આ દેવ દિવાળીએ તુલસીના છોડનો એક ઉપાય બદલી દેશે આપની કિસ્મત ! જાણી લો ધન પ્રાપ્તિના આ ઉપાય
આ કારતક માસની પૂર્ણિમા એટલે તો દેવ દિવાળીનો (Dev Diwali) અવસર. ખાસ તો શ્રીહરિ અને દેવી લક્ષ્મીના આશીર્વાદ મેળવવાનો આ ઉત્તમ અવસર. આજે કરવામાં આવેલો એક સરળ ઉપાય દૂર કરશે આપની દરિદ્રતા.

દેવ દિવાળી એટલે ઈશ્વરની આરાધના કરવાનો અને ખાસ તો શ્રીહરિ અને દેવી લક્ષ્મીના આશીર્વાદ મેળવવાનો આ ઉત્તમ અવસર છે. આપણે ત્યાં કહેવાય છે કે કારતક માસમાં ભગવાન વિષ્ણુ યોગનિંદ્રામાંથી જાગે છે. દેવ દિવાળીના દિવસે ભગવાન વિષ્ણુની સાથે માતા લક્ષ્મીની પણ વિધિ વિધાન સાથે પૂજા આરાધના કરવામાં આવે છે. આની સાથે કેટલાક ઉપાયો પણ અજમાવવામાં આવે તો આપના જીવનના તમામ અવરોધો દૂર થશે સાથે જ સુખ-સમૃદ્ધિની પ્રાપ્તિ થશે.
ઘરમાં તુલસીનો છોડ ઉગાડો
માન્યતા એવી છે કે કારતક માસ કે દેવ દિવાળીના દિવસે ઘરમાં તુલસીનો છોડ અવશ્ય ઉગાડવો જોઇએ. આ સિવાય પણ આ દિવસે ભગવાન વિષ્ણુનું ચિત્ર કે મૂર્તિને તુલસીના 11 પાનને નાડાછડી વડે બાંધ તે અર્પણ કરવાથી ધન-સંપત્તિ સાથે જોડાયેલ સમસ્યાઓ દૂર થાય છે અને ઘરમાં ધનનું આગમન થવાના રસ્તાઓ ખૂલે છે. નોકરીને ધંધા રોજગારમાં ઉન્નતિ માટે દેવ દિવાળી કારતક પૂર્ણિમા કે કારતક માસમાં આવનાર ગુરુવારના દિવસે તુલસીના છોડને પીળા રંગનું વસ્ત્ર બાંધી દો. માન્યાત એ છે કે આ ઉપાય અજમાવવાથી આપને ધંધા-રોજગારમાં ઉન્નતિ થશે સાથે જ નોકરીમાં પ્રમોશનની સંભાવના વધી જશે.
માટી કે લોટના દીવા પ્રજવલિત કરો
દેવ દિવાળીના દિવસે માટી કે લોટના દીવા લો તેમાં ઘી કે તેલ ઉમેરીને તેને પ્રજવલિત કરો. ત્યારબાદ તે દીવામાં લવિંગ ઉમેરો. દીવો માત્ર માટી કે લોટનો જ પ્રજવલિત કરવો. આ ઉપાય અજમાવવાથી આપના ઘરમાં ખુશીઓનું આગમન થશે સાથે જ ઘરની દરિદ્રતા નાશ પામશે.
વિષ્ણુ સહસ્ત્રનામના પાઠ
ધાર્મિક માન્યતાઓ અનુસાર દેવ દિવાળી, એકાદશી, અનંત ચતુર્દશી, દેવશયની, દિવાળી, ખરમાસ, પુરુષોત્તમ માસ, તીર્થ સ્થાનો તેમજ તહેવારોમાં વિષ્ણુ સહસ્ત્રનામના પાઠ કરવાથી આપના જીવનના તમામ અવરોધો નાશ પામે છે.
લોટના વાસણમાં તુલસીદળ રાખવું
દેવ દિવાળીના દિવસે તુલસીના 11 પાન લઇને લોટના વાસણમાં મૂકી દો. આ ઉપાય અજમાવવાથી ઘરમાં રહેલી નકારાત્મક ઊર્જા દૂર થાય છે અને ઘરમાં સકારાત્મક ઊર્જાનો વાસ થાય છે સાથે જ ઘરમાં શુભ શુકનવંતા પરિવર્તન જોવા મળે છે.
ભગવાન સત્યનારાયણની કથા
ધાર્મિક માન્યતાઓ અનુસાર દેવ દિવાળી, એકાદશી, અનંત ચતુર્દશી, દેવશયની, દિવાળી, ખરમાસ, પુરુષોત્તમ માસ વગેરેમાં વિશેષ દિવસોએ સત્યનારાયણ ભગવાનની કથા કરવાથી કે કરાવવાથી દરેક પ્રકારના કષ્ટોનો નાશ થાય છે અને જીવનમાં ખુશીઓ આવે છે.
(નોંધઃ આ લેખ પ્રચલિત માન્યતાઓ પર આધારિત છે. તેના કોઈ વૈજ્ઞાનિક પુરાવા નથી. લોકોની જાણકારી માટે તેને અહીં રજૂ કરવામાં આવ્યો છે.)