AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Commodity Market today : એલ્યુમિનિયમની ચમક પડી ઝાંખી, તાંબામાં આવી તેજી, જાણો કેવી છે ક્રૂડ ઓઈલની સ્થિતી

Commodity Market : 2023માં LME પર એલ્યુમિનિયમની હિલચાલ પર નજર નાખો તો જાન્યુઆરીમાં તેમાં 11 ટકાનો ઉછાળો જોવા મળ્યો હતો, જ્યારે ફેબ્રુઆરીમાં તે 10 ટકા તૂટી ગયો હતો.

Commodity Market today : એલ્યુમિનિયમની ચમક પડી ઝાંખી, તાંબામાં આવી તેજી, જાણો કેવી છે ક્રૂડ ઓઈલની સ્થિતી
MCX
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 05, 2023 | 6:24 PM
Share

Commodity Market: LME, MCX પર એલ્યુમિનિયમના ભાવ દબાણ હેઠળ છે. MCX પર એલ્યુમિનિયમના ભાવ 2023ના ઉચ્ચ સ્તરથી 14% નીચે આવ્યા છે. એલ્યુમિનિયમ આજે એમસીએક્સ પર 195.55ની નીચી સપાટીએ પહોંચી ગયું છે. 2023માં અત્યાર સુધીમાં એલ્યુમિનિયમના ભાવમાં 9%થી વધુનો ઘટાડો થયો છે. હકીકતમાં, ચીનના નબળા ડેટા એલ્યુમિનિયમના ભાવ પર દબાણ લાવી રહ્યા છે. બજાર ચીનના રાહત પેકેજની રાહ જોઈ રહ્યું છે. જુલાઈમાં ચીન તરફથી સપ્લાયમાં ઘટાડો થવાની સંભાવના છે.

આ પણ વાંચો :Commodity Market Today : કોમિડિટી માર્કેટમાં કારોબારની કેવી સ્થિતિ છે? જાણો અહેવાલ દ્વારા

2023માં LME પર એલ્યુમિનિયમની હિલચાલ પર નજર નાખો તો જાન્યુઆરીમાં તેમાં 11 ટકાનો ઉછાળો જોવા મળ્યો હતો, જ્યારે ફેબ્રુઆરીમાં તે 10 ટકા તૂટી ગયો હતો. અને માર્ચમાં તેમાં 2 ટકાનો વધારો જોવા મળ્યો હતો. જ્યારે એપ્રિલમાં તે 2 ટકા, મે મહિનામાં 5 ટકા અને જૂનમાં 4 ટકા તૂટ્યો હતો.

કોપરમાં હજું પણ મજબુત સ્થિતીમાં ?

2 સપ્તાહના ઘટાડા પછી કોપર ફરી ખરીદીમાં છે. ઉછાળા પછી પણ, MCX પર તાંબાની કિંમત ઘટીને 713 થઈ ગઈ છે જ્યારે MCX પર, તાંબુ 2023 ની ઊંચી સપાટીથી 11% નીચે ટ્રેડ કરી રહ્યું છે. LMEમાં સતત બીજા દિવસે ઘટાડો યથાવત રહ્યો છે. LME પર કિંમત $8350 થી નીચે આવી ગઈ. કોપરના ભાવમાં 2 દિવસમાં લગભગ 1%નો ઘટાડો થયો છે. વાસ્તવમાં, ડૉલરની મજબૂતાઈએ કોપર પર દબાણ કર્યું છે. ચીનમાં પુરવઠામાં વધારો અને માંગમાં ઘટાડાને કારણે કોપર દબાણ હેઠળ છે.

ઝિંકમાં આવી ચમક

ઝિંકમાં સતત બીજા મહિને વધારો જાહેર રહ્યો છે. જુલાઈમાં અત્યાર સુધીમાં MCX 2% વધ્યો છે. LME પર ઝિંકના ભાવ પણ $2400ની નજીક પહોંચી ગયા છે. 2023માં અત્યાર સુધીમાં ઝિંકના ભાવમાં 19%થી વધુનો ઘટાડો થયો છે. જ્યારે 2023ની ઊંચી સપાટીથી એમસીએક્સ પર ઝિંકની કિંમતમાં 29%નો ઘટાડો થયો છે. સપ્લાયમાં ઘટાડો ભાવને ટેકો આપી રહ્યો છે.

ક્રુડ ઓઇલમાં વધારો

ક્રુડ ઓઇલમાં તેજી જોવા મળી રહી છે. ક્રૂડ ઓઈલના ભાવમાં એક દિવસમાં 2%નો વધારો જોવા મળ્યો છે. આ સાથે બ્રેન્ટ ક્રૂડની કિંમત પ્રતિ બેરલ 76 ડોલરના સ્તર પર છે. જ્યારે WTI ક્રૂડની કિંમત બેરલ દીઠ $71ને પાર કરી ગઈ છે. ઓગસ્ટમાં રશિયા અને સાઉદી અરેબિયાએ ઉત્પાદન કાપની જાહેરાત કરી હતી. સાઉદી અરેબિયાએ દૈનિક ઉત્પાદનમાં 10 લાખ બેરલનો ઘટાડો કર્યો છે. જ્યારે રશિયાએ નિકાસમાં પ્રતિદિન 5 લાખ બેરલનો ઘટાડો કરવાની જાહેરાત કરી છે.

Follow Us
સુરતથી ભાવનગર 120 વધારાની ST બસો દોડાવાશે
સુરતથી ભાવનગર 120 વધારાની ST બસો દોડાવાશે
ગ્રાન્ટેડ શાળાઓમાં વિવિઘ વિષયના 2000થી વધુ શિક્ષકની કરાશે ભરતી
ગ્રાન્ટેડ શાળાઓમાં વિવિઘ વિષયના 2000થી વધુ શિક્ષકની કરાશે ભરતી
વાવ-થરાદમાં ઘાસ વિતરણ કેન્દ્રો શરૂ, પશુપાલકોને કિલોદીઠ રૂ. 2માં મળશે
વાવ-થરાદમાં ઘાસ વિતરણ કેન્દ્રો શરૂ, પશુપાલકોને કિલોદીઠ રૂ. 2માં મળશે
દુષ્કાળગ્રસ્ત જિલ્લાઓની યાદીમાં રાજકોટનો સમાવેશ ન થતાં ખેડૂતોમાં નારાજ
દુષ્કાળગ્રસ્ત જિલ્લાઓની યાદીમાં રાજકોટનો સમાવેશ ન થતાં ખેડૂતોમાં નારાજ
વડોદરામાં બ્રેડના સીલ પેકેટમાંથી નીકળી માખી, વીડિયો વાયરલ
વડોદરામાં બ્રેડના સીલ પેકેટમાંથી નીકળી માખી, વીડિયો વાયરલ
વડોદરામાં સોની પરિવારના ત્રણ સભ્યોના મોતથી ચકચાર
વડોદરામાં સોની પરિવારના ત્રણ સભ્યોના મોતથી ચકચાર
ઉત્તરાખંડના ગંગોત્રી ધામમાં સિઝનની પ્રથમ હિમવર્ષા
ઉત્તરાખંડના ગંગોત્રી ધામમાં સિઝનની પ્રથમ હિમવર્ષા
પાણીની અછત અને ભાવ ન મળતાં ખેડૂતે ટ્રેક્ટરથી ઉખેડ્યો કેળાનો આખો પાક
પાણીની અછત અને ભાવ ન મળતાં ખેડૂતે ટ્રેક્ટરથી ઉખેડ્યો કેળાનો આખો પાક
પોરબંદરમાં શાલીમાર એક્સપ્રેસના વધારાના કોચ પાટા પરથી ઉતર્યા ! Video
પોરબંદરમાં શાલીમાર એક્સપ્રેસના વધારાના કોચ પાટા પરથી ઉતર્યા ! Video
કેન્સરની દવાઓના ભાવમાં 90% સુધીનો ઘટાડો! હવે સારવાર થશે સસ્તી
કેન્સરની દવાઓના ભાવમાં 90% સુધીનો ઘટાડો! હવે સારવાર થશે સસ્તી
g clip-path="url(#clip0_868_265)">