Laxmi Poojan : આજે કરેલો આ ઉપાય ચમકાવશે આપની કિસ્મત ! જાણી લો દેવી લક્ષ્મી પ્રસન્ન કરવાનો ખાસ ઉપાય

Laxmi Poojan : આજે કરેલો આ ઉપાય ચમકાવશે આપની કિસ્મત ! જાણી લો દેવી લક્ષ્મી પ્રસન્ન કરવાનો ખાસ ઉપાય
GODESS LAXMI (Symbolic Image)

માતા લક્ષ્મીની પૂજા માત્ર ધન સંપત્તિ જ નથી આપતી તેની સાથે તે વ્યક્તિના માન અને સન્માનમાં પણ વધારો કરે છે. શુક્રવારે કરેલી નિયમો સાથએની પૂજા આપને આપશે સુખી દાંપત્ય જીવનના આશીર્વાદ.

TV9 Bhakti

| Edited By: Pinak Shukla

Dec 31, 2021 | 6:20 AM

જીવનમાં લક્ષ્મીની(GODESS LAXMI) કામના ભલે કોને ન હોય ? સૌ કોઈની ઈચ્છા હોય કે તેમના પર માતા લક્ષ્મીની કૃપા વરસે અને ઘરમાં ક્યારેય ધનની ખોટ ન વર્તાય. કહેવાય છે કે શુક્રવાર એટલે તો દેવી લક્ષ્મીની વિશેષ આરાધના કરવાનો અને વિશેષ ફળની પ્રાપ્તિ કરવાનો અવસર. આજે આ લેખમાં જાણીએ કે દેવી લક્ષ્મીની ઉપાસના કરવાથી તેમની આરાધના કરવાથી કેવા કેવા ફળની થશે પ્રાપ્તિ અને સાથે જ જાણીએ કે દેવી લક્ષ્મીની આરાધના કરવાના શું છે નીતિ નિયમો. કારણકે એવું કહેવાય છે જો ખાસ નિયમોને અનુસરીને દેવી લક્ષ્મીની આરાધના કરવામાં આવે તો વ્યક્તિને દેવી લક્ષ્મીના અઢળક આશીર્વાદ પ્રાપ્ત થાય છે. દેવી લક્ષ્મીની આરાધનાથી નીચે પ્રમાણેના આશીર્વાદ પ્રાપ્ત થાય છે. 1. માતા લક્ષ્મીની પૂજા માત્ર ધન સંપત્તિ જ નથી આપતી તેની સાથે તે વ્યક્તિના માન અને સન્માનમાં પણ વધારો કરે છે. વ્યક્તિને યશની પ્રાપ્તિ કરાવે છે માતા લક્ષ્મી. 2. મા લક્ષ્મીની ઉપાસના કરવાથી દાંમ્પત્યજીવન ખૂબ જ સરસ રીતે પસાર થાય છે. 3. મનુષ્યની જીવનમાં કેટલીય આર્થિક મુસીબતો હોય તો પણ જો તે માતા લક્ષ્મીની વિધિવત પૂજા ઉપાસના કરે તો તેને ધન સંબંધિત પરેશાનીઓમાંથી મુક્તિ મળે છે. માતા લક્ષ્મીની પૂજા ઉપાસના કરવાના કેટલાક સરળ નીતિ નિયમો છે જે ધ્યાનમાં રાખવા જરૂરી છે.

1. સૌપ્રથમ સવારે બ્રહ્મ મૂહુર્તમાં ઊઠીને સ્નાનાદિ કાર્ય પૂર્ણ કરવું. 2. મા લક્ષ્મીની પૂજા કરનાર વ્યક્તિએ સફેદ કે ગુલાબી રંગના વસ્ત્ર ધારણ કરવા જોઇએ. 3. મા લક્ષ્મીની આરાધના કરવાનો શ્રેષ્ઠ સમય છે ગોધૂલી સમય અથવા મધ્યરાત્રિ છે. 4. મા લક્ષ્મીની પૂજા કરતા સમયે મા લક્ષ્મી ગુલાબી કમળના પુષ્પ પર બિરાજમાન હોય તેવી મૂર્તિ કે તસવીરની પૂજા કરવી વધારે ઉત્તમ ગણાય છે. 5. શુક્રવારના દિવસે સાંજે માતા સમક્ષ ગાયના ઘીનો દિવો પ્રજવલિત કરીને તેમા થોડા કેસરનાં તાંતણા ભૂલ્યા વિના ઉમેરવા જોઇએ. 6. આ દિવસે જરૂરિયાતમંદ લોકોને સફેદ રંગના વસ્ત્ર કે સફેદ ધાન્ય જેમ કે ચોખાનું દાન કરવું ખૂબ જ લાભદાયી બને છે. 7. માન્યતા એવી પણ છે કે શુક્રવારે દક્ષિણાવર્તી શંખમાં જળ ભરીને ભગવાન શ્રીહરિ વિષ્ણુને અભિષેક કરવાથી પણ માતા લક્ષ્મી જલ્દી રીઝી જાય છે અને ભક્તની મનોકામના તુરંત પૂર્ણ કરે છે. 8. આજના દિવસે માતા લક્ષ્મીને નૈવેદ્યમાં ચોખાની ખીર કે મખાનાની ખીર અર્પણ કરવી જોઇએ. કહેવાય છે કે માતા લક્ષ્મીને ખીરનો પ્રસાદ ખૂબ જ પ્રિય છે. 9. અને જો કઈ જ ન કરી શકો તો માતા લક્ષ્મીની કૃપા મેળવવા માટે શુક્રવારના દિવસે નીચે જણાવેલ લક્ષ્મી મંત્રનો જાપ તો અચૂક કરવો જોઈએ. ૐ શ્રીં શ્રીયે નમ: જો શક્ય હોય તો આ મંત્રનો 108 વાર જાપ કરવો વિશેષ ફળદાયી માનવામાં આવે છે.

(નોંધઃ આ લેખ પ્રચલિત માન્યતાઓ પર આધારિત છે. તેના કોઈ વૈજ્ઞાનિક પુરાવા નથી. લોકોની જાણકારી માટે તેને અહીં રજૂ કરવામાં આવ્યો છે.) આ પણ વાંચો : અષ્ટાક્ષર મંત્રના જાપથી પ્રાપ્ત થશે પ્રભુ શ્રીકૃષ્ણના અલભ્ય આશિષ !

આ પણ વાંચો : શું તમે જાણો છો શ્રીકૃષ્ણનો કયો એ સરળ મંત્ર છે જેનાથી દૂર થશે તમારા આર્થિક પ્રશ્ન ? તો અત્યારે જ જાણી લો

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati