સમસ્યા અનેક, નિવારણ માત્ર એક ! અત્યંત ફળદાયી આદિત્ય હૃદયમ્ સ્તોત્ર !
આદિત્ય હૃદય સ્તોત્રનું નિત્ય પઠન વ્યક્તિને અનેક પ્રકારના લાભની પ્રાપ્તિ કરાવે છે. જીવનના અનેક પ્રકારના કષ્ટોનું તે એકમાત્ર નિવારણ મનાય છે ! શારીરિક અને માનસિક વ્યાધિને હરવાનું તેનામાં સામર્થ્ય છે. તે અશક્ય લાગતા કાર્યોને પણ શક્ય બનાવી દે છે !
સૂર્ય દેવતા એટલે તો પ્રત્યક્ષ દેવતા. એ સૂર્ય દેવતા જ છે કે જેમને લીધે સમસ્ત જગતમાં ચેતના વ્યાપ્ત છે. એ જ કારણ છે કે આપણે ત્યાં સૂર્ય ઉપાસનાની સવિશેષ મહત્તા છે. કહે છે કે જે વ્યક્તિ નિત્ય આસ્થા સાથે સૂર્યનારાયણની આરાધના કરે છે તેનામાં અત્યંત સકારાત્મક ઊર્જાનો સંચાર થાય છે. ત્યારે અમારે આજે સૂર્ય દેવતાને પ્રસન્ન કરવાના એક અત્યંત ફળદાયી સ્તોત્રની વાત કરવી છે. માન્યતા અનુસાર આ એ સ્તોત્ર છે કે જે વ્યક્તિના જીવનમાંથી સઘળા કષ્ટોનું શમન કરી દે છે. એટલું જ નહીં ભક્તના તમામ મનોરથોને પણ સિદ્ધ કરી દે છે. સૂર્યનારાયણની કૃપાને પ્રાપ્ત કરાવતો આ સ્તોત્ર એટલે આદિત્ય હૃદયમ્ સ્તોત્ર.
શાસ્ત્રમાં વર્ણન છે તે અનુસાર આદિત્ય હૃદયમ્ સ્તોત્ર એટલે ભગવાન સૂર્યદેવની કૃપાને પ્રાપ્ત કરાવતો સર્વોત્તમ સ્તોત્ર ! તે આદિત્ય હૃદય સ્તોત્ર કે આદિત્ય હૃદયમ્ તરીકે પણ ઓળખાય છે. સૂર્યદેવની કૃપાને પ્રાપ્ત કરાવતા આ સૌથી શ્રેષ્ઠ સ્તોત્રનું વર્ણન વાલ્મીકિ રામાયણના યુદ્ધ કાંડમાં જોવા મળે છે. ત્યારે આવો જાણીએ કે, કેવાં કેવાં ફળની પ્રાપ્તિ કરાવનારો છે આદિત્ય હૃદય સ્તોત્ર !
ફળદાયી આદિત્ય હૃદયમ્
⦁ આદિત્ય હૃદય સ્તોત્રનું નિત્ય પઠન વ્યક્તિને અનેક પ્રકારના લાભની પ્રાપ્તિ કરાવે છે.
⦁ જીવનના અનેક પ્રકારના કષ્ટોનું તે એકમાત્ર નિવારણ મનાય છે ! શારીરિક અને માનસિક વ્યાધિને હરવાનું તેનામાં સામર્થ્ય છે
⦁ તે અશક્ય લાગતા કાર્યોને પણ શક્ય બનાવી દે છે !
⦁ શત્રુઓના સંકટથી પણ તે વ્યક્તિને મુક્તિની પ્રાપ્તિ કરાવી દે છે.
⦁ સૂર્ય ઉપાસના અત્યંત મંગળકારી મનાય છે. એમાં પણ આદિત્ય હૃદયમ્ સાથે થતી સૂર્ય ઉપાસના વ્યક્તિના ભાગ્ય આડેના અવરોધોને પણ દૂર કરી દે છે.
⦁ જે વ્યક્તિ નિત્ય આદિત્ય હૃદયમ્ સ્તોત્રનું પઠન કરે છે તેના સઘળા પાપ નષ્ટ થઈ જાય છે.
⦁ તેનાથી વ્યક્તિની સઘળી ચિંતા અને શોક દૂર થઈ જાય છે.
⦁ તે વ્યક્તિના મનના ભયને દૂર કરી દે છે અને તેને નકારાત્મક વિચારોથી મુક્ત કરી સકારાત્મક ઊર્જાની પ્રાપ્તિ કરાવે છે.
⦁ આદિત્ય હૃદયમ્ સ્તોત્રનું પઠન કરનાર વ્યક્તિના આયુષ્યમાં પણ વૃદ્ધિ થતી હોવાની માન્યતા છે !
⦁ આદિત્ય હૃદયમ્ સ્તોત્ર વ્યક્તિને રોગોથી મુક્તિની પ્રાપ્તિ કરાવનારો મનાય છે !
⦁ તે વ્યક્તિના આત્મવિશ્વાસ અને ખુશીઓને વધારે છે.
⦁ આ સ્તોત્ર ધનની પ્રાપ્તિ કરાવનારો અને મનોકામનાઓને સિદ્ધ કરનારો છે.
કહે છે કે જે લોકોની કુંડલીમાં સૂર્યનો પ્રભાવ ઓછો હોય, અથવા સૂર્ય નબળો હોય, તેમણે તો ચોક્કસથી આદિત્ય હૃદય સ્તોત્રનો પાઠ કરવો જોઈએ. કારણ કે તેનાથી જ વ્યક્તિને પદ-પ્રતિષ્ઠાની પણ પ્રાપ્તિ થાય છે. એટલું જ નહીં, નિત્ય આદિત્ય હૃદયમ્ સ્તોત્રનો પાઠ કરવાથી વ્યક્તિના તેના પિતા સાથેના સંબંધો પણ સૂમેળભર્યા બની જાય છે.
(નોંધઃ આ લેખ પ્રચલિત માન્યતાઓ પર આધારિત છે. તેના કોઈ વૈજ્ઞાનિક પુરાવા નથી. લોકોની જાણકારી માટે તેને અહીં રજૂ કરવામાં આવ્યો છે.)
આ પણ વાંચોઃ અનેક સમસ્યાઓનું એક જ ‘રામબાણ’, સૌથી ફળદાયી બજરંગ બાણ!
આ પણ વાંચોઃ અહીં ચાલે છે અંજનીસુતની અદાલત, જાણો મેહંદીપુરના બાલાજીનો મહિમા