AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Union Budget 2023 Schedule: જાણો બજેટનું સંપૂર્ણ શિડ્યુલ, આજે સવારથી સાંજ સુધી આ રીતે ચાલશે નાણામંત્રીનું કામકાજ

Union Budget 2023 : નિર્મલા સીતારમણ(Nirmala Sitharaman) આ વર્ષે મોદી સરકાર(PM Narendra Modi Government)ના બીજા કાર્યકાળનું પાંચમું બજેટ રજૂ કરશે. નાણામંત્રી તરીકે બજેટ રજૂ કરનાર તે બીજી મહિલા છે. તેમના પહેલા ઈન્દિરા ગાંધીએ 1970માં નાણામંત્રી તરીકે બજેટ રજૂ કર્યું હતું.  આ દરમિયાન નાણામંત્રી તરીકે નિર્મલા સીતારમણે ઘણા રેકોર્ડ બનાવ્યા છે.

Union Budget 2023 Schedule: જાણો બજેટનું સંપૂર્ણ શિડ્યુલ, આજે સવારથી સાંજ સુધી આ રીતે ચાલશે નાણામંત્રીનું કામકાજ
Union Budget 2023 Schedule
TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 01, 2023 | 7:11 AM
Share

દર વર્ષે 1 ફેબ્રુઆરીએ ભારતના નાણામંત્રી સામાન્ય બજેટ રજૂ કરે છે. આ વર્ષે પણ નાણામંત્રી નિર્મલા સીતારમણ આજે 1 ફેબ્રુઆરીએ તેમનું બજેટ રજૂ કરશે. બજેટ 2023 એવા સમયે આવ્યું છે જ્યારે વૈશ્વિક અર્થવ્યવસ્થા મંદીના દબાણ હેઠળ છે અને વિશ્વની તમામ મોટી અર્થવ્યવસ્થાઓમાં મંદી જોવા મળી રહી છે.  નિર્મલા સીતારમણનું ભારતનું બજેટ 2023 જીડીપી વૃદ્ધિને સમર્થન આપવા અને તેની ખાતરી કરવા માટે નિર્ણાયક છે. ઓમ બિરલાએ એક ટ્વીટમાં જણાવ્યું હતું કે નવી સંસદ ભવન હજુ નિર્માણાધીન છે જોકે સંસદ ભવનની વર્તમાન બિલ્ડિંગમાં આજે છેલ્લું બજેટ હોવાની શક્યતા છે.

નાણામંત્રીનું બજેટ 2023નું શિડ્યુલ કંઈક આ પ્રકારનું રહેશે

  • નાણામંત્રી નિર્મલા સીતારમણ સવારે 8:40 વાગ્યે તેમના ઘરથી નીકળશે.
  • નિર્મળા સીતારમણ સવારે 9:00 કલાકે નોર્થ બ્લોક પહોંચશે.
  • નોર્થ બ્લોકમાં થોડો સમય વિતાવ્યા બાદ તે સવારે 9.20 વાગ્યે રાષ્ટ્રપતિ ભવન માટે રવાના થશે.
  • સવારે 10:00 વાગ્યે રાષ્ટ્રપતિ ભવનથી નીકળીને સંસદ ભવન પહોંચશે.
  • સવારે 10:15 વાગ્યે કેબિનેટની બેઠક મળશે જેમાં બજેટને અંતિમ મંજૂરી આપવામાં આવશે.
  • લોકસભામાં સવારે 11 વાગ્યાથી બજેટ ભાષણ શરૂ થશે.
  • બપોરે 3:00 કલાકે નાણામંત્રી નેશનલ મીડિયા સેન્ટર ખાતે પત્રકાર પરિષદને સંબોધશે.

સંસદમાં સર્વપક્ષીય બેઠક બોલાવવામાં આવી

કેન્દ્રએ સંસદના બજેટ સત્રની શરૂઆતના એક દિવસ પહેલા સોમવારે તારીખ 31 જાન્યુઆરીના રોજ સર્વપક્ષીય બેઠક બોલાવી હતી. સંસદીય બાબતોના પ્રધાન પ્રહલાદ જોશી દ્વારા બોલાવવામાં આવેલી અને સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહની અધ્યક્ષતામાં પરંપરાગત બેઠક સંસદ એનેક્સી બિલ્ડિંગમાં યોજાઈ હતી. આ  બેઠકમાં વિરોધ પક્ષોએ અદાણી જૂથ અને તેમના દ્વારા શાસિત કેટલાક રાજ્યોમાં રાજ્યપાલોના વર્તનનો મુદ્દો ઉઠાવ્યો હતો. જોશીએ ખાતરી આપી હતી કે સરકાર નિયમો દ્વારા મંજૂર દરેક બાબત પર ચર્ચા કરવા તૈયાર છે અને તેમનો સહયોગ માંગ્યો હતો. જોશીએ બેઠક બાદ પત્રકારોને જણાવ્યું હતું કે અમે સંસદને સુચારુ રીતે ચલાવવા માટે વિપક્ષનો સહયોગ ઈચ્છીએ છીએ. આ બેઠકમાં 27 પક્ષોનું પ્રતિનિધિત્વ કરતા 37 નેતાઓએ હાજરી આપી હતી.

નિર્મળા સીતારમણ રજૂ કરશે બજેટ

નિર્મલા સીતારમણ આ વર્ષે મોદી સરકારના બીજા કાર્યકાળનું પાંચમું બજેટ રજૂ કરશે. નાણામંત્રી તરીકે બજેટ રજૂ કરનાર તે બીજી મહિલા છે. તેમના પહેલા ઈન્દિરા ગાંધીએ 1970માં નાણામંત્રી તરીકે બજેટ રજૂ કર્યું હતું.  આ દરમિયાન નાણામંત્રી તરીકે નિર્મલા સીતારમણે ઘણા રેકોર્ડ બનાવ્યા છે.

IPLમાં બાંગ્લાદેશી ખેલાડીઓને તક અપાતા BCCIની ભૂમિકા અંગે વિરોધ
IPLમાં બાંગ્લાદેશી ખેલાડીઓને તક અપાતા BCCIની ભૂમિકા અંગે વિરોધ
રીલના રોમાંચમાં કાયદાનો તમાશો! બે દિવસમાં 10ની ધરપકડ
રીલના રોમાંચમાં કાયદાનો તમાશો! બે દિવસમાં 10ની ધરપકડ
રાજકોટની મુખ્ય બજારોના વેપારીઓ ફેરિયાઓ સામે લડી લેવાના મૂડમાં
રાજકોટની મુખ્ય બજારોના વેપારીઓ ફેરિયાઓ સામે લડી લેવાના મૂડમાં
ચાઈનીઝ દોરીની ફેકટરી સુધી કેવી રીતે પહોંચી અમદાવાદ ગ્રામ્ય SOG, જાણો
ચાઈનીઝ દોરીની ફેકટરી સુધી કેવી રીતે પહોંચી અમદાવાદ ગ્રામ્ય SOG, જાણો
શેત્રુંજી પર્વત પર સાવજ જોવા મળ્યો, યાત્રિકોમાં ભયનો માહોલ
શેત્રુંજી પર્વત પર સાવજ જોવા મળ્યો, યાત્રિકોમાં ભયનો માહોલ
નિર્માણાધીન બ્રિજનો ભાગ ધરાશાયી
નિર્માણાધીન બ્રિજનો ભાગ ધરાશાયી
અમદાવાદમાં બેવડી ઋતુના કારણે રોગચાળો વકર્યો,વાયરલ ઇન્ફેકશનના કેસ વધ્યા
અમદાવાદમાં બેવડી ઋતુના કારણે રોગચાળો વકર્યો,વાયરલ ઇન્ફેકશનના કેસ વધ્યા
જાહેરમાં ફટાકડા ફોડી નિયમનો ભંગ ઉદ્યોગપતિ વિરુદ્ધ નોંધાયો ગુનો
જાહેરમાં ફટાકડા ફોડી નિયમનો ભંગ ઉદ્યોગપતિ વિરુદ્ધ નોંધાયો ગુનો
આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા
આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
g clip-path="url(#clip0_868_265)">