Vastu Tips: તમારી આ આદતો બની શકે છે વાસ્તુ દોષનું કારણ, વધી શકે છે આર્થિક બોજો

વાસ્તુશાસ્ત્ર વ્યક્તિના જીવનમાં સકારાત્મક અને નકારાત્મક બંને અસરો ધરાવે છે. આપણે આપણા રોજિંદા જીવનમાં ઘણી નાની ભૂલો કરીએ છીએ, જેના કારણે વાસ્તુ દોષ થાય છે.

Vastu Tips: તમારી આ આદતો બની શકે છે વાસ્તુ દોષનું કારણ, વધી શકે છે આર્થિક બોજો
Vastu Shastra Tips
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 19, 2021 | 9:30 AM

Vastu Tips: મોટાભાગના લોકો વાસ્તુશાસ્ત્ર વિશે અજાણ છે. વાસ્તુશાસ્ત્ર વ્યક્તિના જીવનમાં સકારાત્મક અને નકારાત્મક બંને અસરો ધરાવે છે. આપણે આપણા રોજિંદા જીવનમાં ઘણી નાની ભૂલો કરીએ છીએ, જેના કારણે વાસ્તુ દોષ થાય છે. વાસ્તુ દોષોના કારણે સફળતા, સુખ અને સમૃદ્ધિના માર્ગમાં અડચણ આવી શકે છે.

ઘણા લોકોને પથારીમાં ખાવાની ટેવ હોય છે. વાસ્તુશાસ્ત્રમાં આ આદતને ખોટી માનવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે સમૃદ્ધિ આવા વ્યક્તિના ઘરમાં રહેતી નથી. પથારીમાં ખાવાની આદતને કારણે તેમની સફળતાના માર્ગમાં અવરોધો આવે છે. આ લોકો ઝડપથી દેવામાં ડૂબી જાય છે અને વ્યક્તિ અસ્વસ્થ રહે છે.

વાસ્તુશાસ્ત્ર અનુસાર રાત્રે રસોડામાં એંઠા વાસણો રાખવા યોગ્ય નથી. એવું માનવામાં આવે છે કે એંઠા વાસણો રાખવાથી આર્થિક સમસ્યાઓ આવે છે. તેથી જ રાત્રે વાસણો સાફ કર્યા પછી હંમેશા સૂવું જોઈએ. આમ કરવાથી નકારાત્મકતા દૂર થાય છે. તમારી સમસ્યાઓ પણ ઓછી થવા લાગે છે.

શરીરમાં કયા વિટામિનની કમી છે કેવી રીતે જાણશો ?
IPL 2024 : આંખોમાં આંસુ, ગૂંગળામણની લાગણી... રિયાન પરાગે તેની તોફાની ઈનિંગ પછી શું કહ્યું?
ગુજરાતમાં ક્યાં છે ક્રિકેટરની પત્ની MLA રિવાબા જાડેજાનું ઘર
IPL 2024માં KKR ના માલિકોની સુંદર દીકરીઓ, જુઓ તસવીરો
IPL 2024: ખરાબ રીતે ફ્લોપ ચાલી રહેલ 17 કરોડનો ખેલાડીએ ભગવાન કૃષ્ણના શરણમાં
અવનીત કૌરના દેશી લુકે જીત્યું ફેન્સનું દિલ, જુઓ ફોટો

આ સિવાય રાત્રે બાથરૂમની ડોલ પાણીથી ભરેલી રાખવાથી નકારાત્મકતા દૂર થાય છે. એવું માનવામાં આવે છે કે રસોડાની ડોલમાં પાણી રાખવાથી આર્થિક સમસ્યાઓ પણ દૂર થાય છે. આ સાથે માતા લક્ષ્મી આશીર્વાદ વરસાવે છે.

ઘણા લોકો કચરો તેમના ઘરની બહાર ફેંકી દે છે અથવા બહાર ડસ્ટબિન રાખે છે. વસ્તુશાસ્ત્ર અનુસાર આમ કરવાથી પાડોશીઓ આપના શત્રુ બની જાય છે.

વાસ્તુશાસ્ત્ર અનુસાર, કોઈપણ વ્યક્તિએ સાંજના સમયે દાન ન કરવું જોઈએ. આ સિવાય દૂધ, દહીં અને મીઠું માંગવા પર પણ કોઈને ન આપવું જોઈએ. આમ કરવાથી તમારી આર્થિક સ્થિતિ ખરાબ થઈ શકે છે.

આ પણ વાંચો: Video : પત્નીનો ચહેરો કાળો કરવા ગયો હતો આ પતિ ! પરંતુ બાદમાં જે થયુ એ જોઈને તમે પણ ચોંકી જશો

આ પણ વાંચો: નીતિ આયોગે કેન્દ્રીય વિશ્વ વિદ્યાલયોને જાહેર નીતિ અને આયોજન વિભાગની સ્થાપના કરવા કર્યું સૂચન

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">