિડ સબમિટ કરી છે.

તમને જણાવી દઈએ કે શનિવારે કેન્દ્ર સરકાર દ્વારા આ અંગે માહિતી આપવામાં આવી હતી. કેન્દ્રીય મંત્રાલયે જણાવ્યું હતું કે “ભારતમાં એડવાન્સ્ડ કેમિસ્ટ્રી સેલ (ACC) બેટરી સ્ટોરેજ પ્રોગ્રામ હેઠળ કુલ 10 કંપનીઓએ તેમની બિડ સબમિટ કરી હતી, જેના માટે 22મી ઓક્ટોબરના રોજ ભારે ઉદ્યોગ મંત્રાલય દ્વારા આ દરખાસ્ત બહાર પાડવામાં આવી હતી.

Neeraj Chopra Marriage : ઓલિમ્પિક ચેમ્પિયને આ છોકરી સાથે લીધા 7 ફેરા
અજય દેવગનની કો-સ્ટારે આ 7 બિકીની ફોટાથી મચાવી ધમાલ
Pitra Dosh Mantra : પિતૃદોષ દૂર કરવા માટે કયા મંત્રનો જાપ કરવો જોઈએ?
Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી
Money Plant Vastu Tips : મની પ્લાન્ટ પાસે ભૂલથી પણ આ વસ્તુ ન રાખો, નહીતર આવશે ગરીબી !
Iskcon Temple : ઇસ્કોન મંદિરનો રંગ હંમેશા સફેદ કેમ હોય છે?

આ કંપનીઓએ રસ દાખવ્યો

ઉલ્લેખનીય છે કે જે કંપનીઓએ ACC PLI સ્કીમ માટે અરજી કરી છે તેમાં રિલાયન્સ ન્યૂ એનર્જી સોલર લિમિટેડ, (રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડની પેટાકંપની), હ્યુન્ડાઈ ગ્લોબલ મોટર્સ કંપની લિમિટેડ, ઓલા ઈલેક્ટ્રિક મોબિલિટી પ્રાઈવેટ લિમિટેડ, લુકાસ-ટીવીએસ લિમિટેડ, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા લિમિટેડ, અમરા રાજા બેટરી લિમિટેડ, એક્સાઈડ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડ, રાજેશ એક્સપોર્ટ્સ લિમિટેડ, લાર્સન એન્ડ ટુબ્રો લિમિટેડ અને ઈન્ડિયા પાવર કોર્પોરેશન લિમિટેડનો સમાવેશ થાય છે.

તમને જણાવવુ રહ્યું કે આ યોજનામાં અરજી માટે 14 જાન્યુઆરી સુધીનો સમય આપવામાં આવ્યો હતો.પસંદ કરેલી કંપનીઓએ બે વર્ષના સમયગાળામાં બેટરી ઉત્પાદન સુવિધા સ્થાપિત કરવાની રહેશે. ત્યારબાદ ભારતમાં ઉત્પાદિત બેટરીના વેચાણ પર પાંચ વર્ષના સમયગાળામાં સરકાર દ્વારા પ્રોત્સાહન આપવામાં આવશે.

રિન્યુએબલ એનર્જીના હિસ્સામાં વધારો થવાની સંભાવના

ભારે ઉદ્યોગ મંત્રાલયે જણાવ્યુ હતુ કે “આ યોજનાને સ્થાનિક તેમજ વૈશ્વિક રોકાણકારો તરફથી પ્રોત્સાહક પ્રતિસાદ મળ્યો છે. ACC PLI સ્કીમને કારણે ક્રૂડ ઓઈલની આયાતમાં નોંધપાત્ર ઘટાડો થવાને કારણે રાષ્ટ્રને બચત થવાની અપેક્ષા છે અને રાષ્ટ્રીય ગ્રીડ સ્તરે પણ રિન્યુએબલ એનર્જીના હિસ્સામાં વધારો થવાની સંભાવના છે.

આ પણ વાંચો : Share Market : ચાલુ સપ્તાહે રોકાણકારોની મૂડીમાં 6.20 લાખ કરોડનો ઉછાળો, જાણો શું છે TOP -10 કંપનીની સ્થિતિ

g clip-path="url(#clip0_868_265)">