રામાયણ કાળમાં સૌથી શક્તિશાળી 10 યોદ્ધાઓ કોણ ? કેવા હતા તેમના પરાક્રમ ?
વાલ્મીકિકૃત રામાયણમાં અનેક મહાન યોદ્ધાઓનું વર્ણન છે. આ એવા યોદ્ધાઓ હતા જેમને કોઈને કોઈ દૈવી શક્તિ અને વરદાન પ્રાપ્ત થયા હતા. ભગવાન રામ, લક્ષ્મણ અને હનુમાનથી લઈને મેઘનાદ અને બાલી, સુગ્રીવ સુધી, રામાયણ યુગના 10 સૌથી શક્તિશાળી યોદ્ધાઓની બહાદુરીની સંપૂર્ણ કથા જાણો.

મહર્ષિ વાલ્મીકિ દ્વારા રચિત રામાયણમાં કેટલાય મહાન યોદ્ધાઓનો ઉલ્લેખ કરેલ છે. આ યોદ્ધાઓમાં ભલે તે અસુર, માનવ, વાનર હોય કે દેવતાઓના અવતાર હોય. આમાંના ઘણા યોદ્ધાઓ પાસે દૈવી શક્તિ અને તેમના વરદાન પ્રાપ્ત હતા. દૈવી શક્તિ અને વરદાને આ યોદ્ધાઓની શક્તિને અનેકગણી વધારી દીધી હતી.
શ્રી રામ
ભગવાન વિષ્ણુના અવતાર શ્રી રામ, રામાયણના સૌથી મહાન યોદ્ધા હતા. તેમની પાસે બધા દૈવી શસ્ત્રો હતા. એક તો તેઓ અજોડ ધનુર્ધારી હતા. તેમણે એકલા હાથે અસંખ્ય રાક્ષસોનો વધ કર્યો હતો. આખરે રાવણને હરાવીને ધર્મ સત્તા સ્થાપિત કરી.
હનુમાનજી
પવન દેવતા (વાયુ) ના પુત્ર હનુમાનજી, અજોડ શક્તિ અને ભક્તિનું પ્રતીક છે. તેમણે એકલા હાથે લંકામાં પ્રવેશ કર્યો, રાવલની સોનાની લંકામાં એકલા એ જ આગ લગાવી દઈને રાવણની સેનાને પડકાર ફેંક્યો. હનુમાનજીને વિવિધ દેવતાઓ તરફથી વરદાન પ્રાપ્ત હતા. જેના કારણે તેઓ અજેય હતા.
લક્ષ્મણ
શ્રી રામના નાના ભાઈ લક્ષ્મણને શેષનાગનો અવતાર માનવામાં આવે છે. તેઓ અત્યંત પરાક્રમી અને કુશળ ધનુર્ધારી હતા. તેમણે પણ રામની સાથે મળીને ઘણા રાક્ષસોનો વધ કર્યો હતો. રાવણ પુત્ર મેઘનાદ જેવા શક્તિશાળી યોદ્ધાઓને હરાવ્યા હતા.
રાવણ
લંકાના રાજા રાવણ એક મહાન વિદ્વાન અને પરાક્રમી યોદ્ધા હતા. ભગવાન શંકરના પરમ ભક્ત પણ હતા. રાવણને ભગવાન શંકર અને બ્રહ્મા તરફથી અનેક વરદાન મળ્યા હતા. જેના કારણે તેમને મારવા મુશ્કેલ બન્યા હતા. રાવણે ઘણા દેવતાઓને હરાવ્યા હતા. અંતે, ભગવાન રામે ધર્મ સત્તા સ્થાપિત કરવા માટે તેમનો વધ કર્યો.
મેઘનાદ (ઇન્દ્રજીત)
રાવણનો પુત્ર મેઘનાદ, જેને ઇન્દ્રજીત તરીકે પણ ઓળખવામાં આવે છે, તે એક અત્યંત શક્તિશાળી યોદ્ધા હતો. ઇન્દ્રને હરાવ્યા પછી તેમણે આ ઉપનામ મેળવ્યું હતુ. મેઘનાદ પાસે જાદુઈ અને માયાવી શક્તિઓ હતી અને તેઓ અદ્રશ્ય રહીને પણ લડી શકતા હતા. આખરે, લક્ષ્મણે તેને ખરાખરીના યુદ્ધમાં હરાવીને અંત આણ્યો હતો.
કુંભકર્ણ
કુંભકર્ણ રાવણનો ભાઈ હતો અને તે ખૂબ જ વિશાળ અને શક્તિશાળી હતો. તેની શક્તિ એટલી બધી હતી કે દેવતાઓ પણ તેનાથી ડરતા હતા. યુદ્ધમાં, તેણે વાનર સેનાને ભારે નુકસાન પહોંચાડ્યું, પરંતુ અંતે, ભગવાન રામે તેને માર્યો હતો.
અતિકાય
રાવણનો પુત્ર અતિકાય પણ એક શક્તિશાળી યોદ્ધા હતો. તેની પાસે ભગવાન બ્રહ્મા તરફથી વરદાન અને દૈવી કવચ હતું, જેના કારણે તેને મારવાનું મુશ્કેલ બન્યું. અંતે, લક્ષ્મણે બ્રહ્માસ્ત્રનો ઉપયોગ કરીને તેને મારી નાખ્યો.
બાલી
ઇન્દ્રનો પુત્ર બાલી, વાનરોમાં સૌથી શક્તિશાળી યોદ્ધાઓમાંનો એક હતો. તેની પાસે એક વરદાન હતું કે. જે કોઈ તેની સાથે લડશે તે તેની અડધી શક્તિ ગુમાવી દેશે. આ કારણોસર, તેને હરાવવું લગભગ અશક્ય હતું. અંતે, ભગવાન રામે સુગ્રીવની સાથે મળીને તેને મારી નાખ્યો.
અંગદ
બાલીનો પુત્ર અંગદ એક અત્યંત બહાદુર અને બુદ્ધિશાળી યોદ્ધા હતો. તેણે લંકામાં ભગવાન રામના દૂત તરીકે કામગીરી બજાવતી વખતે રાવણના દરબારમાં પોતાનું પરાક્રમ દર્શાવ્યું હતું. યુદ્ધ દરમિયાન, તેણે ઘણા રાક્ષસોનો વધ કર્યો અને પોતાનું પરાક્રમ દર્શાવ્યું.
સુગ્રીવ
સૂર્ય દેવના પુત્ર સુગ્રીવ, કિષ્કિંધના રાજા હતા. તેમના ભાઈ બાલીની જેમ, તેઓ પણ ખૂબ જ બળવાન હતા. તેમણે યુદ્ધમાં ઘણા રાક્ષસોનો વધ કર્યો અને ભગવાન રામની સેનાનું નેતૃત્વ કર્યું. જોકે તેમની અને કુંભકર્ણ વચ્ચે રામાયણમાં વર્ણવેલ યુદ્ધ જેવું મહા ભયંકર યુદ્ધ થયું હોવા છતાં, તેઓ એક હિંમતવાન અને સક્ષમ યોદ્ધા હતા.