Budget 2023: બજેટ 2023માં નાણામંત્રી નિર્મલા સીતારમણે જૂના વાહનો અને સ્ક્રેપિંગ પોલિસી અંગે મોટી જાહેરાત કરી હતી. આ દરમિયાન નાણામંત્રીએ કહ્યું કે જૂના ડીઝલ અને પેટ્રોલ વાહનોને સ્ક્રેપ કરવું જરૂરી છે અને આ માટે રાજ્યોને સતત મદદ આપવામાં આવશે. તેમણે કહ્યું કે વાહનો સ્ક્રેપ કરવા માટે નીતિને પ્રોત્સાહન આપવામાં આવશે અને આ માટે કેન્દ્ર સરકાર સતત રાજ્યો સાથે કામ કરશે.
નાણામંત્રીએ કહ્યું કે, સ્ક્રેપિંગ પોલિસી હેઠળ રાજ્યોને પણ નાણાકીય સહાય આપવામાં આવશે. જેના કારણે આ કામ ઝડપી થઈ શકે અને આવા વાહનોને વહેલી તકે રસ્તા પરથી હટાવી શકાય. તેમણે કહ્યું કે સરકાર પર્યાવરણ પ્રત્યે ગંભીર છે અને કાર્બન ઉત્સર્જન ઘટાડવા માટે દરેક શક્ય પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. આ માટે ઇલેક્ટ્રિક વાહનોને પણ પ્રોત્સાહન આપવામાં આવશે.
નાણામંત્રીએ કહ્યું કે જુની એમ્બ્યુલન્સ, સરકારી વાહનોને દૂર કરવામાં પણ રાજ્યોને મદદ કરવામાં આવશે. સ્ક્રેપિંગ પોલિસી હેઠળ માત્ર ખાનગી વાહનો જ નહીં પરંતુ જૂના સરકારી વાહનોને પણ જંકમાં ફેરવવામાં આવશે. આનાથી સતત વધી રહેલા પ્રદૂષણને રોકવામાં મદદ મળશે અને સાથે જ વૈકલ્પિક ઈંધણ પર પણ ધ્યાન આપવામાં આવશે. આ માટે સરકાર બાયોગેસને પ્રોત્સાહન આપવા માટે કામ કરી રહી છે.
આ સાથે નાણામંત્રીએ કહ્યું કે ગ્રીન એનર્જીને સતત પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે અને સરકાર ગ્રીન હાઇડ્રોજન મિશન પર સતત કામ કરી રહી છે. કાર્બન ઉત્સર્જન ઘટાડવા માટે સરકારે નેશનલ ગ્રીન હાઇડ્રોજન મિશન શરૂ કર્યું છે. આ માટે 19700 કરોડ રૂપિયા આપવામાં આવશે.