AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Budget 2023 : શું નિર્મલા સીતારમણનું બજેટ સામાન્ય લોકોની અપેક્ષાઓ પર ખરું ઉતરશે?

Budget 2023 પહેલા ઉદ્યોગ સંગઠનો અને હિત સમુહોની સાથે ચર્ચા દરમિયાન ઉઠાવવામાં આવેલી માંગણીઓમાં આવકવેરાના સ્લેબમાં ફેરફારની માંગ મુખ્ય રહી છે. તેનાથી મધ્યમ વર્ગને રાહત મળી શકે છે.

Budget 2023 : શું નિર્મલા સીતારમણનું બજેટ સામાન્ય લોકોની અપેક્ષાઓ પર ખરું ઉતરશે?
Nirmala Sitharaman Budget 2023
TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 01, 2023 | 9:45 AM
Share

Union Budget 2023 : નાણામંત્રી નિર્મલા સીતારમણ (Finance Minister Nirmala Sitharaman) બુધવારે એટલે કે આજે સંસદમાં નાણાકીય વર્ષ 2023-24નું બજેટ રજૂ કરશે. આ દરમિયાન તેની સામે અનેક પડકારો આવશે. જેમાં રાજકોષીય સમજદારી દર્શાવવા સાથે ટેક્સમાં ઘટાડો અને સામાજિક સુરક્ષા વધારવા જેવી અપેક્ષાઓનું સંતુલન સામેલ છે. આગામી વર્ષની સામાન્ય ચૂંટણી પહેલા આ છેલ્લા પૂર્ણ બજેટ દ્વારા સરકાર લોકોની અપેક્ષાઓ પર ખરા ઉતરવાનો પ્રયાસ પણ કરી શકે છે. આ માટે જાહેર ખર્ચ વધારવાની પદ્ધતિ પણ અપનાવી શકાય છે.

આ પણ વાંચો : Union Budget 2023 Schedule: જાણો બજેટનું સંપૂર્ણ શિડ્યુલ, આજે સવારથી સાંજ સુધી આ રીતે ચાલશે નાણામંત્રીનું કામકાજ

નિર્મલા સીતારમણ સામે ઘણા પડકારો છે

સીતારમણ પોતાનું પાંચમું બજેટ એવા સમયે રજૂ કરવા જઈ રહ્યા છે જ્યારે અર્થતંત્ર વૈશ્વિક કટોકટીનો સામનો કરવા અને સ્થાનિક જરૂરિયાતોને પહોંચી વળવા મુશ્કેલ પડકારનો સામનો કરી રહ્યું છે. સમગ્ર વિશ્વમાં મોંઘવારી છે. ફેડ આગામી થોડાં દિવસોમાં ફરી વ્યાજ દરમાં વધારો કરી શકે છે. આ વધારો 0.50 ટકા હોઈ શકે છે. જેની અસર ડોલર ઈન્ડેક્સમાં વધારાના રૂપમાં જોવા મળશે અને ડોલર સામે રૂપિયો નબળો પડશે અને શેરબજારમાં પણ ઘટાડો જોવા મળશે. બીજી તરફ વિશ્વનો એક તૃતીયાંશ ભાગ મંદીની ઝપેટમાં આવવાની સંભાવના છે, જેની અસર ભારતને પણ થવાની ખાતરી છે. આ બધા સિવાય રશિયા અને યુક્રેન વચ્ચે છેલ્લા એક વર્ષથી ભૌગોલિક-રાજકીય તણાવના રૂપમાં ચાલી રહેાલ યુદ્ધનો અંત આવ્યો નથી. આવી સ્થિતિમાં વૈશ્વિક અર્થવ્યવસ્થા પર તેની અસર સ્પષ્ટપણે જોવા મળશે અને ભારતને પણ તેનું નુકસાન સહન કરવું પડશે.

બજેટમાં આના પર રહી શકે છે ફોકસ

બજેટ પહેલા ઉદ્યોગ સંગઠનો અને હિત જૂથો સાથે ચર્ચા દરમિયાન ઉઠાવવામાં આવેલી માંગણીઓમાં આવકવેરાના સ્લેબમાં ફેરફારની માંગ મુખ્ય રહી છે. તેનાથી મધ્યમ વર્ગને રાહત મળી શકે છે તેમજ ગરીબો પર જાહેર ખર્ચ વધારવાની સાથે સ્થાનિક ઉત્પાદનને પ્રોત્સાહિત કરવાના પગલાંની પણ જાહેરાત કરવામાં આવી શકે છે. જો કે આ અપેક્ષાઓ પૂરી કરતી વખતે સીતારમણ માટે રાજકોષીય સમજદારી જાળવવી જરૂરી રહેશે. જો કે છેલ્લા કેટલાક મહિનામાં મોંઘવારી ઊંચા સ્તરેથી નીચે આવી રહી છે અને ટેક્સ કલેક્શન વધી રહ્યું છે તે રાહતનો વિષય બની શકે છે પરંતુ તેમનું વિશેષ ધ્યાન આરોગ્ય, શિક્ષણ અને ગ્રામીણ અર્થતંત્ર પર હોઈ શકે છે.

નફાની લાલચે લાખોનું સાયબર ફ્રોડ! 30 લાખનું રોકાણ કરાવી છેતરપિંડી કરી
નફાની લાલચે લાખોનું સાયબર ફ્રોડ! 30 લાખનું રોકાણ કરાવી છેતરપિંડી કરી
પોરબંદર મરીન પોલીસે ગેરકાયદેસર LED લાઇટ મારફતે માછીમારી પર કાર્યવાહી
પોરબંદર મરીન પોલીસે ગેરકાયદેસર LED લાઇટ મારફતે માછીમારી પર કાર્યવાહી
ભાગીને થતા લગ્ન રોકવા લેઉવા પટેલ સમાજની સરકારને રજૂઆત - જુઓ Video
ભાગીને થતા લગ્ન રોકવા લેઉવા પટેલ સમાજની સરકારને રજૂઆત - જુઓ Video
પત્નીની હત્યા કરી જેલમાંથી ફરાર આરોપીએ બીજા લગ્ન કર્યા, 9 વર્ષે ઝડપાયો
પત્નીની હત્યા કરી જેલમાંથી ફરાર આરોપીએ બીજા લગ્ન કર્યા, 9 વર્ષે ઝડપાયો
તમે વ્યવસાયમાં સારો એવો નફો કમાઈ શકો છો, આજે તમે ધ્યાનનું કેન્દ્ર બનશો
તમે વ્યવસાયમાં સારો એવો નફો કમાઈ શકો છો, આજે તમે ધ્યાનનું કેન્દ્ર બનશો
ભ્રષ્ટાચારનો ભાંડાફોડ! CID ક્રાઇમના અધિકારીઓ ACBના ફંદામાં - જુઓ Video
ભ્રષ્ટાચારનો ભાંડાફોડ! CID ક્રાઇમના અધિકારીઓ ACBના ફંદામાં - જુઓ Video
સુરત કોંગ્રેસમાં ભડકો, નવા વરાયેલા હોદ્દેદારોએ ધરી દીધા રાજીનામા
સુરત કોંગ્રેસમાં ભડકો, નવા વરાયેલા હોદ્દેદારોએ ધરી દીધા રાજીનામા
ગામમાં પિધેલો ઝડપાશે તેની સામે પોલીસ કાર્યવાહી અને પંચાયતની સુવિધા બંધ
ગામમાં પિધેલો ઝડપાશે તેની સામે પોલીસ કાર્યવાહી અને પંચાયતની સુવિધા બંધ
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
g clip-path="url(#clip0_868_265)">