AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ગુજરાતમાં ગ્રીન એનર્જી અને અન્ય પ્રોજેક્ટસમાં રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ 5.95 લાખ કરોડનું રોકાણ કરશે

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતીમાં ગાંધીનગરમાં ગુજરાત સરકાર અને રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ વચ્ચે MoU થયા. 10 લાખ જેટલી રોજગારીનું સર્જન થવાનો દાવો.

ગુજરાતમાં ગ્રીન એનર્જી અને અન્ય પ્રોજેક્ટસમાં રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ 5.95 લાખ કરોડનું રોકાણ કરશે
MoU signed between Gujarat Government and Reliance Industries in Gandhinagar
TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 13, 2022 | 5:54 PM
Share

રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ (Reliance Industries) લિમિટેડ દ્વારા ગુજરાતને નેટ ઝીરો અને કાર્બન ફ્રી બનાવવાના હેતુથી ગુજરાત સરકાર સાથે રૂ. 5.95 લાખ કરોડના રોકાણો માટે ગાંધીનગરમાં MoU થયા છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતીમાં આ MoU પર ગુજરાત સરકારના ઉદ્યોગ વિભાગના અધિક મુખ્ય સચિવ ડૉ. રાજીવકુમાર ગુપ્તા તથા રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ વતી ગૃપ પ્રેસિડેન્ટ પરિમલ નથવાણીએ હસ્તાક્ષર કર્યા હતા.

વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ-2022 (Vibrant Gujarat Global Summit-2022) અંતર્ગત રોકાણ પ્રોત્સાહન રૂપે રિલાયન્સ દ્વારા આ MoU કરવામાં આવેલા છે. જે અંતર્ગત રાજ્યમાં આવનારા દસકમાં 100 ગીગાવોટ રિન્યુએબલ એનર્જી પાવર પ્લાન્ટ (Renewable energy power plant) અને ગ્રીન હાઇડ્રોજન ઇકો-સિસ્ટમના વિકાસ માટે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝએ રૂ. 5 લાખ કરોડના આ સૂચિત રોકાણો કર્યા છે.

રિન્યુએબલ એનર્જી તથા ગ્રીન હાઇડ્રોજન કેપ્ટીવ ઉપયોગની નવી ટેક્નોલોજી તથા ઇનોવેશન અપનાવવા નાના અને મધ્યમ કદના ઉદ્યોગોને સહાય રૂપ બનવા અને ઉદ્યોગ સાહસિકતાને પ્રોત્સાહિત કરવા રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ ઇકોસિસ્ટમ વિકસાવશે. આ સૂચિત પ્રોજેક્ટના પરિણામે રાજ્યમાં પ્રત્યક્ષ અને પરોક્ષ મળીને અંદાજે 10 લાખ જેટલી રોજગારીની તકોનું સર્જન થશે.

આ MoU ઉપરાંત રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ દ્વારા ન્યૂ એનર્જી મેન્યૂફેકચરીંગ-ઇન્ટીગ્રેટેડ રિન્યુએબલ મેન્યૂફેકચરીંગ અન્વયે 60 હજાર કરોડનું રોકાણ કરશે. આ ન્યૂ એનર્જી મેન્યુફેકચરીંગ અન્વયે સોલાર પી.વી. મોડ્યુલ, ઇલેકટ્રોલાઇઝર, એનર્જી સ્ટોરેજ બેટરી, ફયુઅલ સેલ્સ સહિતની ફેસેલીટીઝ સ્થપાશે.

5Gના નેટવર્ક માટે પણ 7500 કરોડનું રોકણ કરશે.

એટલું જ નહિ, રિલાયન્સ જિઓ નેટવર્કને 5G માં અપગ્રેડ કરવા આગામી વર્ષોમાં 7500 કરોડ, આવનારા 5 વર્ષમાં રિલાયન્સ રિટેઇલમાં રૂ. 3000 કરોડ અને હાલના તથા નવા પ્રોજેક્ટસમાં મળીને રૂ. 25 હજાર કરોડના રોકાણોના પ્રસ્તાવ પણ તેમણે રજૂ કર્યા હતા. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ (Chief Minister Bhupendra Patel) એ ગ્રીન-કલીન અને એન્વાયરમેન્ટ ફ્રેન્ડલી એનર્જી ઉત્પાદનમાં ગુજરાતને અગ્રેસર બનાવવામાં આ સૂચિત પ્રોજેક્ટસ મહત્વપૂર્ણ બનશે તેવી અપેક્ષા વ્યક્ત કરી હતી.

આ પણ વાંચોઃ કચ્છના મૂંદ્રામાં 37,500 કરોડના રોકાણ સાથે ઇન્ટીગ્રેટેડ સ્ટિલ પ્લાન્ટ સ્થપાશે, નવી રોજગારીઓ ઊભી થશે

આ પણ વાંચોઃ Amul રાજકોટમાં દૂધના પાવડરનો પ્લાન્ટ સ્થાપશે : રાધવજી પટેલ

Follow Us
અમદાવાદની ITC નર્મદા હોટલની સેન્ડવીચમાંથી જીવાત નીકળી
અમદાવાદની ITC નર્મદા હોટલની સેન્ડવીચમાંથી જીવાત નીકળી
હીટવેવના પગલે આરોગ્ય તંત્ર એક્શનમાં, જુઓ વીડિયો
હીટવેવના પગલે આરોગ્ય તંત્ર એક્શનમાં, જુઓ વીડિયો
હવે સાગર રબારીએ પણ આમ આદમી પાર્ટી છોડી
હવે સાગર રબારીએ પણ આમ આદમી પાર્ટી છોડી
ઘરને તાત્કાલિક સફાઈની જરૂર છે, થોડો તણાવ પેદા થઈ શકે છે
ઘરને તાત્કાલિક સફાઈની જરૂર છે, થોડો તણાવ પેદા થઈ શકે છે
જેતપુર નજીક વ્રજ વાટિકા હોટલમાં ભીષણ આગ, લગ્ન પ્રસંગમાં અફરાતફરી
જેતપુર નજીક વ્રજ વાટિકા હોટલમાં ભીષણ આગ, લગ્ન પ્રસંગમાં અફરાતફરી
રાજકોટમાં ફરી ગેમ ઝોનમાં આગ: કાલાવડ રોડ પર ફનબ્લાસ્ટમા સર્જાયા દ્રશ્યો
રાજકોટમાં ફરી ગેમ ઝોનમાં આગ: કાલાવડ રોડ પર ફનબ્લાસ્ટમા સર્જાયા દ્રશ્યો
અમદાવાદ: ચૂંટણીમાં બબાલ, ભાજપ ઉમેદવાર વિનોદ પરમાર હોસ્પિટલમાં દાખલ
અમદાવાદ: ચૂંટણીમાં બબાલ, ભાજપ ઉમેદવાર વિનોદ પરમાર હોસ્પિટલમાં દાખલ
AAP ઉમેદવાર નરેન્દ્રસિંહ જાડેજાનું 38 વર્ષની વયે હાર્ટ એટેકથી નિધન
AAP ઉમેદવાર નરેન્દ્રસિંહ જાડેજાનું 38 વર્ષની વયે હાર્ટ એટેકથી નિધન
અમદાવાદ: ઈમરાન ખેડાવાલાની 'બુલડોઝરનો બદલો' લેવા મતદારોને અપીલ
અમદાવાદ: ઈમરાન ખેડાવાલાની 'બુલડોઝરનો બદલો' લેવા મતદારોને અપીલ
વડોદરામાં TMC સાંસદ યુસુફ પઠાણનું મોટું નિવેદન, જુઓ Video
વડોદરામાં TMC સાંસદ યુસુફ પઠાણનું મોટું નિવેદન, જુઓ Video
g clip-path="url(#clip0_868_265)">