Solar Eclipse 2023 : આજે વર્ષનું પ્રથમ સૂર્યગ્રહણ, જાણો સમય અને તેની અસર વિશે
Surya Grahan 2023: આ વર્ષે કુલ 4 ગ્રહણ થવાના છે, જેમાંથી બે સૂર્યગ્રહણ હશે. જો કે, વર્ષનું પ્રથમ સૂર્યગ્રહણ આજે 20 એપ્રિલે છે. ચાલો જાણીએ 2023ના વર્ષનું સૌ પ્રથમ સૂર્ય ગ્રહણ ભારતમાં પણ જોવા મળશે કે નહી ?

હિંદુ ધર્મમાં ગ્રહોના પરિવર્તનનું ખૂબ મહત્વ છે. આ વર્ષે કુલ ચાર ગ્રહણ થવાના છે. જેમાંથી પહેલું ગ્રહણ 20મી એપ્રિલે એટલે કે આજે થશે. ગુરુવાર, 20 એપ્રિલ, 2023 ના રોજ, વર્ષનું પ્રથમ સૂર્યગ્રહણ થવાનું છે. ધાર્મિક માન્યતાઓ અનુસાર, ગ્રહણને કારણે વ્યક્તિની રાશિમાં પણ ફેરફાર જોવા મળે છે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર ગ્રહણના કારણે વ્યક્તિની આસપાસની વસ્તુઓ પ્રભાવિત થાય છે, એટલા માટે ગ્રહણ દરમિયાન કોઈપણ પ્રકારના શુભ કામ ટાળવા જોઇએ તેવી એક પ્રચલિત માન્યતા છે.
જો કે એપ્રિલ મહિનામાં થઈ રહેલ આ સૂર્યગ્રહણ ભારતમાં જોવા મળશે નહીં. આ ગ્રહણ ઓસ્ટ્રેલિયા, પ્રશાંત મહાસાગર, પૂર્વ અને દક્ષિણ એશિયા સહિત હિંદ મહાસાગરના કેટલાક વિસ્તારોમાં જોવા મળશે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર ગ્રહણની અસર મોટાભાગની રાશિઓ પર રહેશે. તે કેટલાક માટે શુભ અને કેટલાક માટે અશુભ હોઈ શકે છે. આવો જાણીએ ગ્રહણનો સમય.
સૂર્યગ્રહણનો સમય
આ વર્ષે, 20 એપ્રિલ 2023 ના રોજ થઈ રહેલ સૂર્યગ્રહણ વર્ષનું પ્રથમ ગ્રહણ બનવા જઈ રહ્યું છે. ગ્રહણ સવારે 07:04 થી પ્રારંભ થયો છે. જે બપોરે 12:29 કલાકે સમાપ્ત થશે. સૂર્યગ્રહણનો કુલ સમયગાળો 05 કલાક 24 રહેશે. જો કે, આ સૂર્યગ્રહણ ભારતમાં દેખાશે નહીં, તેથી સુતક સમયગાળાને ભારતમાં માનવામાં આવશે નહીં.
ગ્રહણની શું અસર થશે
જ્યોતિષ શાસ્ત્ર અનુસાર સૂર્યગ્રહણ દરમિયાન સૂર્ય મેષ રાશિમાં રહેશે. આ સાથે બુધ અને રાહુ પણ આ રાશિમાં પ્રવેશ કરશે. એવું માનવામાં આવે છે કે સૂર્યગ્રહણના બે દિવસ પછી, ગુરુ પણ તેની રાશિ બદલી નાખશે. આવી સ્થિતિમાં, આ ગ્રહણ મોટાભાગની રાશિઓ માટે ફાયદાકારક સાબિત થઈ શકે છે. જો કે, ગ્રહણના સમયગાળા દરમિયાન કોઈ પણ શુભ કાર્ય ના કરવું જોઈએ તેવી એક માન્યતા છે. ગ્રહણના સમયગાળા દરમિયાન કરાતા શુભ કાર્યના પરિણામો વિપરીત હોઈ શકે છે તેમ માનવામાં આવે છે.
(અહીં આપવામાં આવેલી માહિતી ધાર્મિક માન્યતાઓ અને જાહેર માન્યતાઓ પર આધારિત છે, તેના માટે કોઈ વૈજ્ઞાનિક પુરાવા નથી. સામાન્ય જનતાના હિતને ધ્યાનમાં રાખીને અહીં રજૂ કરવામાં આવી છે.)