મેટલ ઇન્ડેક્સમાં 3 મહિનાનો સૌથી ઊંચો ઉછાળો, શેરબજારમાં સ્ટીલ કંપનીઓની સ્થિતિ મજબૂત

https://tv9gujarati.com/business-tv9-stories/share-market-mettal-index-still-company-ma-teji-friday-uchado-niffty--180358.html

સપ્તાહના છેલ્લા સત્રમાં શુક્રવારે શેરબજારમાં સ્ટીલ શેરોમાં ચળકાટ જોવા મળ્યો. નિફ્ટી મેટલ ઈન્ડેક્સમાં 3 મહિના બાદ સૌથી મોટો એક દિવસીય ઉછાળો નોંધાયો. અને, તે ૩.૭ ટકા વૃદ્ધિ સાથે ૨૩૩૦ પર બંધ રહ્યો. નિષ્ણાંતો માને છે કે મેટલ ક્ષેત્રમાં બ્રોડ બેઝ લેવાલી સૂચવે છે કે ક્ષેત્ર અઢી મહિનાના કરેક્શન અને કોન્સોલિડેશનમાંથી બહાર આવવા પ્રયત્ન કરી રહ્યું છે.


સરકાર સ્ટીલ પ્રોડક્ટ્સ પર એન્ટિ-ડમ્પીંગ ચાલુ રાખવા માટે સમીક્ષા કરી રહ્યું છે. સરકાર સમીક્ષા બાદ આયાત ઉપરના અંકુશો ચાલુ રાખવાનો નિર્ણય લે તો સ્થાનિક ઉત્પાદકોને માટે ખુબ સારી પરિસ્થતિનું નિર્માણ થઇ શકે છે. હાલમાં મેટલ ઈન્ડેક્સ તેની ટોચથી ઘણો દૂર ટ્રેડ થઈ રહ્યો છે. સ્ટીલ ક્ષેત્ર સુધારાના મૂડમાં દેખાઈ રહ્યું છે સરકારી નિર્ણય વધુ તેજી પ્રદાન કરે તેમ છે.

READ  પ્રારંભિક નરમાશ બાદ, ભારતીય શેરબજારમાં તેજી, સેન્સેક ૧૮૭ અને નિફટી ૪૮ અંક ઉપર વધ્યા

અગ્રણી સ્ટીલ અને મેટલ શેર્સનો શુક્રવારનો દેખાવ  

કંપની                      છેલ્લો ભાવ                 વૃદ્ધિ

જેએસડબ્લ્યૂ સ્ટીલ     311.35                +19.80 ( )

જિંદાલ સ્ટીલ             193.40              +10.50 

તાતા સ્ટીલ                393.80             +19.90 

હિંદાલ્કો                    180.00             +6.35 

સેઈલ                         34.05                +1.25 

નાલ્કો                        30.80                 +1.10 

એનએમડીસી            82.95                   +2.20 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

READ  ક્યારેક સોનિયા ગાંધીએ કહ્યું હતું, ‘મારા બાળકો રોડ પર ભીખ માંગશે, પણ રાજકારણમાં નહીં આવે’ !


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

 

FB Comments