AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Mahashivratri: મહાશિવરાત્રિએ અજમાવો આ અત્યંત સરળ ઉપાય, મનની બધી જ ઈચ્છા પૂર્ણ કરશે મહાદેવ !

ભગવાન શિવ ખૂબ ભોળા છે. માત્ર સાચા હૃદયથી શ્રદ્ધા અને વિશ્વાસ રાખીને તેમની ભક્તિ કરવામાં આવે તો તે તેમના ભક્તો પર તેમની કૃપા વરસાવે છે. પરંતુ, કેટલાક એવા વિશેષ પૂજા વિધાન પણ છે, જે મહાશિવરાત્રીએ કરવા માત્રથી આપને શિવની વિશેષ કૃપા પ્રાપ્ત થશે.

Mahashivratri: મહાશિવરાત્રિએ અજમાવો આ અત્યંત સરળ ઉપાય, મનની બધી જ ઈચ્છા પૂર્ણ કરશે મહાદેવ !
Shiv Abhishek
Follow Us:
TV9 Bhakti
| Edited By: | Updated on: Feb 24, 2022 | 6:37 AM

મહાશિવરાત્રિ (mahashivratri) એટલે મહાદેવને પ્રસન્ન કરવાનો શ્રેષ્ઠ અવસર. આ વખતે આ અવસર 1 માર્ચ, મંગળવારના રોજ પ્રાપ્ત થયો છે. કહે છે કે આ દિવસે કરવામાં આવતા વિવિધ ઉપાયોથી મહાદેવ સવિશેષ પ્રસન્ન થાય છે. આ દિવસે વિદ્યા, ધન, દાંપત્યજીવનમાં આવનારી સમસ્યાઓ સામે રક્ષા માટે કેટલાક વિશેષ ઉપાયો અજમાવી શકાય છે. માન્યતા અનુસાર આ દિવસે આસ્થા સાથે મહેશ્વરની પૂજા કરવાથી તે ભક્તની મનોકામના અવશ્ય પૂર્ણ કરે છે.

ભગવાન શિવ ખૂબ ભોળા છે. માત્ર સાચા હૃદયથી શ્રદ્ધા અને વિશ્વાસ રાખીને તેમની ભક્તિ કરવામાં આવે તો તે તેમના ભક્તો પર તેમની કૃપા વરસાવે છે. પરંતુ, કેટલાક એવા વિશેષ પૂજા વિધાન પણ છે, જે મહાશિવરાત્રીએ કરવા માત્રથી આપને શિવની વિશેષ કૃપા પ્રાપ્ત થશે. આજે તે જ વિશે વિગતે જાણીએ.

વિદ્યા અને મનની એકાગ્રતા અર્થે

વરસાદમાં ભીના શૂઝ પહેરવાથી પગમાં ફંગલ ઇન્ફેક્શન થઈ શકે છે, જાણો તેનાથી કેવી રીતે બચવું
સવાર-સવારમાં ગાય દરવાજે આવીને ઉભી રહે તો કઈ વાતનો સંકેત મળે છે?
લગ્નના 7 વર્ષ બાદ અલગ થયું આ સ્ટાર કપલ,જુઓ પરિવાર
10 વર્ષ ડેટ કરી લગ્ન કર્યા, હવે 7 વર્ષ બાદ અલગ થવાનો લીધો નિર્ણય જુઓ સાયના નહેવાલનો પરિવાર
આજનું રાશિફળ તારીખ : 14-07-2025
ઋષભ પંતને છોડો... ઉર્વશી રૌતેલાના દિલમાં કોણ છે? જાણો

⦁ શિવરાત્રિના દિવસે બ્રહ્મ મૂહુર્તમાં ઊઠીને ભગવાન શિવને દૂધ સાથે સાકર મેળવીને તેમાં થોડું જળ મિશ્રિત કરીને શિવજી પર તેનો અભિષેક કરવો. આ સમયે “ૐ નમઃ શિવાય” કે “શિવ… શિવ…” નો મનમાં જાપ કરવો

⦁ શિવલિંગને સ્પર્શ કરાવીને પંચમુખી રુદ્રાક્ષની માળા ગળામાં ધારણ કરો.

ઉત્તમ સ્વાસ્થ્ય અર્થે

⦁ માટીના કોડિયામાં ગાયનું ઘી ઉમેરી તેમાં નાડાછડીમાંથી ચાર વાટ બનાવીને મૂકો. તેમાં કપૂર ઉમેરીને દીવો પ્રજ્વલિત કરો. ત્યારબાદ શિવજીને જળમાં ચોખા, દૂધ, સાકર ઉમેરીને અર્પણ કરો.

⦁ મંદિરમાં જ “ૐ નમઃ શિવાય” મંત્રના યથાશક્તિ જાપ કરો.

⦁ શિવજીને સારા સ્વાસ્થ્ય અને દીર્ઘાયુ માટે પ્રાર્થના કરો.

રોજગાર અને મનગમતી નોકરી અર્થે

⦁ શિવરાત્રિના દિવસે ચાંદીના કળશ દ્વારા ભગવાન શિવનો અભિષેક કરવો.

⦁ આ સમયે મનમાંને મનમાં “ૐ નમઃ શિવાય” જાપ કરતા રહો.

⦁ ભગવાન શિવને સફેદ ફૂલ બંને હાથ વડે અર્પણ કરો આ સમયે તેમને મનગમતા રોજગાર અપાવવા માટેની પ્રાર્થના કરો.

⦁ સંધ્યાસમયે શિવ મંદિરમાં 11 ઘીના દીવા પ્રજવલિત કરવા.

ધન પ્રાપ્તિ તથા રોકાયેલ નાણાં પરત મેળવવા

⦁ સવારે સૂર્યોદયથી 1 કલાકની અંદર પંચામૃત વડે શિવજીને અભિષેક કરવો.

⦁ આ પંચામૃતની સામગ્રીઓ એક પછી એક અર્પણ કરવી. એક સાથે બધુ ભેગું કરીને અર્પણ ન કરવું.

⦁ પંચામૃત બાદ શુદ્ધ જળથી અભિષેક કરો.

“ૐ પાર્વતીપતયે નમઃ” મંત્રનો 108 વાર જાપ કરવો.

⦁ રોકાયેલા ધનની પ્રાપ્તિ અર્થે પ્રાર્થના કરો અને ધનમાં વૃદ્ધિ થાય તેવી પણ પ્રાર્થના કરો.

સંતાન પ્રાપ્તિ અર્થે

⦁ પતિ પત્નીએ ભેગા મળીને શિવરાત્રિના દિવસે શિવલિંગ પર ગાયના ઘીનો અભિષેક કરવો.

⦁ પછી શુદ્ધજળની ધારા અર્પણ કરો તથા તેની સાથે સંતાન પ્રાપ્તિ અર્થે પ્રાર્થના કરવી.

⦁ આ પ્રયોગ પતિ પત્નીએ સાથે જ કરવો જેનાથી ઉત્તમ ફળ મળશે.

⦁ 11 આખા બીલીપત્ર લઇ તેની પર સફેદ ચંદનથી “રામ… રામ…” લખીને શિવલિંગ પર અર્પણ કરો.

ઝડપથી વિવાહ અર્થે

⦁ શિવરાત્રિના દિવસે સાંજે 5 થી 6 વાગ્યાની અંદર પીળા વસ્ત્ર ધારણ કરીને શિવજીના મંદિરમાં જવું.

⦁ આપની ઉંમર જેટલા બીલીપત્ર પર ચંદન લગાવીને શિવલિંગ પર અર્પણ કરો.

⦁ એક એક કરીને બીલીપત્ર “ૐ નમઃ શિવાય” કહેતા કહેતા શિવલિંગ પર ઊંધા અર્પણ કરો.

⦁ મંદિરમાં જ ગૂગળનો ધૂપ કરીને શિવલિંગને ધૂપ અર્પણ કરીને ઝડપથી વિવાહની મનોકામનાની પૂર્તિની પ્રાર્થના કરો.

સુખદ દાંપત્યજીવન અર્થે

⦁ પતિ પત્નીએ પ્રદોષ કાળમાં સ્વચ્છ વસ્ત્ર ધારણ કરીને શિવ મંદિરમાં જવું.

⦁ ચાંદી કે સ્ટીલના કળશ વડે એકસાથે શિવલિંગ પર કાચા દૂધને અર્પણ કરવું. ત્યારબાદ શુદ્ધ ગંગાજળ અર્પણ કરો.

⦁ દૂધ અને જળ અર્પણ કરતા સમયે “શિવ… શિવ…” કે “ૐ નમઃ શિવાય” બોલવું.

⦁ આ પછી શિવલિંગ પર 27 ગુલાબ પોતાના જમણા હાથથી અર્પતિ કરવા.

⦁ ગાયના ઘીનો દીવો કરી ગૂગળનો ધૂપ અર્પણ કરો.

⦁ બંને હાથ જોડીને સુખદ વૈવાહિક જીવનની પ્રાર્થના કરો.

⦁ ઘરે આવતા સમયે કોઇ જરૂરિયાતમંદ મહિલાને ફળ ખવડાવવા..

(નોંધઃ આ લેખ પ્રચલિત માન્યતાઓ પર આધારિત છે. તેના કોઈ વૈજ્ઞાનિક પુરાવા નથી. લોકોની જાણકારી માટે તેને અહીં રજૂ કરવામાં આવ્યો છે.)

આ પણ વાંચો : બમ-બમ ભોલેના નાદ માટે ભવનાથ સજ્જ, તંત્રએ ટ્રાફિકને પહોંચી વળવા કમર કસી, વાહન લઈને મેળામાં જતાં પહેલાં આ જાણી લો

આ પણ વાંચો : તમારી દરેક સમસ્યાનું નિરાકરણ લાવી શકે છે સુંદરકાંડ ! જાણો સુંદરકાંડના પાઠ કરવાના ફાયદા

g clip-path="url(#clip0_868_265)">