AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

તમારા સૂતેલા ભાગ્યને જગાડશે કાળી હળદરનો આ પ્રયોગ ! જાણો સમૃદ્ધિ અર્થેની સરળ વિધિ

જેમ જમવાનું બનાવતી વખતે હળદરના ઉપયોગથી રસોઇનો રંગ આવે છે તેવી જ રીતે પૂજા પાઠમાં હળદરના ઉપયોગથી સોનામાં સુગંધ ભળે છે. પરંતુ, જ્યોતિષ ઉપાયો માટે કાળી હળદરનો ઉપયોગ કરવામાં આવે છે !

તમારા સૂતેલા ભાગ્યને જગાડશે કાળી હળદરનો આ પ્રયોગ ! જાણો સમૃદ્ધિ અર્થેની સરળ વિધિ
Turmeric (symbolic image)
TV9 Bhakti
| Edited By: | Updated on: Apr 28, 2022 | 7:42 AM
Share

જીવનમાં આવી રહેલી તમામ મુસીબતો અને સમસ્યાઓમાંથી મુક્તિ મેળવવા માટે જ્યોતિષશાસ્ત્રમાં કેટલાક ઉપાયો જણાવવામાં આવ્યા છે. ભગવાન જ માણસને મુસીબતોમાંથી તારી શકે છે. પૂજાપાઠ, વ્રત જેવા કાર્યો કરવાથી આ મુસીબતોનો સમય પણ નીકળી જાય છે. પરંતુ, આ બધા સાથે જ કેટલાંક જ્યોતિષ ઉપાયો અજમાવવાથી આપનું જીવન સુખદાયી બની શકે છે. ખાસ વાત એ છે કે આ ઉપાયો બિલ્કુલ અઘરા નથી. અને માત્ર રસોડામાં રહેલી વસ્તુઓનો ઉપયોગ કરીને તમે તમારા જીવનની મુશ્કેલીઓનો અંત લાવી શકો છો. તો ચાલો, આ સરળ ઉપાયો પર નજર કરીએ.

ફળદાયી હળદર !

રસોડામાં સરળતાથી પ્રાપ્ત થતી હળદરનો ઉપયોગ શુભકાર્યોમાં કરવામાં આવે છે. જેમ જમવાનું બનાવતી વખતે હળદરના ઉપયોગથી રસોઇનો રંગ આવે છે તેવી જ રીતે પૂજા પાઠમાં હળદરના ઉપયોગથી સોનામાં સુગંધ ભળે છે. પરંતુ, જ્યોતિષ ઉપાયો માટે કાળી હળદરનો ઉપયોગ કરવામાં આવે છે. કાળી હળદરના વિવિધ ઉપયોગ કરવાથી આપની સમસ્યાઓનો અંત આવી શકે છે. સાથે જ ધનપ્રાપ્તિ અર્થે પણ હળદરનો ઉપયોગ કરવામાં આવે છે.

આર્થિક સમૃદ્ધિ અર્થે

ઘણીવાર એવું બને છે કે મહેનત કરવા છતાં ઘરમાં બરકત નથી આવતી. ઘણાં પૈસા હોવા છતાં પૈસા ખોટા ખર્ચાઇ જાય છે. તો શુક્લ પક્ષના શુક્રવારના દિવસે ચાંદીની ડબ્બીમાં કાળી હળદર, નાગકેસર અને સિંદૂર મિક્સ કરીને માતા લક્ષ્મીના ચરણોમાં અર્પણ કરવી. તેનાથી લાભ થશે. આ હળદરને તિજોરી કે ધન રાખવાની જગ્યા પર મૂકવી. આ કાર્ય કરવાથી આપની તિજોરી હંમેશા ધનથી ભરેલી રહેશે.

ભાગ્યોદય અર્થે

ભાગ્ય આડેના અવરોધો દૂર કરવા નિયમિત રૂપે કીડીઓને સાકર મિશ્રીત લોટ ખવડાવવો. આ કાર્ય કરવાથી આપના પાપ કર્મોનો નાશ થાય છે અને પુણ્યકર્મોનો ઉદય થાય છે. તેનાથી આપની દરેક મનોકામના પૂર્ણ થશે. સાથે જ ઘરમંદિરમાં રહેલ દેવી-દેવતાને નિત્ય પુષ્પોથી સજાવીને રાખવા જોઇએ. જો આપનું નસીબ આપનો સાથ ન આપતું હોય તો નિયમિત રીતે પાણીમાં એક ચપટી હળદર મેળવીને સ્નાન કરવું જોઇએ. આ કાર્યથી ભગવાન વિષ્ણુ અને બૃહસ્પતિ દેવની કૃપા પ્રાપ્ત થશે. આપનો ભાગ્યોદય થશે. સાથે જ સાંજે નહાવાના પાણીમાં મીઠું(નમક) ઉમેરીને નહાવાથી નકારાત્મકતા દૂર થાય છે.

(નોંધઃ આ લેખ પ્રચલિત માન્યતાઓ પર આધારિત છે. તેના કોઈ વૈજ્ઞાનિક પુરાવા નથી. લોકોની જાણકારી માટે તેને અહીં રજૂ કરવામાં આવ્યો છે.)

આ પણ વાંચોઃ ભક્તોને કર્મ અનુસાર ફળની પ્રાપ્તિ કરાવે છે કર્મનાથ મહાદેવ ! જાણો સુરતના અદભુત શિવધામનો મહિમા

આ પણ વાંચોઃ સમસ્યા અનેક, નિવારણ માત્ર એક ! અત્યંત ફળદાયી આદિત્ય હૃદયમ્ સ્તોત્ર !

Follow Us
સ્વાસ્થ્ય અને સંબંધોમાં કેવો રહેશે દિવસ? જાણો રાશિફળ
સ્વાસ્થ્ય અને સંબંધોમાં કેવો રહેશે દિવસ? જાણો રાશિફળ
અમદાવાદના પાલડી સ્પામાં ભીષણ આગ, ચાર લોકોનું સફળ રેસ્ક્યુ
અમદાવાદના પાલડી સ્પામાં ભીષણ આગ, ચાર લોકોનું સફળ રેસ્ક્યુ
સુરતમાં 17 ફૂટથી ઊંચી ગણેશ પ્રતિમાનું ક્રેન દ્વારા ભવ્ય વિસર્જન
સુરતમાં 17 ફૂટથી ઊંચી ગણેશ પ્રતિમાનું ક્રેન દ્વારા ભવ્ય વિસર્જન
Breaking News : દ્વારકાના ખંભાળિયામાં લમ્પી વાયરસનો ભય
Breaking News : દ્વારકાના ખંભાળિયામાં લમ્પી વાયરસનો ભય
નવરાત્રી આસપાસ ગુજરાતમાં હવામાન પલટાની અંબાલાલ પટેલની આગાહી
નવરાત્રી આસપાસ ગુજરાતમાં હવામાન પલટાની અંબાલાલ પટેલની આગાહી
વીજપોલની માર્કેટ રેટ કમિટીની બેઠકને લઈ ખેડૂતો કલેક્ટર કચેરીએ ઉમટ્યા
વીજપોલની માર્કેટ રેટ કમિટીની બેઠકને લઈ ખેડૂતો કલેક્ટર કચેરીએ ઉમટ્યા
અમદાવાદ એરપોર્ટ પરથી પકડાયું 5 કરોડનું કોકેઈન , જુઓ Video
અમદાવાદ એરપોર્ટ પરથી પકડાયું 5 કરોડનું કોકેઈન , જુઓ Video
સુરતના કામરેજમાં LPG ગેસ લીકેજથી ભીષણ આગ
સુરતના કામરેજમાં LPG ગેસ લીકેજથી ભીષણ આગ
વડોદરા અલકાપુરી ગરનાળા પર રેલવે ઓવરબ્રિજને કેન્દ્ર સરકારે આપી મંજૂરી
વડોદરા અલકાપુરી ગરનાળા પર રેલવે ઓવરબ્રિજને કેન્દ્ર સરકારે આપી મંજૂરી
ગાંધીનગર મનપાની ચૂંટણીને લઇને કોંગ્રેસની પ્રથમ યાદી જાહેર
ગાંધીનગર મનપાની ચૂંટણીને લઇને કોંગ્રેસની પ્રથમ યાદી જાહેર
g clip-path="url(#clip0_868_265)">