Budget 2022: સરકાર કર મુક્તિ સાથે FDI નિયમો હળવા કરે, નાણાં મંત્રી પાસે સ્ટાર્ટઅપ્સની છે આ માંગણીઓ
1 ફેબ્રુઆરીએ નાણામંત્રી નિર્મલા સીતારમણ નાણાકીય વર્ષ 2022-23 માટે કેન્દ્ર સરકારનું બજેટ રજૂ કરશે. મોદી સરકારના બીજા કાર્યકાળનું આ ચોથું બજેટ હશે. આવનારા બજેટને લઈને તમામ ક્ષેત્રોની પોતાની અપેક્ષાઓ છે.
Budget 2022: 1 ફેબ્રુઆરીએ નાણામંત્રી નિર્મલા સીતારમણ (Nirmala Sitharaman) નાણાકીય વર્ષ 2022-23 માટે કેન્દ્ર સરકારનું બજેટ રજૂ કરશે. મોદી સરકારના બીજા કાર્યકાળનું આ ચોથું બજેટ હશે. આગામી બજેટને લઈને તમામ ક્ષેત્રોની પોતાની અપેક્ષાઓ છે. આવી સ્થિતિમાં દેશમાં હાજર સ્ટાર્ટઅપ્સને (Startups) પણ બજેટને લઈને નાણાં મંત્રી નિર્મલા સીતારમણ પાસેથી કેટલીક અપેક્ષાઓ છે. ડાયલોગના સ્થાપક કાઝિમ રિઝવી કહે છે કે સ્ટાર્ટઅપ્સને આગામી બજેટમાંથી ઘણી અપેક્ષાઓ હશે. કારણકે તેઓ કર મુક્તિની સાથે સાથે તેમના પર જે હાલ અનુપાલન બોજ છે તેમાં સરળતાની અપેક્ષા કરી રહ્યા હશે. જેથી તેમનો થોડો ખર્ચ બચી શકે. સ્ટાર્ટઅપ્સ પણ TDS/TCS જોગવાઈઓની સરળતાની અપેક્ષા રાખી શકે છે.
રિઝવીએ કહ્યું કે એફડીઆઈના નિયમોમાં સ્પષ્ટતા અને સરળતાની અપેક્ષાઓ પણ સ્ટાર્ટઅપ્સ સાથે જોડાયેલ છે જેથી તેઓને વૈશ્વિક ખેલાડીઓ સાથે સ્પર્ધા કરવામાં મદદ મળી શકે. આ ઉપરાંત, આ જોતા કે કોરોનાનું જોખમ હજુ પણ તોળાઈ રહ્યું છે, સ્ટાર્ટઅપ્સ મેન્યુફેક્ચરિંગ માટે કેટલાક પ્રોત્સાહનોની આશા રાખી શકે છે.
આઈટી અને ઈન્ટરનેટ ઈન્ફ્રાસ્ટ્રક્ચરને મજબૂત કરવાની જરૂર
બીજી તરફ ઈન્ટિગ્રેશન વિઝાર્ડ્સ સોલ્યુશનના સીઈઓ કુણાલ કિસલયએ જણાવ્યું હતું કે આગામી બજેટમાં સરકારે એવા પગલાં લેવા જોઈએ, જેનાથી સ્ટાર્ટઅપની ગ્રોથની ઝડપ આગળ પણ યથાવત રહે. તેઓએ કહ્યું કે તેઓ એવી આશા રાખી રહ્યા છે કે, ડિજિટલ ઈન્ડિયા અને મેક ઈન ઈન્ડિયા જેવી પહેલોના વિકાસ સાથે ભારતને ડીપ-ટેક હબ તરીકે સ્થાપિત કરી શકાશે.
જેમ જેમ ડિજિટલ અપનાવવામાં આવશે અને પરિવર્તનને વેગ મળશે તેમ, બજેટ 2022માં પણ મજબૂત IT અને ઈન્ટરનેટ ઈન્ફ્રાસ્ટ્રક્ચર બનાવવા પર ધ્યાન કેન્દ્રિત કરવાની જરૂર પડશે. તેમણે વધુમાં કહ્યું કે બીજી તરફ કોવિડ મહામારી દરમિયાન MSME ક્ષેત્ર સૌથી વધુ પ્રભાવિત થયું છે. આવી સ્થિતિમાં, બજેટ 2022ની તૈયારી કરતી વખતે, કોવિડ-19થી પ્રભાવિત અર્થવ્યવસ્થાને પાટા પર લાવવા માટે સરકારે મજબૂત ગ્રોથ મેપ તૈયાર કરવો જોઈએ.
એમએસએમઈ સેક્ટર દેશના જીડીપી અને રોજગારમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. આવી સ્થિતિમાં અમે આશા રાખીએ છીએ કે બજેટ 2022માં GSTમાં ઘટાડો અને નાના વેપારીઓને ટેક્સમાં રાહત આપવા જેવા સુધારા અપનાવવામાં આવે. યોગ્ય નીતિઓ અને સંસાધનો અપનાવવાથી આવનારું બજેટ ભારતીય ટેકનોલોજી અને નાના વેપાર ક્ષેત્ર માટે ગેમ ચેન્જર સાબિત થઈ શકે છે. સરકારે તમામ પાસાઓ જેવા કે ટેક્સ, લોન અને બંને સેક્ટર માટે ઓડિટના અનુપાલન બોજને ઘટાડવા માટે પણ પગલાં લેવા જોઈએ.
શૈક્ષણિક સેવાઓ પર જીએસટી ઘટાડવાની માગ
બોર્ડ ઈન્ફિનિટીના સીઈઓ અને સહ-સ્થાપક સુમેશ નાયરે જણાવ્યું હતું કે, હાલમાં, શૈક્ષણિક સેવાઓ પર 18% GST ગ્રાહકો પર ખાસ કરીને ટેકનીકલ અને પૂરક શિક્ષણ માટે બોજ છે. જો અમે ગ્રાહકો માટે વધુ ક્ષમતાનું નિર્માણ કરી શકીએ, તો તે વધારે સારૂ થશે. કુલ એડ્રેસેબલ માર્કેટના 50% થી વધુ સ્કિલિંગ કોર્સ માટે 35,000 રૂપિયાથી વધુ ચૂકવણી કરી શકતા નથી.
18% નો આ પ્લસ જીએસટી ઘણા ગ્રાહકોને શીખવા અને ફરી શીખવાનો વિકલ્પ પસંદ કરવા માટે નિરાશ કરે છે. તેમણે કહ્યું કે તેઓ સરકારને તમામ શૈક્ષણિક સેવાઓ પર GST 18 ટકાથી ઘટાડીને 5 ટકા કરવા આગ્રહ કરશે. આ કૌશલ્ય શિક્ષણને પ્રોત્સાહીત કરશે અને વધુ કુશળ વ્યાવસાયિકો તૈયાર થશે જે સમયની જરૂરિયાત છે.
આ પણ વાંચો : નાણામંત્રી નિર્મલા સીતારમણે બજેટ પહેલા રાજ્યોના નાણા મંત્રીઓ સાથે કરી મહત્વની બેઠક, જુઓ તસવીરો