AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Union Budget 2023: આ બજેટમાં મારા પરિવારને શું મળ્યું ? આ રહ્યા 23 પોઈન્ટ જેના આધારે મેળવો સમગ્ર ચિતાર

બજેટમાં દરેક વર્ગને ધ્યાનમાં રાખીને જાહેરાતો કરવામાં આવી છે. સૌથી મોટી જાહેરાત આવકવેરા અંગેની હતી. નવી કર વ્યવસ્થામાં આવકવેરા મુક્તિ મર્યાદા 5 લાખ રૂપિયાથી વધારીને 7 લાખ રૂપિયા કરવામાં આવી છે

Union Budget 2023: આ બજેટમાં મારા પરિવારને શું મળ્યું ? આ રહ્યા 23 પોઈન્ટ જેના આધારે મેળવો સમગ્ર ચિતાર
Union Budget 2023: Nirmala Sitharaman
TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 01, 2023 | 6:07 PM
Share

આજે એટલે કે 1 ફેબ્રુઆરીએ નાણામંત્રી નિર્મલા સીતારમણે સામાન્ય બજેટ 2023-24 રજૂ કર્યું છે. બજેટમાં દરેક વર્ગને ધ્યાનમાં રાખીને જાહેરાતો કરવામાં આવી છે. સૌથી મોટી જાહેરાત આવકવેરા અંગેની હતી. નવી કર વ્યવસ્થામાં આવકવેરા મુક્તિ મર્યાદા 5 લાખ રૂપિયાથી વધારીને 7 લાખ રૂપિયા કરવામાં આવી છે. આ રીતે, નવી કર વ્યવસ્થામાં, 7 લાખ રૂપિયા સુધીની કમાણી કરનારાઓએ કોઈ ટેક્સ ચૂકવવો પડશે નહીં.

આ સાથે જ ટેક્સ સ્લેબની સંખ્યા 6 થી ઘટાડીને 5 કરવામાં આવી છે. સાથે જ ટેક્સ છૂટની મર્યાદા વધારીને ત્રણ લાખ રૂપિયા કરવામાં આવી છે. બજેટમાં જાહેરાત કરવામાં આવી છે કે સિનિયર સિટીઝન સેવિંગ્સ એકાઉન્ટ સ્કીમમાં જમા રકમની મહત્તમ મર્યાદા 15 લાખ રૂપિયાથી વધારીને 30 લાખ રૂપિયા કરવામાં આવશે.

અહીં વાંચો 2023ના બજેટની 23 મોટી બાબતો અને જાહેરાતો:

  1. લગભગ નવ વર્ષમાં માથાદીઠ આવક બમણીથી વધુ રૂ. 1.97 લાખ થઈ છે.
  2. સપ્તર્ષિ બજેટની સાત પ્રાથમિકતાઓ. તેમાં સર્વાગી વિકાસ સાથે છેવાડાના લોકો સુધી સુવિધાઓ પહોંચે, ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને રોકાણ, સહજ સંભવિતતાનું વિસ્તરણ, હરિયાળી વૃદ્ધિ, યુવા શક્તિ અને નાણાકીય ક્ષેત્રનો સમાવેશ થાય છે.
  3. વર્ષ 2014થી સ્થપાયેલી હાલની 157 મેડિકલ કોલેજો સાથે, સંસ્થાઓમાં 157 નવી નર્સિંગ કોલેજો ખોલવામાં આવશે.
  4. કેન્દ્ર આગામી ત્રણ વર્ષમાં 3.5 લાખ આદિવાસી વિદ્યાર્થીઓ માટે 740 એકલવ્ય મોડેલ રેસિડેન્શિયલ સ્કૂલમાં 38,800 શિક્ષકો અને સહાયક સ્ટાફની નિમણૂક કરશે.
  5. પીએમ આવાસ યોજનાનો ખર્ચ 66 ટકા વધારીને 79,000 કરોડ રૂપિયા કરવામાં આવ્યો છે.
  6. 5G સેવાઓ પર આધારિત એપ્લિકેશન વિકસાવવા માટે 100 પ્રયોગશાળાઓ સ્થાપિત કરવામાં આવશે.
  7. સરકાર આગામી ત્રણ વર્ષમાં એક કરોડ ખેડૂતોને કુદરતી ખેતી અપનાવવા પ્રોત્સાહિત કરશે અને મદદ કરશે.
  8. લાખો યુવાનોને કૌશલ્યવાન બનાવવા માટે આગામી ત્રણ વર્ષમાં પ્રધાનમંત્રી કૌશલ વિકાસ યોજના 4.0 શરૂ કરવામાં આવશે.
  9. વિવિધ રાજ્યોના કુશળ યુવાનોને આંતરરાષ્ટ્રીય તકો પૂરી પાડવા માટે 30 સ્કિલ ઈન્ડિયા ઈન્ટરનેશનલ સેન્ટરની સ્થાપના કરવામાં આવશે.
  10. સિનિયર સિટીઝન સેવિંગ્સ એકાઉન્ટ સ્કીમમાં જમા રકમની મહત્તમ મર્યાદા 15 લાખ રૂપિયાથી વધારીને 30 લાખ રૂપિયા કરવામાં આવશે.
  11. લક્ષ્યાંકિત રાજકોષીય ખાધ 2025-26 સુધીમાં 4.5 ટકાથી નીચે રહેવાનો અંદાજ છે.
  12. મિલેટ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ, હૈદરાબાદને શ્રી અન્ના માટે ભારતને વૈશ્વિક હબ બનાવવાના ઉદ્દેશ્ય સાથે સેન્ટર ઑફ એક્સલન્સ તરીકે પ્રમોટ કરવામાં આવશે.
  13. પશુપાલન, ડેરી અને મત્સ્યઉદ્યોગને ધ્યાનમાં રાખીને કૃષિ ધિરાણનો લક્ષ્યાંક વધારીને રૂ. 20 લાખ કરોડ કરવામાં આવશે.
  14. ICMR પ્રયોગશાળાઓ દ્વારા સંયુક્ત જાહેર અને ખાનગી તબીબી સંશોધનને પ્રોત્સાહન આપવામાં આવશે.
  15. અનુસૂચિત જનજાતિ માટે વિકાસ કાર્ય યોજના હેઠળ આગામી ત્રણ વર્ષમાં પ્રધાનમંત્રી PVTG વિકાસ મિશનના અમલીકરણ માટે 15,000 કરોડ.
  16. બંદરો, કોલસો, સ્ટીલ, ખાતર અને ખાદ્યાન્ન ક્ષેત્રોમાં 100 મહત્વપૂર્ણ પરિવહન માળખાકીય પ્રોજેક્ટ માટે રૂ. 75,000 કરોડનું રોકાણ, જેમાં ખાનગી ક્ષેત્રના રૂ. 15,000 કરોડનો સમાવેશ થાય છે.
  17. મહિલા સન્માન બચત પ્રમાણપત્ર શરૂ કરવામાં આવશે. આ હેઠળ, આંશિક ઉપાડ વિકલ્પ સાથે 7.5 ટકાના નિશ્ચિત વ્યાજ દરે બે વર્ષ (માર્ચ 2025 સુધી) મહિલાઓ અથવા છોકરીઓના નામે બે લાખ રૂપિયા સુધી જમા કરાવી શકાય છે.
  18. બજેટ અનુમાન મુજબ, ચાલુ નાણાકીય વર્ષ માટે રાજકોષીય ખાધ જીડીપીના 6.4 ટકા છે.
  19. 2023-24 માટે કુલ બજાર દેવું 15.4 લાખ કરોડ રૂપિયા હોવાનો અંદાજ છે.
  20. નવી કર વ્યવસ્થામાં વ્યક્તિગત આવકવેરા મુક્તિ મર્યાદા હાલના રૂ. 5 લાખથી વધારીને રૂ. 7 લાખ કરવામાં આવશે. આ રીતે, નવી ટેક્સ સિસ્ટમમાં, સાત લાખ રૂપિયા સુધીની આવક ધરાવતા લોકોને કોઈ ટેક્સ ચૂકવવો પડશે નહીં.
  21. નવા વ્યક્તિગત આવકવેરા શાસનમાં, કર માળખામાં સ્લેબની સંખ્યા છથી ઘટાડીને પાંચ કરવામાં આવી છે. ટેક્સ મુક્તિ મર્યાદા વધારીને ત્રણ લાખ રૂપિયા કરવામાં આવી છે.
  22. બિન-સરકારી પગારદાર કર્મચારીઓની નિવૃત્તિ પર રજા રોકડ પર કર મુક્તિ મર્યાદા વધારીને 25 લાખ રૂપિયા કરવામાં આવશે.
  23. કાપડ અને કૃષિ સિવાયના માલસામાન પરના મૂળભૂત કસ્ટમ ડ્યુટી દરોની સંખ્યા 21 થી ઘટાડીને 13 કરવામાં આવી છે.

g clip-path="url(#clip0_868_265)">