AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

6 July PANCHANG : આજે અભિજીત મુહૂર્ત ક્યારે ? 6 જુલાઇ, ગુરૂવારના પંચાગની મેળવો સંપૂર્ણ જાણકારી!

સનાતન (sanatan) ધર્મમાં આ પંચાંગનું ખૂબ જ મહત્વ છે. આપણાં રોજીંદા કાર્યોમાં પણ આ પંચાંગ ખૂબ જ મદદરૂપ સાબિત થઈ શકે છે. કારણ કે, તેના પરથી એ જાણવા મળે છે કે આજે કયા સમયે કરેલું કામ આપણને શુભ પરિણામ આપી શકશે.

6 July PANCHANG : આજે અભિજીત મુહૂર્ત ક્યારે ? 6 જુલાઇ, ગુરૂવારના પંચાગની મેળવો સંપૂર્ણ જાણકારી!
6 July 2023 Panchang
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 06, 2023 | 7:19 PM
Share

આજે 6 જુલાઇ, 2023નો દિવસ છે. પરંતુ, હિન્દુ સંસ્કૃતિમાં તિથિ, વાર અને નક્ષત્ર જોઈને કાર્ય કરવાની પ્રણાલી છે. જેની માહિતી આપણને પંચાંગના માધ્યમથી પ્રાપ્ત થાય છે. સનાતન ધર્મમાં આ પંચાંગનું ખૂબ જ મહત્વ છે. આપણાં રોજીંદા કાર્યોમાં પણ આ પંચાંગ ખૂબ જ મદદરૂપ સાબિત થઈ શકે છે. કારણ કે, તેના પરથી એ જાણવા મળે છે કે આજે કયા સમયે કરેલું કામ આપણને શુભ પરિણામ આપી શકશે. અને કયા સમયે મહત્વનું કાર્ય કરવાથી બચવું જોઈએ. ત્યારે આ પંચાંગ પરથી જ જાણીએ કે તિથિના આધારે આજનો દિવસ કેવો રહેશે.

આ પણ વાંચો :5 July PANCHANG : આજે રાહુ કાળ ક્યારે ? 5 જુલાઇ, બુધવારના પંચાગની મેળવો સંપૂર્ણ જાણકારી!

તિથિ, વાર, નક્ષત્ર, યોગ અને કરણ એ દૈનિક પંચાંગના મુખ્ય પાંચ અંગ મનાય છે. ત્યારે તે અનુસાર જ આજના દિવસની વિગતો મેળવીએ.

તિથિ:- ગુજરાતી પંચાંગ અનુસાર આજે વિ. સં. 2079ના અષાઢ માસના કૃષ્ણ પક્ષની ત્રીજ (6:30 AM સુધી) બાદમાં ચોથ (જયાપાર્વતિ વ્રત સમાપ્ત, ગજાનન સંકષ્ટ ચતુર્થી)

વાર:- ગુરૂવાર

યોગ:- પ્રીતિ 12:00 AM થી 7 જુલાઇ સુધી

કરણ:- વષ્ટિ/ભદ્રા 6 :30 AM સુધી બાદમાં બવ 04:49 PM સુધી

નક્ષત્ર:- ધનિષ્ઠા 07:01 PM સુધી બાદમાં બાદમાં શતભિષા

સૂર્યોદય અને સૂર્યાસ્તનો સમય

સૂર્યોદય:- 05:58 AM

સૂર્યાસ્ત:- 07:29 PM

આજની રાશિ

આજની ચંદ્ર રાશિ છે મકર (01 : 38 PM સુધી) બાદમાં કુંભ

અભિજીત મુહૂર્ત

આજે 6 જુલાઇ,2023ના રોજનો અભિજીત મુહૂર્ત 12:17 PM થી 1:11 PM સુધી રહેશે

રાહુ કાળ

આજે 6 જુલાઇ, 2023ના રોજનો રાહુ કાળ 02:26 PM થી 04:07 PM સુધી રહેશે. હિન્દુ માન્યતા અને પંચાંગ અનુસાર રાહુકાળ તે એ કાળ છે કે જે સમય દરમિયાન કોઈપણ પ્રકારનું શુભ કાર્ય કરવામાં નથી આવતું. માન્યતા અનુસાર આ રાહુ કાળ દરમિયાન કરેલું કાર્ય શુભ પરિણામ પણ નથી આપતું. એટલે આજે આ સમય દરમિયાન કોઈપણ શુભ કે માંગલિક કાર્ય કરવાનું ટાળવું જોઈએ.

(નોંધ: અહીં આપવામાં આવેલી જાણકારી ધાર્મિક આસ્થાઓ અને લોક માન્યતાઓ પર આધારિત છે, જેનો કોઈ વૈજ્ઞાનિક આધાર નથી. સામાન્ય જનરૂચિને ધ્યાનમાં રાખીને આ લેખને અહીં પ્રસ્તુત કરવામાં આવ્યો છે.)

"ક્લબિંગ પણ કરે છે અને ભજન પણ ગાય છે": RSS પ્રચાર પ્રમુખ સુનિલ આંબેકર
વ્યાજખોર ચિરાગ ગોટી સામે સુરતમાં નોંધાઈ વધુ એક પોલીસ ફરિયાદ
વ્યાજખોર ચિરાગ ગોટી સામે સુરતમાં નોંધાઈ વધુ એક પોલીસ ફરિયાદ
વડવાળા મંદિરના વિકાસ માટે હર્ષ સંઘવીએ કરી ₹2 કરોડની ગ્રાન્ટની જાહેરાત
વડવાળા મંદિરના વિકાસ માટે હર્ષ સંઘવીએ કરી ₹2 કરોડની ગ્રાન્ટની જાહેરાત
મોરારીબાપુએ તલગાજરડા થી સાળંગપુરના નવા રૂટની ST બસનો કરાવ્યો પ્રારંભ
મોરારીબાપુએ તલગાજરડા થી સાળંગપુરના નવા રૂટની ST બસનો કરાવ્યો પ્રારંભ
મોદીના ભગીરથ પાટીલ, પાણી, અને પડકારની વાતો જાણો
મોદીના ભગીરથ પાટીલ, પાણી, અને પડકારની વાતો જાણો
આંતરધર્મીય લગ્ન મુદ્દે હોબાળો! યુવતીને વકીલના વેશમાં કોર્ટમાં લવાઈ
આંતરધર્મીય લગ્ન મુદ્દે હોબાળો! યુવતીને વકીલના વેશમાં કોર્ટમાં લવાઈ
થિંક ફેસ્ટ મંચ પર હર્ષ સંઘવીએ લવ જેહાદ અને સોમનાથ પર કરી વાત
થિંક ફેસ્ટ મંચ પર હર્ષ સંઘવીએ લવ જેહાદ અને સોમનાથ પર કરી વાત
ઈરાન-ઈઝરાયલના યુદ્ધમાં દિવના યુવાને જીવ ગુમાવ્યો
ઈરાન-ઈઝરાયલના યુદ્ધમાં દિવના યુવાને જીવ ગુમાવ્યો
અમદાવાદમાંથી રૂ.89 લાખના કિંમતની જૂની ચલણી નોટ ઝડપાઈ
અમદાવાદમાંથી રૂ.89 લાખના કિંમતની જૂની ચલણી નોટ ઝડપાઈ
ઉનાળાની આકરી ગરમી માટે રહેજો તૈયાર, હવામાન વિભાગે કરી આગાહી
ઉનાળાની આકરી ગરમી માટે રહેજો તૈયાર, હવામાન વિભાગે કરી આગાહી
g clip-path="url(#clip0_868_265)">