AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Best Time for Puja: દિવસના આ સમયે ક્યારેય ન કરતા પૂજા, ભગવાન કરતા હોય છે આરામ, યોગ્ય સમય જાણી લો

સવારથી સાંજ સુધી, ક્યારે પૂજા કરવી શ્રેષ્ઠ છે અને ક્યારે ટાળવી જોઈએ? ચાલો પૂજા સાથે સંબંધિત કેટલીક મહત્વપૂર્ણ માન્યતાઓ વિશે જાણીએ. પૂજા માટે કયો સમય સૌથી શુભ માનવામાં આવે છે?

Best Time for Puja: દિવસના આ સમયે ક્યારેય ન કરતા પૂજા, ભગવાન કરતા હોય છે આરામ, યોગ્ય સમય જાણી લો
| Updated on: Nov 19, 2026 | 9:22 AM
Share

હિન્દુ ધર્મમાં પૂજા-પાઠ માત્ર ભગવાનની સામે દિવો પ્રગટાવવાથી કે, મંત્ર વાંચવા સુધી સીમિત નથી. પરંતુ આ સમયે નિયમ અને શ્રદ્ધાનું પણ વિશેષ મહત્વ રહેલું છે. ઘરોમાં સવારે અને સાંજે પૂજા કરવાની પંરપરા વર્ષો જુની ચાલી આવે છે. કેટલાક લોકો બ્રહ્મ મુહૂર્તમાં ઉઠી ભગવાનનું ધ્યાન કરતા હોય છે. તો કેટલાક લોકો સાંજે દિવો પ્રગટાવી આરતી કરે છે. પરંતુ ધાર્મિક માન્યતામાં દિવસનો એક એવો સમય બતાવવામાં આવ્યો છે. જ્યારે ભગવાનને ભોગ લગાવ્યા પછી આરામ કરવાની પરંપરા છે. તો ચાલો જાણીએ કે, ક્યાં સમયે પૂજા કરવી શુભ માનવામાં આવે છે. તેમજ ક્યા સમયે ભગવાનને આરામ આપવાની પરંપરા છે.

કયા સમયે એવું માનવામાં આવે છે કે ભગવાનને આરામ આપવો જોઈએ?

હિન્દુ ધાર્મિક પરંપરામાં બપોરના સમયે ભગવાનને ભોગ લગાવ્યા પછી આરામ આપવાની માન્યતા અનેક મંદિરો અને ઘરોમાં પ્રચલિત છે. ખાસ કરીને બપોરના સમયે જ્યારે ભગવાનને રાજભોગ અથવા મધ્યાહ ભોગ અર્પિત કરવામાં આવે છે. ત્યારબાદ આરામનો ભાવ રાખવામાં આવે છે. કેટલાક મંદિરોમાં આ સમયે દર્શન બંધ હોય છે. મંદિરના કપાટ બંધ કરી દેવામાં આવે છે.

પૂજા માટે કયો સમય સૌથી શુભ માનવામાં આવે છે?

બ્રહ્મ મુહૂર્તમાં પુજા અને ધ્યાન

બ્રહ્મ મુહૂર્તમાં પુજા-પાઠ, ધ્યાન અને યોગ આધ્યાત્મિક સાધના માટે શુભ માનવામાં આવે છે. આ સમય સૂર્યોદય પહેલાનો છે. ધાર્મિક માન્યતા અનુસાર આ સમયે વાતાવરણ શાંત રહે છે. વહેલી સવારે ઉઠી સ્નાન કરી ભગવાનનું ધ્યાન, મંત્ર જાપ અને પૂજા કરવી બેસ્ટ માનવામાં આવે છે.

સૂર્યોદયના સમયે પૂજા

સવારે સૂર્યોદયની આસપાસ ભગવાનની પૂજા કરવી શુભ માનવામાં આવે છે. આ સમયે સૂર્ય દેવને જળ અર્પિત કરી ગાયત્રી મંત્રનો જાપ કરવાની પરંપરા છે. સવારના સમયે દિવસની શરુઆત સકારાત્મક વિચારો અને આધ્યાત્મિક ઉર્જાની સાથે કરવામાં આવે છે.

સૂર્યાસ્તના સમયે સંધ્યા કાળમાં પૂજા-પાઠ કરવા શુભ માનવામાં આવે છે. આ સમયે ઘરના મંદિરમાં દિવો પ્રગટાવી ભગવાનની આરતી કરી મંત્રો જાપ કરવાની પરંપરા છે. કેટલાક ઘરોમાં સાંજે તુલસીના છોડ પાસે દીવો પ્રગટાવવામાં આવે છે. માન્યતા છે કે, સંધ્યા સમયે પૂજા કરવાથી ઘરમાં સકારાત્મકતા બની રહે છે.

પ્રદોષ કાળ દરમિયાન ભગવાન શિવની પૂજા કરવી

પ્રદોષ કાળને સૂર્યાસ્ત સમયે ખાસ સમય માનવામાં આવે છે. હિન્દુ ધર્મમાં, આ સમય દરમિયાન ભગવાન શિવની પૂજા કરવાનું વિશેષ મહત્વ છે. ખાસ કરીને પ્રદોષ વ્રત પર, આ સમયે શિવલિંગની પૂજા, પાણી અર્પણ કરવું, દીવા પ્રગટાવવા અને મંત્રોચ્ચાર કરવાનો સમાવેશ થાય છે. ધાર્મિક માન્યતા મુજબ પ્રદોષ કાળ દરમિયાન ભગવાન શિવની પૂજા કરવાથી તેમના આશીર્વાદ પ્રાપ્ત થાય છે. તેથી, આ સમય સાંજે પૂજા કરનારાઓ માટે ખાસ માનવામાં આવે છે.

શું બપોરે પૂજા કરવી અશુભ છે?

બપોરે પૂજા કરવી હંમેશા અશુભ માનવામાં આવતી નથી. હિન્દુ ધર્મમાં, વિવિધ દેવતાઓ, ઉપવાસ અને ધાર્મિક વિધિઓ માટે અલગ અલગ પૂજા સમય નિર્ધારિત કરવામાં આવે છે. ઘણા તહેવારોમાં મધ્યાહન પૂજાનું વિશેષ મહત્વ છે. ઉદાહરણ તરીકે, ભગવાન રામની જન્મજયંતિ, રામ નવમી પર, બપોરના સમયે પૂજા કરવામાં આવે છે. તેવી જ રીતે, બપોરના સમયે ચોક્કસ ઉપવાસ અને ધાર્મિક વિધિઓ માટે પણ શુભ માનવામાં આવે છે. તેથી, ભગવાનના વિશ્રામ અંગેની માન્યતા સામાન્ય પૂજા માટે કડક નિયમ નથી. ફક્ત ભગવાનના વિશ્રામ સમયને કારણે, મોટાભાગના લોકો સવાર અને સાંજે વધુ પૂજા કરવાનું પસંદ કરે છે.

Disclaimer: આ સમાચારમાં રહેલી માહિતી ધાર્મિક માન્યતાઓ અને સામાન્ય માહિતી પર આધારિત છે. TV9 ગુજરાતી તેની પુષ્ટિ કરતું નથી.

Dev Deepawali 2026: દેવ દિવાળીના દિવસે ઘરની આ 5 પવિત્ર જગ્યાએ દીવો પ્રગટાવો, દેવી લક્ષ્મી તેમના આશીર્વાદ વરસાવશે અહી ક્લિક કરો

Follow Us
g clip-path="url(#clip0_868_265)">