Shukan Shastra: જાણો શું હોય છે શુકન-અપશુકન, જીવનમાં બનતી ઘટનોઓ આપે છે શુભ અને અશુભ સંકેત

ઘરની છત પર બોલતા કાગડાને કારણે મહેમાનના આગમનની નિશાની હોય અથવા રસ્તામાં ચાલતી વખતે બિલાડી રસ્તો ઓળંગતી હોવાના કારણે તે કોઈ આફતની નિશાની હોઈ. આવો જાણીએ આવા જ કેટલાક સંકેતો વિશે.

Shukan Shastra: જાણો શું હોય છે શુકન-અપશુકન, જીવનમાં બનતી ઘટનોઓ આપે છે શુભ અને અશુભ સંકેત
Shukan Shastra
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 06, 2021 | 1:55 PM

Shukan Shastra: જીવનમાં બનતી તમામ ઘટનાઓ દ્વારા શુકન અને અપ શુકન જાણવાની પરંપરા સદીઓથી ચાલી આવે છે. સનાતન પરંપરામાં આવા શુભ અને અશુભ સંકેતો જાણવા માટે શુકન શાસ્ત્રમાં વિગતવાર સમજાવવામાં આવ્યું છે. આપણે અહી, પ્રાણીઓથી લઈ જીવ-જંતુ અને તમામ પ્રકારની ઘટનાઓમાંથી આવા શુકન અને અપશુકનને સરળતાથી ઓળખી શકાય છે.

ભલે તે પછી ઘરની છત પર બોલતા કાગડાને કારણે મહેમાનના આગમનની નિશાની હોય અથવા રસ્તામાં ચાલતી વખતે બિલાડી રસ્તો ઓળંગતી હોવાના કારણે તે કોઈ આફતની નિશાની હોઈ. આવો જાણીએ આવા જ કેટલાક સંકેતો વિશે.

1 જો તમે કોઈ કામ માટે ઘરેથી બહાર જઈ રહ્યા છો અને તમને ગાય દેખાય છે, તો તેને શુભ શુકન માનવામાં આવે છે. તેવી જ રીતે, જો ઘરથી બહાર નીકળતી વખતે ગાય ધ્રૂજવા લાગે તો ચોક્કસ કાર્યમાં શુભ પરિણામ મળવાની શક્યતા વધી જાય છે.

IPL 2024 વચ્ચે પ્રીટિ ઝિન્ટાનું બોલિવુડમાં ધમાકેદાર કમબેક, તસવીરો આવી સામે
હેલિકોપ્ટર 1 લીટર ઈંધણમાં કેટલી માઈલેજ આપે, ઊડે છે આ ખાસ ઈંધણ વડે
જાણો પરસેવો થવો તમારા સ્વાસ્થ્ય સારો છે કે ખરાબ !
IPL 2024માં કોમેન્ટ્રી બોક્સમાં ધૂમ મચાવનાર નવજોત સિંહ સિંધુની દીકરી છે ગ્લેમરસ
આજનું રાશિફળ તારીખ : 24-04-2024
લગ્નન પત્રિકા પર ભગવાનનો ફોટો છાપવો જોઈએ કે નહીં? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું

2 જીવનમાં પૈસા સાથે પણ શુકન -અપશુકન જોડાયેલુ છે. ઉદાહરણ તરીકે 11, 21, 51, 101, 1001 વગેરે જેવી રકમ આપવી ઘણી વખત શુભ માનવામાં આવે છે, પરંતુ જો તમને કોઈ ખાસ કામ માટે જતી વખતે આ નાણાં મળે તો તે સારું માનવામાં આવતું નથી.

એવું માનવામાં આવે છે કે જો તમે કોઈ કામ માટે જતા હોય અને રસ્તામાં તમને કોઈ સિક્કો કે નોટ મળે, તો તેમાં વિલંબ થઈ શકે છે અથવા તેમાં કોઈ અડચણ આવી શકે છે.

3 કોઈ ખાસ કામ માટે નીકળતી વખતે, જો કોઈ સૌભાગ્યવતિ સ્ત્રી તેના બાળકને ખોળામાં લઈને આવી રહી હોય અથવા કોઈ વૃદ્ધ વ્યક્તિની સ્મશાન યાત્રા વાજતે-ગાજતે નીકળતી જોવા મળે, તો એવું માની લેવું જોઈએ કે તમારું કાર્ય પૂર્ણ થઈ જશે.

4 જો કોઈ બિલાડી ઘરની અંદર બચ્ચા આપે છે, તો તે દેવી લક્ષ્મીના આગમનનો સંકેત છે અથવા તેની કૃપા મેળવવાનો શુભ સંકેત છે.

5 જો કોઈ પક્ષી તમારી છત અથવા ઘરની અંદર સોના અથવા ચાંદી વગેરેના ઘરેણાં પછાડે છે, તો આ દેવી લક્ષ્મીના આશીર્વાદને પણ સૂચવે છે.

6 જો કોઈ ભિખારી ઘરથી નિકળતી વખતે જોવા મળે તો તેને શુભ સંકેત માની લો અને તેને દાન આપો કારણ કે આ શુકન તમારા દેવાથી મુક્તિ સૂચવે છે.

આ પણ વાંચો: Chanakya Niti : આ 3 સંજોગોમાં દરેક પુરૂષને દુ:ખનો સામનો કરવો જ પડે છે !

આ પણ વાંચો: Crime: દીકરીને થઈ માતાના પ્રેમ પ્રકરણની જાણ, માતાનું Whatsapp Hack કર્યું તો મળી ચોંકાવનારી તસ્વીરો

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">