Bhakti: આ શરદ પૂર્ણિમાએ કઈ વિધિથી પ્રસન્ન થશે માતા લક્ષ્મી ? જાણો સમૃદ્ધિ પ્રાપ્તિ અર્થેના સરળ ઉપાય

શરદ પૂર્ણિમાના અવસરે દેવી લક્ષ્મીની પૂજા બાદ કેટલાંક વિશેષ ઉપાયો અજમાવવામાં આવે તો તેનાથી માતા પ્રસન્ન થાય છે. માન્યતા અનુસાર માતા લક્ષ્મી ભક્તને દરિદ્રતાથી મુક્તિ અપાવે છે. તેમજ ઘરમાં ધન-ધાન્યના ભંડાર સદૈવ ભરેલાં જ રહે તેવાં આશિષ પણ પ્રદાન કરે છે.

Bhakti: આ શરદ પૂર્ણિમાએ કઈ વિધિથી પ્રસન્ન થશે માતા લક્ષ્મી ? જાણો  સમૃદ્ધિ પ્રાપ્તિ અર્થેના સરળ ઉપાય
Goddess Laxmi

શરદ પૂર્ણિમાના (sharad purnima) અવસરે જેમ ચંદ્ર દર્શનની અને કૃષ્ણ પૂજનની મહત્તા છે, તે જ રીતે માતા લક્ષ્મીની આરાધનાનો પણ મહિમા છે. દેવી લક્ષ્મીનું પ્રાગટ્ય સમુદ્રમંથનમાંથી થયું હોવાની કથા પ્રચલિત છે. એક માન્યતા અનુસાર આ ઘટના શરદ પૂર્ણિમાના અવસરે જ બની હતી. અને એ દૃષ્ટિએ શરદ પૂર્ણિમા એ દેવી લક્ષ્મીનો પ્રાગટ્ય દિન મનાય છે. અને એટલે જ તે લક્ષ્મીની કૃપા પ્રાપ્ત કરવા માટે પણ સર્વોત્તમ મનાય છે.

શરદ પૂર્ણિમાના અવસરે દેવી લક્ષ્મીની પૂજા બાદ કેટલાંક વિશેષ ઉપાયો અજમાવવામાં આવે તો તેનાથી માતા પ્રસન્ન થાય છે. માન્યતા અનુસાર દેવી લક્ષ્મી ભક્તને દરિદ્રતાથી મુક્તિ અપાવે છે. તેમજ ઘરમાં ધન-ધાન્યના ભંડાર સદૈવ ભરેલાં જ રહે તેવાં આશિષ પણ પ્રદાન કરે છે. ગુજરાતી પંચાગ અનુસાર 20 ઓક્ટોબર, બુધવારના રોજ શરદ પૂર્ણિમાનો અવસર છે. ત્યારે આવો, આજે માતા લક્ષ્મીને પ્રસન્ન કરવાના સરળ ઉપાયો વિશે જ વાત કરીએ.

દરિદ્રતાથી મુક્તિ અર્થે
⦁ શરદ પૂર્ણિમાની રાત્રે માતા લક્ષ્મીની સન્મુખ ગાયના ઘીનો એક દિપક પ્રજ્વલિત કરો.
⦁ દેવી લક્ષ્મીને ગુલાબનું પુષ્પ અર્પણ કરવું.
⦁ નૈવેદ્યમાં દેવીને દૂધ-પૌંઆ અર્પણ કરવા.
⦁ “ૐ હ્રીં શ્રીં કમલે કમલાલયે પ્રસીદ પ્રસીદ મહાલક્ષ્મયે નમઃ ।” મંત્રની 11 માળા કરવી.
⦁ માન્યતા અનુસાર આ પ્રયોગથી દેવી લક્ષ્મી પ્રસન્ન થાય છે. અને ઘરમાં ક્યારેય પણ ધનની ખોટ નથી વર્તાતી.

લક્ષ્મીની સ્થિરતા અર્થે
⦁ દેવી લક્ષ્મીને કોડીઓ અત્યંત પ્રિય છે.
⦁ શરદ પૂર્ણિમાએ માતા લક્ષ્મીની સન્મુખ પાંચ કોડીઓ મૂકી તેની પૂજા કરવી.
⦁ રાતભર આ પૂજીત કોડી માતાની સન્મુખ મૂકી રાખવી.
⦁ બીજા દિવસે સવારે આ કોડીઓને લાલ વસ્ત્રમાં બાંધી દેવી.
⦁ આ લાલ પોટલીને ઘરમાં ધન રાખવાની તિજોરીમાં મૂકી દેવી.
⦁ માન્યતા અનુસાર આ પ્રયોગથી ઘરમાં દેવી લક્ષ્મી સદૈવના માટે સ્થિર થઈ જશે.
⦁ ભક્તને ક્યારેય આર્થિક સંકડામણનો સામનો નહીં કરવો પડે.

ધન ટકતું ન હોય તો શું કરશો ?
⦁ જો ઘરમાં ધન ટકતું ન હોય તો શરદ પૂર્ણિમાએ એક ખાસ ઉપાય અજમાવો.
⦁ શક્ય હોય તો તાંબાનું એક નવું વાસણ ખરીદો.
⦁ તાંબાના એ વાસણમાં ઘી ભરી કોઈ બ્રાહ્મણને તેનું દાન કરો.
⦁ માન્યતા અનુસાર તેનાથી સમસ્યાઓનું નિવારણ થશે.
⦁ ઘરની આર્થિક પરિસ્થિતિમાં સુધારો થશે.

સમૃદ્ધિ પ્રાપ્તિ અર્થે
⦁ દેવી લક્ષ્મીને તો દિપક પણ અત્યંત પ્રિય છે.
⦁ માન્યતા અનુસાર શરદ પૂર્ણિમાએ ઓછામાં ઓછા પાંચ દીપ પ્રજ્વલિત કરી ઘરમાં વિવિધ સ્થાનો પર મૂકવા જોઈએ.
⦁ દીપથી માતા પ્રસન્ન થશે અને ઘરની સમૃદ્ધિ તેમજ સૌભાગ્યમાં વૃદ્ધિ કરશે.

(નોંધઃ આ લેખ પ્રચલિત માન્યતાઓ પર આધારિત છે. તેના કોઈ વૈજ્ઞાનિક પુરાવા નથી. લોકોની જાણકારી માટે તેને અહીં રજૂ કરવામાં આવ્યો છે.)

આ પણ વાંચોઃ શરદ પૂર્ણિમાએ ભૂલથી પણ ન કરતા આ કામ, નહીંતર દેવી લક્ષ્મી થઈ જશે નારાજ !

આ પણ વાંચોઃ કેમ મનાવવામાં આવે છે શરદ પૂનમ ? જાણો વૈજ્ઞાનિક અને પૌરાણિક મહત્વ

Click on your DTH Provider to Add TV9 Gujarati