AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

શિવમહાપુરાણ મુજબ શ્રાવણ માસમાં શિવ પૂજા આ રીતે કરાય તો જ સાર્થક નીવડે

શ્રાવણ માસનો પ્રારંભ 29 જુલાઈ 2022 શ્રાવણ સુદ એકમને શુક્રવારના રોજથી થઈ રહ્યો છે અને જેની સમાપ્તિ શ્રાવણ વદ અમાસ 27 ઓગસ્ટ 2022 શનિવારના રોજ થશે.

શિવમહાપુરાણ મુજબ શ્રાવણ માસમાં શિવ પૂજા આ રીતે કરાય તો જ સાર્થક નીવડે
Shivling-Puja
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 27, 2022 | 6:56 PM
Share

શિવમહાપુરાણ (Shiva Mahapurana) અનુસાર શિવ પૂજા (Shiva Puja) માટે શ્રેષ્ઠ અવસર એટલે શ્રાવણ માસ જેનો પ્રારંભ 29 જુલાઈ 2022 શ્રાવણ સુદ એકમને શુક્રવારના રોજથી થઈ રહ્યો છે અને જેની સમાપ્તિ શ્રાવણ વદ અમાસ 27 ઓગસ્ટ 2022 શનિવારના રોજ આવ્યો છે. ભક્તો આપણે  શ્રાવણ માસમાં શિવ ઉપાસના અચૂક કરીએ છીએ કેમ કે શ્રાવણ માસને શિવ સિદ્ધ માસ કહેવામાં આવે છે, ભોળા શંકર શ્રાવણ માસની પૂજાથી જલદી રીઝે છે આ અંગે વધુ માહિતી આપતા જાણીતા જ્યોતિષી ચેતન પટેલે જણાવ્યું કે શિવ મહાપુરાણ જેવા મહાન ગ્રંથમાં જણાવ્યા પ્રમાણે જો શિવ આરાઘના કરાય તો અવશ્ય આપડી પૂજા ફળે છે અને ભગવાન શિવની કૃપા પ્રાપ્ત થાય છે, અન્યથા આપડી પૂજા સામાન્ય બની જાય છે.

શિવપુરાણનું તાત્પર્ય સમજીએ તો શિવ ગણ બન્યા સિવાય કરેલી શિવ પૂજા સાર્થક નીવડતી નથી, જેથી શિવપુરાણ મુજબ શિવગણ તેજ ગણાય જે આ પાંચ મહાન સામગ્રીના ઉપયોગથી શિવપૂજા ઉપાસના કરે છે.

જેથી શિવપુરાણ કહે છે કે જે ભક્ત રુદ્રાક્ષ ધારણ કરી કપાળ પર ભસ્મનું ત્રિપુંડ કરી શિવલિંગ પર જળાભિષેક કરી બિલ પત્ર અર્પણ કરી શિવ પંચાક્ષરી કે મહામૃત્યુંજય મંત્રથી શિવનું પૂજન અર્જન કરે છે તે જ સાચો શિવ ગણ બને છે અને તેની જ પૂજા સાર્થક નીવડે છે માટે આ જ રીતે પવિત્ર શ્રાવણ માસ દરમિયાન શિવ પૂજન કરવું જોઈએ, ભક્તો શિવપુરાણ અનુસાર શિવની અન્ય પ્રિય સામગ્રીનું પણ ધ્યાન રાખી શિવને પ્રસન્ન કરી શકાય છે.

ભગવાન શિવને કમળના લાલ પીળા કરણના અને આંકડાના પુષ્પ અને ધતૂરો તેમજ ભસ્મ અને ચંદન અતિ પ્રિય છે તેમજ બિલ્વ પત્ર ગાયના દૂધ, જળ અને ફળોના રસનો અભિષેક, તેમજ અક્ષત ગાયનું ઘી મધ અને કાળા તલ અને કપૂર ધૂપ પણ અતિ પ્રિય છે ,ઉપરોક્ત સામગ્રીથી શ્રદ્ધા અનુસાર શ્રાવણ માસમાં ભગવાન શિવની ઉપાસના કરવાથી શીઘ્ર અને શ્રેષ્ઠ ફળની પ્રાપ્તિ થાય છે. શ્રાવણ માસમાં પરિયંત ઉપવાસ વ્રત કરવાથી  પણ શ્રેષ્ઠ ઉપાસાના થાય છે, શ્રાવણ માસમાં સોમવારના વ્રત કે ઉપવાસ કરવાથી પણ મનોકામના પૂર્ણ થાય છે. આ વર્ષે શ્રાવણ માસમાં ચાર સોમવાર છે, જે 1,8,15, અને 22 ઓગષ્ટ છે

શિવ ઉપાસના આ મંત્રોથી તરત જ સિદ્ધ થાય છે, પરંતુ રૂદ્રાક્ષની માળાથી કરાય તો

1, ૐ નમઃ શિવાય શિવાય નમઃૐ ૨,‘ૐ ત્રયમ્‍બકં યજામહે । સુગન્‍ધિમ્ પુષ્‍ટિવર્ધનમ્ । ઉર્વારૂકમિવ બન્‍ધનામ્ । મૃત્‍યોર્મુક્ષીયમામૃતાત્ ।।

શ્રાવણ માસમાં શિવપુરાણનું પઠન મનન ચિંતન અતિ દૂર્લભ શુભ ફળ આપે છે તેમજ શિવ મહિમ્ન સ્તોત્ર, રુદ્રાભિષેક ,શિવ ચાલીસા લઘુરુદ્ર કે મહારુદ્ર કરવાથી પણ શ્રેષ્ઠ ફળ પ્રાપ્ત થાય છે, ભગવાન શિવની સાધના ત્રણ પ્રકારે કરાય છે, હોમાત્મક પાઠાત્મક અને અભિષેકાત્મક તેમાં ભગવાન શિવની સૌથી પ્રિય અભિષેકાત્મક સાધના છે. જે ભક્તો શ્રાવણ માસમાં ભગવાન શિવની ઉપાસના આ રીતે કરે છે તેમના એનેક પાપો નષ્ટ થાય છે રોગ શત્રુથી રક્ષણ થાય છે, સુખ સમૃદ્ધિ અને સંતતિની પ્રાપ્તિ થાય છે.

નોંધ : આ લેખ માત્ર જાણકારી માટે છે અને તેને વિવિધ લેખનાં આધારે તૈયાર કરવામાં આવ્યો છે. આ તમામ સાથે Tv9 ગુજરાતી પણ સંમત જ છે તેમ માનવું નહીં.

આ રાશિના જાતકોના કરિયરમાં ઉતાર-ચઢાવ આવી શકે છે, ઉતાવળમાં નિર્ણય ન લેવા
આ રાશિના જાતકોના કરિયરમાં ઉતાર-ચઢાવ આવી શકે છે, ઉતાવળમાં નિર્ણય ન લેવા
નફાની લાલચે લાખોનું સાયબર ફ્રોડ! 30 લાખનું રોકાણ કરાવી છેતરપિંડી કરી
નફાની લાલચે લાખોનું સાયબર ફ્રોડ! 30 લાખનું રોકાણ કરાવી છેતરપિંડી કરી
પોરબંદર મરીન પોલીસે ગેરકાયદેસર LED લાઇટ મારફતે માછીમારી પર કાર્યવાહી
પોરબંદર મરીન પોલીસે ગેરકાયદેસર LED લાઇટ મારફતે માછીમારી પર કાર્યવાહી
ભાગીને થતા લગ્ન રોકવા લેઉવા પટેલ સમાજની સરકારને રજૂઆત - જુઓ Video
ભાગીને થતા લગ્ન રોકવા લેઉવા પટેલ સમાજની સરકારને રજૂઆત - જુઓ Video
પત્નીની હત્યા કરી જેલમાંથી ફરાર આરોપીએ બીજા લગ્ન કર્યા, 9 વર્ષે ઝડપાયો
પત્નીની હત્યા કરી જેલમાંથી ફરાર આરોપીએ બીજા લગ્ન કર્યા, 9 વર્ષે ઝડપાયો
તમે વ્યવસાયમાં સારો એવો નફો કમાઈ શકો છો, આજે તમે ધ્યાનનું કેન્દ્ર બનશો
તમે વ્યવસાયમાં સારો એવો નફો કમાઈ શકો છો, આજે તમે ધ્યાનનું કેન્દ્ર બનશો
ભ્રષ્ટાચારનો ભાંડાફોડ! CID ક્રાઇમના અધિકારીઓ ACBના ફંદામાં - જુઓ Video
ભ્રષ્ટાચારનો ભાંડાફોડ! CID ક્રાઇમના અધિકારીઓ ACBના ફંદામાં - જુઓ Video
સુરત કોંગ્રેસમાં ભડકો, નવા વરાયેલા હોદ્દેદારોએ ધરી દીધા રાજીનામા
સુરત કોંગ્રેસમાં ભડકો, નવા વરાયેલા હોદ્દેદારોએ ધરી દીધા રાજીનામા
ગામમાં પિધેલો ઝડપાશે તેની સામે પોલીસ કાર્યવાહી અને પંચાયતની સુવિધા બંધ
ગામમાં પિધેલો ઝડપાશે તેની સામે પોલીસ કાર્યવાહી અને પંચાયતની સુવિધા બંધ
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
g clip-path="url(#clip0_868_265)">