નીતિ આયોગે કેન્દ્રીય વિશ્વ વિદ્યાલયોને જાહેર નીતિ અને આયોજન વિભાગની સ્થાપના કરવા કર્યું સૂચન

નીતિ આયોગે (Niti Aayog) સૂચવ્યું છે કે હિમાલયી ક્ષેત્રોના તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોએ પર્વતીય વિસ્તાર આયોજન, પર્યાવરણીય આયોજન, ગ્રામીણ વિસ્તાર આયોજન, પ્રાદેશિક આયોજન જેવા વિષયોમાં વિશેષતા ધરાવતી કેન્દ્રીય વિશ્વ વિદ્યાલયોએ અનુસ્નાતક અભ્યાસક્રમ શરૂ કરવા જોઈએ.

નીતિ આયોગે કેન્દ્રીય વિશ્વ વિદ્યાલયોને જાહેર નીતિ અને આયોજન વિભાગની સ્થાપના કરવા કર્યું સૂચન
Niti Aayog (File Photo)

Niti Aayog Report : નીતિ આયોગે હિમાલયી પ્રદેશોના તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં કેન્દ્રીય યુનિવર્સિટીઓ અને સંસ્થાઓમાં “જાહેર નીતિ અને આયોજન વિભાગ” સ્થાપવાનું સૂચન કર્યું છે. નીતિ આયોગ દ્વારા “ભારતમાં શહેરી આયોજન કાર્યક્ષમતામાં સુધારો” વિષય પર તૈયાર કરવામાં આવેલા અહેવાલમાં આ સુચન કરવામાં આવ્યુ છે.

કેન્દ્રીય વિશ્વ વિદ્યાલયોને જાહેર નીતિ અને આયોજન વિભાગની સ્થાપના કરવા કર્યું સૂચન

નીતિ આયોગે સૂચવ્યું છે કે હિમાલયી પ્રદેશોના (Himalayan Area) તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોએ પર્વતીય વિસ્તાર આયોજન, પર્યાવરણીય આયોજન, ગ્રામીણ વિસ્તાર આયોજન, પ્રાદેશિક આયોજન જેવા વિષયોમાં વિશેષતા ધરાવતી કેન્દ્રીય યુનિવર્સિટીઓ (Central University) અને તકનીકી સંસ્થાઓમાં અનુસ્નાતક કાર્યક્રમો શરૂ કરવા જોઈએ.

અહેવાલ મુજબ, અન્ય રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં કેન્દ્રીય યુનિવર્સિટીઓ અને તકનીકી સંસ્થાઓને આયોજનમાં અનુસ્નાતક ડિગ્રી અભ્યાસક્રમો શરૂ કરવા માટે પ્રોત્સાહિત કરવા જોઈએ. ઉલ્લેખનીય છે કે, ભારતીય ઇતિહાસમાં ઘણું જ્ઞાન છે. જો કે તેના વિશે ખૂબ ઓછું સંશોધન કાર્ય કરવામાં આવ્યુ છે અને આયોજન વિષય (Planning) સાથે સંકળાયેલા વિદ્યાર્થીઓને ભાગ્યે જ આ અંગે શીખવવામાં આવે છે.

ભારતીય વસાહતોના મૂળ અને વિકાસને સમજવામાં મદદરૂપ બનશે

તમને જણાવી દઈએ કે, ગુરુવારે નીતિ આયોગનો (Niti Aayog) અહેવાલ જાહેર કરવામાં આવ્યો હતો. આ અહેવાલ મુજબ, શહેરી આયોજનના સિદ્ધાંતો અને પ્રાચીન સમયની પદ્ધતિઓની ઉંડી સમજણ રાખવાથી ભારતીય વસાહતોના મૂળ અને વિકાસને સમજવામાં મદદરૂપ બનશે. અહેવાલમાં, કમિશનની સલાહકાર સમિતિએ ભલામણ કરી હતી કે તમામ યુવા આયોજકોને ભારતીય માનવ વસાહતોના ઇતિહાસ અને મધ્યયુગીન ભારતીય વસાહતોના આયોજન અને સંચાલન વિશે માહિતી મળે તે દિશામાં પ્રયત્ન કરવા જોઈએ.

શહેરી અને પ્રાદેશિક આયોજન સંબંધિત નીતિઓને અપગ્રેડ કરવાની જરૂર

તેમાં જણાવવામાં આવ્યું છે કે મોટાભાગના રાજ્યોએ પોતાના શહેરી અને ગ્રામ આયોજન કાયદાઓ ઘડ્યા છે જે શહેરો અને વિસ્તારોની પ્રકૃતિમાં ફેરફાર માટે મૂળભૂત આધાર પૂરો પાડે છે. જોકે, શહેરી અને પ્રાદેશિક આયોજન સંબંધિત નવી ટેકનોલોજી વિકાસ, નીતિઓ અને પહેલોની સમીક્ષા અને અપગ્રેડ (UPgrade) કરવાની જરૂર છે. આવી સ્થિતિમાં, યોજના સંબંધિત કાયદાઓની સમીક્ષા કરવા માટે રાજ્ય સ્તરે એક સર્વોચ્ચ સમિતિની રચના કરવા પણ સુચન કર્યુ છે.

 

આ પણ વાંચો: IGNOUએ બેન્કિંગ અને ફાઇનાન્સમાં MBA અભ્યાસક્રમ શરૂ કર્યો, જાણો અભ્યાસક્રમની તમામ વિગત

Read Full Article

Click on your DTH Provider to Add TV9 Gujarati