AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ઘરમાં શિવલિંગની સ્થાપના સમયે શું રાખશો ધ્યાન? જાણો, ગૃહમાં શિવપૂજાના નિયમ!

માન્યતા અનુસાર ઘરમાં સ્થાપિત કરવામાં આવતા શિવલિંગનું કદ અંગૂઠાથી વધારે ન હોવું જોઈએ. કહે છે કે 3 ઈંચથી મોટું શિવલિંગ તો ભૂલથી પણ ઘરની અંદર સ્થાપિત ન જ કરવું. નહીંતર, ભક્તને મુશ્કેલીઓનો પણ સામનો કરવો પડી શકે છે !

ઘરમાં શિવલિંગની સ્થાપના સમયે શું રાખશો ધ્યાન? જાણો, ગૃહમાં શિવપૂજાના નિયમ!
Lord Shiva
TV9 Bhakti
| Edited By: | Updated on: Feb 27, 2022 | 6:51 AM
Share

મહાશિવરાત્રીનો (mahashivratri) રૂડો અવસર નજીક છે. ત્યારે ભક્તો પણ ભોળાનાથને ભાવથી ભિંજવવા તત્પર બન્યા છે. 1 માર્ચ, મંગળવારના રોજ ધરતી પરની સૌથી ફળદાયી મનાતી રાત્રી એટલે મહાશિવરાત્રી છે. આ દિવસે ભક્તો શિવાલયમાં જઈને આસ્થા સાથે મહેશ્વરની પૂજા કરશે તો ઘણા ભક્તો ઘરે જ શિવલિંગને જળાભિષેક કરી મહાદેવની આરાધના કરશે પણ, શું તમે એ જાણો છો કે ઘરમાં શિવલિંગની પૂજા કરતી વખતે કેટલાંક નિયમોને ધ્યાનમાં રાખવું ખૂબ જ જરૂરી છે!

શિવજી એક એવા દેવ છે કે જેમની શિવલિંગ (shivling) સ્વરૂપે પૂજા કરવામાં આવે છે. વિવિધ શિવાલયોમાં મહેશ્વરના અલગ-અલગ શિવલિંગ સ્વરૂપો દૃશ્યમાન થતાં હોય છે તો ઘણી જગ્યાએ તો મહાદેવનું અત્યંત વિશાળ શિવલિંગ સ્વરૂપ પણ જોવા મળે છે. અલબત્, જ્યારે આપણે વાત કરતાં હોઈએ ઘરમાં થતી શિવપૂજાની ત્યારે કેટલીક બાબતોને ખાસ ધ્યાનમાં રાખવાની જરૂર છે. જો તેને ધ્યાનમાં રાખવામાં ન આવે તો ભક્તોને અનેકવિધ મુશ્કેલીઓનો પણ સામનો કરવો પડી શકે છે.

ભક્તો ઘરમાં જ શિવલિંગની સ્થાપના કરતા હોય છે અને આસ્થા સાથે પૂજા-અર્ચના દ્વારા તેમને પ્રસન્ન કરવાનો પ્રયત્ન કરતા હોય છે. પરંતુ, ઘરમાં શિવલિંગની સ્થાપના પૂર્વે તેમજ સ્થાપના બાદ પણ કેટલીક બાબતો ધ્યાનમાં રાખવી ખૂબ જ જરૂરી છે. કારણ કે, ઘરમાં સ્થાપિત થતું શિવલિંગ અને મંદિરમાં સ્થાપિત થતું શિવલિંગ એ બંન્ને ભિન્ન છે. કહે છે કે ઘરમાં સ્થાપિત શિવલિંગ જો નિયમાનુસાર સ્થાપિત હોય તો જ તેનું ફળ મળે છે. તેનાથી વિપરીત જો શિવલિંગ નિયમ પ્રમાણે ન હોય તો તે મુશ્કેલી પણ સર્જી શકે છે. આવો, તે વિશે જ વિગતે માહિતી મેળવીએ.

શું રાખશો ધ્યાન?

  1.  માન્યતા અનુસાર ઘરમાં સ્થાપિત કરવામાં આવતા શિવલિંગનું કદ અંગૂઠાથી વધારે ન હોવું જોઈએ. કહે છે કે 3 ઈંચથી મોટું શિવલિંગ તો ભૂલથી પણ ઘરની અંદર સ્થાપિત ન જ કરવું.
  2.  શિવપુરાણ અનુસાર જોઈએ તો ઘરમાં ક્યારેય એકથી વધારે શિવલિંગની સ્થાપના ન કરવી જોઈએ.
  3.  યાદ રાખો, જ્યાં શિવલિંગની સ્થાપના કરી હોય તે સ્થાન અંધારિયું કે બંધિયાર ન જ હોવું જોઈએ.
  4.  જો ઘરમાં શિવલિંગની સ્થાપના કરી હોય તો નિત્ય જ સવાર-સાંજ તેની પૂજા કરવી જોઈએ. શિવલિંગને અપૂજ્ય ન રાખવું.
  5. કહે છે કે જો તમે સવાર સાંજ શિવલિંગની પૂજા કરી શકો તેમ ન હોવ તો ઘરમાં શિવલિંગની સ્થાપના ન જ કરવી.
  6. નિત્ય નિયમાનુસાર શિવલિંગનો જળાભિષેક કરવો જોઈએ. સમયસર મંત્રોચ્ચાર સાથે તેની પૂજા કરી ધૂપ, દીપ અને નૈવેદ્ય અર્પણ કરવું જોઈએ.
  7.  કહે છે કે ઘરમાં શિવજી બિરાજમાન હોય ત્યારે તેમની નિંદા તો ભૂલથી પણ ન કરવી જોઈએ. એટલું જ નહીં, તેમની સન્મુખ અન્યની નિંદા પણ ન કરવી જોઈએ. નહીંતર, શિવજી ક્રોધિત થઈ જાય છે અને ભક્તને મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે!

ઉલ્લેખનીય છે કે ઘરમાં શિવલિંગ પૂજાના આ નિયમો પ્રચલિત માન્યતા પર આધારિત છે પણ, કહે છે કે તેના પાલન દ્વારા ભક્તો તેમના પરિવારને આવનાર સંકટોથી બચાવી શકે છે. તેમજ કલ્યાણકર્તા શિવજીની કૃપાને પણ પ્રાપ્ત કરી શકે છે.

(નોંધઃ આ લેખ પ્રચલિત માન્યતાઓ પર આધારિત છે. તેના કોઈ વૈજ્ઞાનિક પુરાવા નથી. લોકોની જાણકારી માટે તેને અહીં રજૂ કરવામાં આવ્યો છે.)

આ પણ વાંચો : જીવનની સમગ્ર પીડાનું શમન કરશે આ મહાશિવરાત્રી, જાણો શિવજીના ફળદાયી અભિષેક આ પણ વાંચો : મહાશિવરાત્રિએ અજમાવો આ અત્યંત સરળ ઉપાય, મનની બધી જ ઈચ્છા પૂર્ણ કરશે મહાદેવ !

ચાઈનીઝ દોરીના ઉત્પાદન મૂળ સુધી પહોંચેલી પોલીસ, જુઓ Video
ચાઈનીઝ દોરીના ઉત્પાદન મૂળ સુધી પહોંચેલી પોલીસ, જુઓ Video
સુરત ગોડાદરામાં ફર્નિચરના ગોડાઉનમાં ભીષણ આગ
સુરત ગોડાદરામાં ફર્નિચરના ગોડાઉનમાં ભીષણ આગ
ટ્રાફિક મેનેજમેન્ટ માટે AMC નો એક્શન પ્લાન તૈયાર - જુઓ Video
ટ્રાફિક મેનેજમેન્ટ માટે AMC નો એક્શન પ્લાન તૈયાર - જુઓ Video
હરિત ઊર્જાની દિશામાં ઐતિહાસિક પગલું, ગોરજમાં સૂર્યની શક્તિનો ઉપયોગ
હરિત ઊર્જાની દિશામાં ઐતિહાસિક પગલું, ગોરજમાં સૂર્યની શક્તિનો ઉપયોગ
મનસુખ વસાવા-ચૈતર વસાવાના સામ સામે આક્ષેપો, જુઓ Video
મનસુખ વસાવા-ચૈતર વસાવાના સામ સામે આક્ષેપો, જુઓ Video
વડોદરામાં આંગણવાડી બહાર જ ગંદકી અને કચરાના ગંજ, દારૂની થેલીઓએ ખોલી પોલ
વડોદરામાં આંગણવાડી બહાર જ ગંદકી અને કચરાના ગંજ, દારૂની થેલીઓએ ખોલી પોલ
નીતિન પટેલે કહ્યું- કેટલાક ભાજપનો ખેસ પહેરીને સીધા હોદ્દા માંગે છે
નીતિન પટેલે કહ્યું- કેટલાક ભાજપનો ખેસ પહેરીને સીધા હોદ્દા માંગે છે
જૈન પરિવારની 7 વર્ષની દીકરીની દીક્ષા લેવાના નિર્ણય પર કોર્ટે લગાવી રોક
જૈન પરિવારની 7 વર્ષની દીકરીની દીક્ષા લેવાના નિર્ણય પર કોર્ટે લગાવી રોક
ભરૂચમાં જાહેર રસ્તા પર રીલ બનાવનાર 5 ની ધરપકડ કરાઇ
ભરૂચમાં જાહેર રસ્તા પર રીલ બનાવનાર 5 ની ધરપકડ કરાઇ
યુક્રેનમાં કેદી બનીને રખાયેલા મોરબીના યુવકનો વધુ એક Video સામે આવ્યો
યુક્રેનમાં કેદી બનીને રખાયેલા મોરબીના યુવકનો વધુ એક Video સામે આવ્યો
g clip-path="url(#clip0_868_265)">