AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Navratri 2026: નવરાત્રિ પહેલાં જ ઘરમાં કરી લો આ 5 જરૂરી કામ, મા અંબા થશે પ્રસન્ન, ઘટસ્થાપન માટે અત્યારથી જ કરી લો તૈયારી!

શારદીય નવરાત્રિની શરૂઆત 11 ઑક્ટોબરથી થઈ રહી છે. મા અંબાના આગમન પહેલાં પૂજા સ્થળની સફાઈ, પૂજા સામગ્રી અને ઘટસ્થાપનની પૂર્વ તૈયારીઓ કેવી રીતે કરવી? જાણો શુભ મુહૂર્ત અને મહત્ત્વપૂર્ણ નિયમો.

Navratri 2026: નવરાત્રિ પહેલાં જ ઘરમાં કરી લો આ 5 જરૂરી કામ, મા અંબા થશે પ્રસન્ન, ઘટસ્થાપન માટે અત્યારથી જ કરી લો તૈયારી!
| Updated on: Oct 09, 2026 | 4:16 PM
Share

શારદીય નવરાત્રિ શરૂ થવામાં હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે. આ પાવન પર્વ દરમિયાન મા અંબાના નવ સ્વરૂપોની પૂજા-અર્ચના કરવામાં આવે છે અને ઘરોમાં કળશ સ્થાપનાથી લઈને અખંડ જ્યોત પ્રગટાવવા સુધીના અનેક ધાર્મિક અનુષ્ઠાન કરવામાં આવે છે. માન્યતા છે કે નવરાત્રિ પહેલાં ઘરની સાફ-સફાઈ અને પૂજા સ્થળની પૂર્વ તૈયારી કરી લેવી ખૂબ શુભ ગણાય છે. આ વર્ષે શારદીય નવરાત્રિની શરૂઆત 11 ઑક્ટોબર 2026થી થઈ રહી છે અને 19 ઑક્ટોબરે મહાનવમી ઉજવવામાં આવશે.

નવરાત્રિ પહેલાં ઘરની સાફ-સફાઈ કરો

નવરાત્રિ શરૂ થાય તે પહેલાં ઘરના પૂજા સ્થળ અને તેની આસપાસની જગ્યાને સારી રીતે સાફ કરી લો. ધાર્મિક માન્યતાઓમાં પૂજા-અર્ચના માટે સ્વચ્છ અને પવિત્ર સ્થાનનું વિશેષ મહત્વ દર્શાવવામાં આવ્યું છે. આથી મંદિરની સફાઈની સાથે-સાથે ત્યાં પડેલી જૂની કે ખરાબ થઈ ગયેલી પૂજા સામગ્રીને પણ વ્યવસ્થિત કરી લો.

ઘરના મુખ્ય પ્રવેશદ્વાર, પૂજા ઘર અને રસોડાની સફાઈ પર વિશેષ ધ્યાન આપવું જોઈએ. નવરાત્રિ દરમિયાન ઘણા લોકો સાત્વિક ભોજન અને ઉપવાસના નિયમોનું પાલન કરતા હોય છે, તેથી રસોડાને પણ અગાઉથી વ્યવસ્થિત કરી લેવું વધુ અનુકૂળ રહેશે.

પૂજા સામગ્રી અગાઉથી એકત્રિત કરી લો

નવરાત્રિના પ્રથમ દિવસે કળશ સ્થાપના કરવામાં આવે છે, તેથી પૂજા સામગ્રી અગાઉથી તૈયાર રાખવી શ્રેષ્ઠ છે. કળશ, નાળિયેર, આંબાના પાન, કંકુ (રોલી), ચોખા (અક્ષત), ફૂલ, દીવો, ધૂપ, ફળો અને પૂજામાં વપરાતી અન્ય તમામ સામગ્રીની વ્યવસ્થા પહેલાંથી જ કરી લો. જો તમે નવ દિવસ સુધી અખંડ જ્યોત પ્રગટાવવાના હોવ તો મોટો દીવો, શુદ્ધ તેલ અથવા ઘી અને પૂરતી માત્રામાં દીવેટ પણ અગાઉથી રાખી લો. જેથી પૂજા સમયે કોઈ આવશ્યક ચીજવસ્તુની અછત ન સર્જાય.

ઘરના પૂજા સ્થળને શણગારો

નવરાત્રિ પહેલાં મંદિર કે પૂજા ઘરને તાજા ફૂલો, સ્વચ્છ વસ્ત્ર અને દીવાઓથી સજાવી શકાય છે. મા અંબાની પ્રતિમા કે ફોટાને સાફ કરીને યોગ્ય આસન પર સ્થાપિત કરો. પૂજા સ્થળની આસપાસ બિનજરૂરી સામાન જરાય ન રાખો. ધાર્મિક માન્યતા અનુસાર નવરાત્રિ દરમિયાન પૂજા સ્થળને શાંત, સુઘડ અને સ્વચ્છ રાખવું અત્યંત શુભ માનવામાં આવે છે.

નવરાત્રિમાં ઘટસ્થાપનનું મહત્વ

નવરાત્રિના પ્રથમ દિવસે ઘટસ્થાપન (કળશ સ્થાપના) કરવામાં આવે છે. વર્ષ 2026માં શારદીય નવરાત્રિ 11 ઑક્ટોબર, રવિવારથી શરૂ થઈ રહી છે. ગુજરાતના પંચાંગ અનુસાર ઘટસ્થાપનનું શુભ મુહૂર્ત સવારે 6:36 વાગ્યાથી 10:24 વાગ્યા સુધીનું જણાવવામાં આવ્યું છે. જોકે પૂજાનું મુહૂર્ત શહેર અનુસાર થોડું બદલાઈ શકે છે, તેથી સ્થાનિક પંચાંગના સમયને પ્રાથમિકતા આપવી યોગ્ય રહેશે.

દેશના મોટાભાગના વિસ્તારોમાં શારદીય નવરાત્રિ 11થી 19 ઑક્ટોબર સુધી ઉજવાશે, જ્યારે 20 ઑક્ટોબરે વિજયાદશમી (દશેરા) ઉજવવામાં આવશે. પ્રાદેશિક પંચાંગ અનુસાર તારીખોમાં થોડો તફાવત હોઈ શકે છે.

નવરાત્રિ પહેલાં મન અને ઘર બંનેને તૈયાર કરો

નવરાત્રિ એ માત્ર પૂજા-પાઠ કરવાનો સમય નથી, પરંતુ આત્મચિંતન અને સકારાત્મક શરૂઆતનો ઉત્તમ અવસર પણ છે. તેથી આ નવ દિવસોની શરૂઆત પહેલાં ઘરને વ્યવસ્થિત કરવાની સાથે પોતાની દિનચર્યામાં પણ શિસ્ત લાવવાનો પ્રયાસ કરો. પૂજા-અર્ચના, ઉપવાસ અને ધાર્મિક નિયમોનું પાલન વ્યક્તિ પોતાની પારંપરિક રીતભાત અને શક્તિ અનુસાર કરી શકે છે.

રેલવેનું ‘PRS’ સિસ્ટમ શું છે, જેના આધારે મળે છે કન્ફર્મ અને RAC સીટ? જાણો ટિકિટ બુકિંગ પાછળનું ગણિત

Follow Us
સુરતના સચિન વિસ્તારમાં પીવાના પાણીની સમસ્યાથી લોકોમાં ભારે આક્રોષ
સુરતના સચિન વિસ્તારમાં પીવાના પાણીની સમસ્યાથી લોકોમાં ભારે આક્રોષ
ડાકોરમાં રણછોડરાયજીનો અન્નકૂટ લૂંટાયો; 700 વર્ષ જૂની પરંપરા
ડાકોરમાં રણછોડરાયજીનો અન્નકૂટ લૂંટાયો; 700 વર્ષ જૂની પરંપરા
અમદાવાદમાં બોમ્બ ધમકીથી ખળભળાટ, નરેન્દ્ર મોદી સ્ટેડિયમ નિશાન પર
અમદાવાદમાં બોમ્બ ધમકીથી ખળભળાટ, નરેન્દ્ર મોદી સ્ટેડિયમ નિશાન પર
અમદાવાદના ગોતામાં આવેલા સિનેમામાં ફિલ્મ રામાયણ જોવા પહોંચ્યાં અમિત શાહ
અમદાવાદના ગોતામાં આવેલા સિનેમામાં ફિલ્મ રામાયણ જોવા પહોંચ્યાં અમિત શાહ
સુરતની બેન્ક ઓફ બરોડાને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, પોલીસ તપાસ શરૂ
સુરતની બેન્ક ઓફ બરોડાને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, પોલીસ તપાસ શરૂ
શિકારની શોધમાં ખાંભાના મહાદેવપરા વિસ્તારમાં સિંહના આંટાફેરા
શિકારની શોધમાં ખાંભાના મહાદેવપરા વિસ્તારમાં સિંહના આંટાફેરા
અમદાવાદના જોધપુરમાં તૈયાર કરાયેલા નોલેજ હબનું અમિત શાહે કર્યુ લોકાર્પણ
અમદાવાદના જોધપુરમાં તૈયાર કરાયેલા નોલેજ હબનું અમિત શાહે કર્યુ લોકાર્પણ
અમિત શાહે અમદાવાદના ગોતામાં અર્બન હેલ્થ સેન્ટરનું લોકાર્પણ કર્યું
અમિત શાહે અમદાવાદના ગોતામાં અર્બન હેલ્થ સેન્ટરનું લોકાર્પણ કર્યું
અમિત શાહના હસ્તે અમદાવાદના ₹464 કરોડના ઈસ્કોન-સાણંદ બ્રિજનું લોકાર્પણ
અમિત શાહના હસ્તે અમદાવાદના ₹464 કરોડના ઈસ્કોન-સાણંદ બ્રિજનું લોકાર્પણ
સુરતમાં ચાલુ કારે ફટાકડા ફોડવાનો જોખમી સ્ટંટ વાયરલ
સુરતમાં ચાલુ કારે ફટાકડા ફોડવાનો જોખમી સ્ટંટ વાયરલ
g clip-path="url(#clip0_868_265)">