AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Bhakti : કામિકા એકાદશીએ અજમાવો આ સરળ ઉપાય, તમારી સઘળી ઈચ્છાને પૂર્ણ કરશે નારાયણ

આ એકાદશીએ તુલસીપત્ર તેમજ તેની માંજરથી વિષ્ણુ પૂજનનો મહિમા છે. માન્યતા અનુસાર જે વ્યક્તિ આ દિવસે વ્રત કરીને જાગરણ કરે છે તેને ક્યારેય યમનો ભય રહેતો નથી અને તે વ્યક્તિ ક્યારેય દુર્ગતિને પણ પામતો નથી.

Bhakti : કામિકા એકાદશીએ અજમાવો આ સરળ ઉપાય, તમારી સઘળી ઈચ્છાને પૂર્ણ કરશે નારાયણ
કામનાઓને ફળીભૂત કરશે કામિકા એકાદશી
TV9 Bhakti
| Edited By: | Updated on: Aug 03, 2021 | 11:04 AM
Share

કામિકા (KAMIKA) એકાદશીનું વ્રત એટલે તો સઘળી કામનાઓને પૂર્ણ કરનારું વ્રત. આમ તો દરેક એકાદશીનું એક આગવું જ મહત્વ રહેલું છે. કહે છે કે આસ્થા સાથે એકાદશીના વ્રત કરવાથી વ્યક્તિના જીવનના સઘળા સંતાપ હરાઈ જાય છે. એટલું જ નહીં, શ્રીહરિ વિષ્ણુ વ્રતથી પ્રસન્ન થઈ ભક્તની સઘળી કામનાઓની પણ પૂર્તિ કરી દે છે. ત્યારે કામિકા એકાદશીનું પણ અદકેરું જ મહત્વ છે.

અષાઢ વદ અગિયારસની તિથિ એ કામિકા એકાદશી તરીકે ઓળખાય છે. આ વર્ષે આ એકાદશી તારીખ 4 ઓગષ્ટ, 2021, બુધવારના રોજ છે. શાસ્ત્રોમાં જણાવ્યાનુસાર આ એકાદશીએ તુલસીપત્ર તેમજ તેની માંજરથી વિષ્ણુ પૂજનનો મહિમા છે. માન્યતા અનુસાર જે વ્યક્તિ આ દિવસે વ્રત કરીને જાગરણ કરે છે તેને ક્યારેય યમનો ભય રહેતો નથી, અને તે વ્યક્તિ ક્યારેય દુર્ગતિને પણ પામતો નથી.

એટલું જ નહીં, આ દિવસે કેટલાંક વિશેષ ઉપાયો અજમાવીને શ્રીહરિની વિશેષ કૃપાને પણ પ્રાપ્ત કરી શકાય છે. આ એવાં ઉપાય છે કે જેના દ્વારા વ્યક્તિનો ભાગ્યોદય થાય છે અને તેની સઘળી ઈચ્છાઓની પણ પૂર્તિ થાય છે. ત્યારે આવો જાણીએ આ દિવસે કરવાના ખાસ ઉપાય.

વિશેષ પૂજાવિધિ 1. એકાદશી પર ભગવાન વિષ્ણુની પીળા ફૂલથી પૂજા જરૂર કરવી. ભગવાન વિષ્ણુને પીળો રંગ અને પીળા પુષ્પ પસંદ છે. તેનાથી પ્રસન્ન થઈ શ્રીહરિ મનોકામનાપૂર્તિના આશિષ પ્રદાન કરે છે. 2. એકાદશી પર પીળા રંગના ફળ, વસ્ત્ર તેમજ અનાજ ભગવાન વિષ્ણુને અર્પિત કરો. પછી આ બધી વસ્તુઓ કોઈ જરૂરીયાતમંદને દાનમાં આપી દો. 3. કામિકા એકાદશીએ ભગવાન વિષ્ણુને ખીરમાં તુલસીના પાન નાંખી ભોગ લગાવો. તેનાથી ઘરમાં શાંતિ અકબંધ રહેશે. 4. એકાદશી પર પીપળના ઝાડને જળ ચઢાવો. પીપળામાં ભગવાન વિષ્ણુનો વાસ મનાય છે. કહે છે કે અગિયારસના રોજ પીપળાને પાણી અર્પણ કરવાથી વ્યક્તિને દેવામાંથી મુક્તિ મળે છે. 5. જો શક્ય હોય તો અગિયારસે સૌભાગ્યવતી સ્ત્રીઓને ઘરે બોલાવીને ફળાહાર કરાવો અને સાથે જ તેને સૌભાગ્ય શણગાર સંબંધી સામગ્રી ભેટમાં આપો. તેનાથી ઘરની સ્ત્રીનું સૌભાગ્ય અખંડ રહેશે અને ઘરમાં ખુશીઓ અકબંધ રહેશે. 6. એકાદશીની સાંજે તુલસીની સામે ગાયનાં ઘીનો દીપક પ્રગટાવો અને “ૐ વાસુદેવાય નમઃ ।” મંત્ર બોલતા તુલસીની 11 પરિક્રમા કરો. તેનાથી ઘરમાં સુખ-શાંતિ બની રહેશે અને ક્યારેય સંકટ નહીં આવે.

તો આ કામિકા એકાદશીએ આ અત્યંત સરળ એવાં લૌકિક ઉપાયો અજમાવીને તમે પુણ્યનું ભાથું પણ બાંધી શકશો. અને ઘરમાં ખુશીઓને પણ સ્થિર રાખી શકશો.

આ પણ વાંચો : એકાદશીએ શા માટે ન ખાવા જોઈએ ચોખા ? જાણો રહસ્ય, નહીં તો તમે બનશો પાપના ભાગીદાર

આ પણ વાંચો : તમે કેવી રીતે કરો છો આરતી ગ્રહણ ? જાણી લો આરતીની આસકા લેવાના આ નિયમ

અમદાવાદમાં 16 બ્રિજ ઉપર લગાવવામાં આવશે 'હાઈટ બેરીયર'! - જુઓ Video
અમદાવાદમાં 16 બ્રિજ ઉપર લગાવવામાં આવશે 'હાઈટ બેરીયર'! - જુઓ Video
વલસાડના ઉમરગામની કંપનીમાં લાગી ભીષણ આગ
વલસાડના ઉમરગામની કંપનીમાં લાગી ભીષણ આગ
અરવલ્લીમાં દુર્ગંધયુક્ત કેમિકલ ઢોળાતા વાહનચાલકો અને રાહદારીઓ પરેશાન
અરવલ્લીમાં દુર્ગંધયુક્ત કેમિકલ ઢોળાતા વાહનચાલકો અને રાહદારીઓ પરેશાન
બાલાસિનોર પંથકમાંથી ઝડપાયો 2.37 કરોડનો ગાંજો, 1ની ધરપકડ
બાલાસિનોર પંથકમાંથી ઝડપાયો 2.37 કરોડનો ગાંજો, 1ની ધરપકડ
ભરૂચમાં બાઈક અને રિક્ષા વચ્ચે અકસ્માતમાં મહિલાનું મોત
ભરૂચમાં બાઈક અને રિક્ષા વચ્ચે અકસ્માતમાં મહિલાનું મોત
વલસાડમાં ઔરંગા નદી પર નવ નિર્મિત બ્રિજનો સ્લેબ ધરાશાયી, 4 મજૂરો દબાયા
વલસાડમાં ઔરંગા નદી પર નવ નિર્મિત બ્રિજનો સ્લેબ ધરાશાયી, 4 મજૂરો દબાયા
અનેક વિસ્તારોમાં હાડ થીજવતી ઠંડીની કરી આગાહી
અનેક વિસ્તારોમાં હાડ થીજવતી ઠંડીની કરી આગાહી
કઈ રાશિના જાતકોને અચાનક ધનલાભ અને કોને સાવધાની રાખવી જરૂરી, જુઓ Video
કઈ રાશિના જાતકોને અચાનક ધનલાભ અને કોને સાવધાની રાખવી જરૂરી, જુઓ Video
મોલના ચેન્જિંગ રૂમમાં રહેલા અરીસાની પાછળ ક્યાંક હિડન કેમેરા તો નથીને?
મોલના ચેન્જિંગ રૂમમાં રહેલા અરીસાની પાછળ ક્યાંક હિડન કેમેરા તો નથીને?
અરૂણાચલ પ્રદેશના યુવકને ગમી ગયુ આ ગુજરાતી ગીત- જુઓ Video
અરૂણાચલ પ્રદેશના યુવકને ગમી ગયુ આ ગુજરાતી ગીત- જુઓ Video
g clip-path="url(#clip0_868_265)">