Krishna mantra : અષ્ટાક્ષર મંત્રના જાપથી પ્રાપ્ત થશે પ્રભુ શ્રીકૃષ્ણના અલભ્ય આશિષ !

અષ્ટાક્ષર મંત્ર ‘શ્રીકૃષ્ણ: શરણં મમ:’ના જાપથી પ્રાપ્ત થશે પ્રભુ શ્રી કૃષ્ણનું સાનિધ્ય. અખૂટ ધનની પ્રાપ્તિ કરવાશે આ મંત્ર. સમસ્ત સંકટોનું શમન કરનારો છે અષ્ટાક્ષર મંત્ર.

Krishna mantra : અષ્ટાક્ષર મંત્રના જાપથી પ્રાપ્ત થશે પ્રભુ શ્રીકૃષ્ણના અલભ્ય આશિષ !
Chanting Mantra (Symbolic Image)
Follow Us:
TV9 Bhakti
| Edited By: | Updated on: Dec 30, 2021 | 9:46 AM

શ્રીકૃષ્ણ (SHREE KRISHN) એ આખાય જગતનો આધાર છે. વિશ્વના પાલનહાર છે શ્રીકૃષ્ણ. એવું કહેવાય છે કે શ્રીકૃષ્ણના નામના જાપ માત્રથી પ્રભુની વિશેષ કૃપાની પ્રાપ્તિ થાય છે. શ્રીકૃષ્ણના અષ્ટાક્ષર મંત્રનો જાપ કરવો અત્યંત ફળદાયી માનવામાં આવે છે. ત્યારે આજે અમે આપને જણાવીશું અષ્ટાક્ષર મંત્ર ‘શ્રીકૃષ્ણ: શરણં મમ:’ ના જાપનો મહિમા. કહેવાય છે કે જેમને મેળવવા અત્યંત દુર્લભ છે, જેમના સાનિધ્યને મેળવવું ખુબ અઘરું છે તેવા અલભ્ય આશિષને પ્રાપ્ત કરાવનાર છે અષ્ટાક્ષર મંત્ર. ‘શ્રીકૃષ્ણ: શરણં મમ:’ અર્થાત પ્રભુ શ્રીકૃષ્ણ મને આપના શરણે લો, મારું સર્વસ્વ શ્રીકૃષ્ણ જ છે અને મને આશ્રય શ્રીકૃષ્ણનો છે, મારું તન, મન, ધન બધું જ શ્રીકૃષ્ણને સમર્પિત છે. અષ્ટાક્ષર મંત્રના જાપના માહાત્મ્ય પહેલાં સમજી લઈએ ‘કૃષ્ણ’ શબ્દનો અર્થ. ‘કૃષ્ણ’ શબ્દનો શાસ્ત્રોમાં અર્થ બતાવાયો છે જે મુજબ, ‘કૃષ્’ એટલે આકર્ષવું અને ‘ણ’ એટલે આનંદ. જે પોતાના લૌકિક આનંદ સ્વરૂપથી જીવોને પોતાના તરફ આકર્ષીને પોતાનામાં જોડી રાખે છે તે છે શ્રીકૃષ્ણ. દરેક મંત્રને એક બીજ મંત્ર હોય છે. જેમ બીજમાં પરોક્ષ રીતે આખું વૃક્ષ છુપાયેલું હોય છે, તેમ બીજમંત્રમાં આખો મંત્ર પરોક્ષ રીતે રહેલો હોય છે. અષ્ટાક્ષર મંત્રમાં ‘શ્રી’ અક્ષર બીજમંત્ર છે. અષ્ટાક્ષર મંત્રના જાપનો મહિમા: 1. કહેવાય છે કે માત્ર ‘શ્રી’નું ઉચ્ચારણ કરવાથી વ્યક્તિ ધનવાન બને છે. અલબત અહીં વાત શ્રીકૃષ્ણ રૂપી અવિનાશી ધનની વાત થાય છે. શ્રીકૃષ્ણ રૂપી ધન જ તેના ભક્તોના હૃદયમાં બિરાજે છે, જે મંત્રનો જાપ મનુષ્યને સૌભાગ્યની પ્રાપ્તિ કરાવે છે. 2. આ સિદ્ધિદાયક મંત્રના પ્રભાવથી ભૂત, પ્રેત, પિશાચ આદિનો ભય રહેતો નથી. જીવનમાં રહેલા ભય દૂર થાય છે. 3. જાપ કરનાર વ્યક્તિને કોઈ સંકટ આવતું નથી, આવેલા સંકટ દૂર થાય છે. 4. અષ્ટાક્ષર મત્રના જાપ માત્રથી વ્યક્તિ પર મેલી વિદ્યાનો પ્રભાવ થતો નથી. જીવનમાં સકારાત્મકતા આવે છે.

5. આ મંત્રનો જાપ કરવાથી વ્યક્તિની કુંડળીમાં રહેલ ગ્રહપીડા નાશ પામે છે, હૃદયની મલિનતાઓ દૂર થાય છે. 5. આ મંત્રના ઉચ્ચારણથી શ્રીકૃષ્ણ પ્રભુ સાથેનું આપણું સાનિધ્ય વધુ મજબૂત બને છે. પ્રભુ શ્રીકૃષ્ણની શરણમાં સ્થાન મળે છે. (નોંધઃ આ લેખ પ્રચલિત માન્યતાઓ પર આધારિત છે. તેના કોઈ વૈજ્ઞાનિક પુરાવા નથી. લોકોની જાણકારી માટે તેને અહીં રજૂ કરવામાં આવ્યો છે.)

આજનું રાશિફળ તારીખ 26-04-2024
ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?

આ પણ વાંચો : શા માટે સર્વ પ્રથમ થાય છે ગણેશજીની પૂજા ? જાણો વિવિધ આશિષની પ્રાપ્તિ કરાવતા એકદંતનો મહિમા આ પણ વાંચો : સુખી અને સમૃદ્ધ દામ્પત્ય જીવન માટે આ વાસ્તુ ટિપ્સ અપનાવો

Latest News Updates

આકરા ઉનાળા વચ્ચે વલસાડ શહેર અને આસપાસના વિસ્તારમાં કમોસમી વરસાદ
આકરા ઉનાળા વચ્ચે વલસાડ શહેર અને આસપાસના વિસ્તારમાં કમોસમી વરસાદ
આ રાશિના જાતકોને થશે ધનલાભ, જાણો તમારુ રાશિફળ
આ રાશિના જાતકોને થશે ધનલાભ, જાણો તમારુ રાશિફળ
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
g clip-path="url(#clip0_868_265)">