Union Budget 2023: વિશ્વના અર્થતંત્રમાં ભારત સૌથી આગળ રહેવાનું અનુમાન, 7 ટકા રહેશે દેશનો GDP, માથાદીઠ આવક થઈ બે ગણી

TV9 GUJARATI

|

Updated on: Feb 01, 2023 | 6:00 PM

2023નું બજેટ રજૂ કરતાં નિર્મલા સીતારમણે કહ્યું કે વિશ્વએ ભારતને એક ચમકતો તારો તરીકે ઓળખાવ્યું છે, તમામ મુખ્ય અર્થવ્યવસ્થાઓની તુલનામાં સૌથી વધુ છે, રોગચાળા અને યુદ્ધને કારણે વ્યાપક વૈશ્વિક મંદી હોવા છતાં ચાલુ વર્ષ માટે આપણો વિકાસ 7 ટકાનો અંદાજ છે. દેશની અર્થવ્યવસ્તા સુધરતાની સાથે માથાદીઠ આવકમાં પણ વધારો થશે.

Union Budget 2023: વિશ્વના અર્થતંત્રમાં ભારત સૌથી આગળ રહેવાનું અનુમાન, 7 ટકા રહેશે દેશનો GDP, માથાદીઠ આવક થઈ બે ગણી
વિશ્વના અર્થતંત્રમાં ભારત સૌથી આગળ રહેવાનું અનુમાન, 7 ટકા રહેશે દેશનો GDP, માથાદીઠ આવક થઈ બે ગણી
Image Credit source: Tv9 ભારતવર્ષ

Budget 2023: નાણાપ્રધાન નિર્મલા સીતારમણે કહ્યું કે નાણાકીય વર્ષ 2023-24નું બજેટ પાછલા બજેટના પાયા અને ભારતની 100 વર્ષની બ્લુ પ્રિન્ટ પર આધારિત છે. સીતારમણે કહ્યું કે વિશ્વએ ભારતને એક સ્ટાર તરીકે ઓળખ્યું છે અને વર્તમાન વર્ષ માટે વિકાસ દર 7 ટકા રહેવાનો અંદાજ છે.

NDA સરકારના બીજા કાર્યકાળનું છેલ્લુ બજેટ

તમને જણાવી દઈએ કે 2024માં યોજાનારી સામાન્ય ચૂંટણી પહેલા ભાજપની આગેવાની હેઠળની NDA સરકારના બીજા કાર્યકાળનું આ છેલ્લું પૂર્ણ બજેટ છે. જુલાઈ 2019માં નાણા પ્રધાન પદ સંભાળ્યા પછી સીતારમણ પોતાનું પાંચમું પૂર્ણ બજેટ રજૂ કર્યું હતું.

નાણામંત્રી નિર્મલા સીતારમણે ઉમેર્યું હતુ કે ભારતમાં માથાદીઠ આવક બે ગણી થઈ હોવાનું નાણામંત્રીએ જણાવ્યું હતું. ભારતમાં અર્થતંત્રમાં વધારો થવાના કારણે લોકોની માથાદીઠ આવકમાં પણ વધારો થયો છે.

આ પણ વાચો: Employment Budget 2023: 157 નર્સિંગ કોલેજ, 38,800 શિક્ષકની ભરતી…બજેટ 2023માં શિક્ષણ-નોકરી સેક્ટરને શું મળ્યું?

9 વર્ષમાં 5મી સૌથી મોટી અર્થવ્યવસ્થા બન્યું ભારત

કેન્દ્રીય બજેટ રજૂ કરતાં તેમણે કહ્યું કે વિશ્વએ ભારતને એક સ્ટાર તરીકે ઓળખાવ્યું છે, તમામ મુખ્ય અર્થવ્યવસ્થાઓમાં મહામારી અને યુદ્ધને કારણે વૈશ્વિક મંદી હોવા છતાં ચાલુ વર્ષ માટે આપણો વિકાસ 7 ટકાનો અંદાજ છે. સૌથી વધુ તેમણે કહ્યું કે ભારતીયની અર્થવ્યવસ્થા સાચા માર્ગ પર છે, ઉજ્જવળ ભવિષ્ય તરફ આગળ વધી રહી છે. તેમણે કહ્યું કે ભારતીય અર્થવ્યવસ્થા છેલ્લા 9 વર્ષોમાં કદમાં 10માથી વધીને વિશ્વમાં 5મા નંબર પર આવી ગઈ છે.

IMFએ કર્યું હતુ અનુમાન

તાજેતરમાં IMF દ્વારા ભારતીય અર્થવ્યવસ્થાનો અંદાજ મુક્યો હતો. જેમાં કહેવામાં આવ્યું છે કે દેશની અર્થવ્યવસ્થા ચાલુ નાણાકીય વર્ષમાં 6.8 ટકા રહેવાની આશા છે. જ્યારે નાણાકીય વર્ષ 2024માં તે ઘટીને 6.1 ટકા થઈ શકે છે. IMF પહેલેથી જ કહી ચૂક્યું છે કે વિશ્વનો એક તૃતીયાંશ ભાગ મંદીમાં આવી શકે છે. જેની અસર વિકાસશીલ દેશોમાં પણ જોવા મળી શકે છે.

શિક્ષણ માટે સૌથી મોટો હિસ્સો

કેન્દ્રીય બજેટ 2023માં શિક્ષણને અત્યાર સુધીનો સૌથી મોટો હિસ્સો મળ્યો છે. આ વર્ષે શિક્ષણનું બજેટ 1.12 લાખ કરોડ રૂપિયા છે. બજેટ સ્પીચમાં યુવાનો માટે ઘણી જાહેરાતો કરી છે. તેમણે કહ્યું કે તેમનું આ બજેટ રોજગાર આપનારી યોજનાઓ પર ધ્યાન કેન્દ્રિત કરે છે. શિક્ષણ અને નોકરી ક્ષેત્રને કેન્દ્રીય બજેટ 2023માં કંઈકને કંઈક મળ્યુ છે.

Latest News Updates

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati